________________
૧૧૪
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૧૧૫
‘મારાથી આ ના બોલાવું જોઈએ તો ય બોલાયું.’ એ પસ્તાય.
દાદાતા કહયા મુજબ કરે; બોલ એ કે જેનો અર્થ સરે.
પ્રશ્નકર્તા : ના, અડકાય નહીં.
દાદાશ્રી : તો પછી, જેમ દેવતાને માટે શું કરીએ છીએ ? ચીપિયાથી પછી પકડીએ છીએ ને ? એ ચીપિયો રાખો છો ને, તમે ? ચીપિયો નથી રાખતા ? ત્યારે એમને એમ દેવતા હાથમાં ઝાલવા જઈએ તો શું થાય ?
પ્રશ્નકર્તા : દાઝી જ જવાય. દાદાશ્રી : એટલે ચીપિયો રાખવો પડે. પ્રશ્નકર્તા ઃ તો એ કઈ જાતનો ચીપિયો રાખવો જોઈએ ?
દાદાશ્રી : આપણા ઘરનો એક માણસ ચીપિયા જેવો છે, એ પોતે દાઝતો નથી અને સામાને દાઝેલાને પકડે છે, એને બોલાવીએ ને કહીએ કે ‘ભઈ, આની જોડે હું વાત કરું ને, ત્યારે તું તે ઘડીએ ટાપશી પૂરવા લાગજે.’ એટલે પછી એ રાગે પાડી આપશે. કંઈક રસ્તો કરવો પડે. એમ ને એમ દેવતાને હાથે પકડવા જઈએ તો શું થાય ?
પ્રશ્નકર્તા : હા. એ બરોબર છે. પણ મારી જોડે ઊંધું વર્તન કર્યા પછી એને દુઃખ થાય છે કે મેં ખોટું કર્યું છે. આ ઘરમાં મોટા છે, અને એમનો મારા ઉપર પ્રેમ છે, એટલે મને એ સુધારવા માંગે છે. એવું એ સમજે છે, છતાં ય એનું વર્તન તો એવું ને એવું જ થાય છે.
દાદાશ્રી : હા, પ્રેમ છે અને હિતની વાત કરે છે. એવું ય સમજે છે, પણ આ ‘તારામાં અક્કલ નથી' એવું એને કેમ બોલો છો ? એની જોડે કલેક્ટરની પેઠ કેમ બોલો છો ? અમે તો પ્રેમથી કહીએ છીએ. તો પ્રેમ કેળવો ને ! આવા સરસ સમજદાર થઈને....
પ્રશ્નકર્તા: એ કેવી રીતે થાય પણ ? હું એને કશુંક કહું એટલે એ ગુસ્સે થાય. એટલે હું પણ ગુસ્સે થઈ જાઉં છું.
દાદાશ્રી : ત્યારે ગુસ્સે થઈ જાવ છો, એટલે પછી નબળાઈ હોય ત્યાં સુધી શું થાય તે ? મને તો કોઈ કહે, દાદાજી, તમારામાં અક્કલ નથી. તો હું કહું, ‘બેસ, બરાબર છે તારી વાત.' કારણ કે એને સમજણ ના હોય તો એવું બોલે ને ! અને પછી પસ્તાય પાછો. એ કહેશે કે,
એટલે તમે થોડો પ્રયોગ મારા કહ્યા પ્રમાણે કરોને. પ્રશ્નકર્તા : શું કરવાનું ? દાદાશ્રી : પ્રેમથી બોલાવો ને ? પ્રશ્નકર્તા : એ જાણે છે કે મારો એના પર પ્રેમ છે.
દાદાશ્રી : એવો પ્રેમ કામનો નહીં. કારણ કે તમે બોલો છો તે ઘડીએ પછી કલેક્ટરના પેઠ બોલો છો. ‘તમે આમ કરો. તમારામાં અક્કલ નથી, આમ તેમ.” એવું હતું કહો છો ને ?
પ્રશ્નકર્તા : એવું નથી કહેતા. દાદાશ્રી : તો શબ્દ શું બોલો છો ?
પ્રશ્નકર્તા : એ તો દરેક પ્રસંગના આધારે શબ્દ નીકળે. કંઈક બહુ નુકશાન કરતો હોય, નકામું ખોટું વાપરી કાઢતો હોય, તો હું એને એમ કહું કે ‘આ આટલી બધી મોંઘવારી છે અને તું આટલાં બધાં કેમ ખર્ચા કરી નાખે છે ?” એવું કહું.
દાદાશ્રી : પછી એથી એ સુધરે છે ? પ્રશ્નકર્તા : નહીં.
દાદાશ્રી : તો પછી બોલવું નકામું છે. એક માણસ મને બાવનની સાલમાં કહેતો હતો કે “આ ગવર્નમેન્ટ ખરાબ છે ને જવી જ જોઈએ.’ તે બાવનથી બાસઠની સાલ સુધી બોલ બોલ કર્યા કર્યું. એટલે પછી મેં એને કહ્યું કે, ‘રોજ તમે મને આ વાત કરો છો, પણ ત્યાં કંઈ ફેરફાર થાય છે ? આ તમારું બોલેલું ત્યાં કંઈ ફળે છે ?” ત્યારે એ કહે છે, “ના. એ ફળ્યું નહીં.’ ત્યારે મેં કહ્યું, ‘તો શું કરવા ગા ગા કર્યા કરો છો ? તમારા કરતાં તો રેડિયો સારો.”