________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
માલ કશો ય નહોતો, આ તો બધો. આ દુનિયા માલ વગરની થઈ ગયેલી છે અત્યારે તો. આ તો વ્યવસ્થિત ચલાવ્યા કરે છે ગાડાં.
નહીં તો કોઈ અવતારમાં, કોઈ કાળમાં ય છે તે જ્ઞાની પુરૂષે આવો ચાબખો નહીં માર્યો હોય કે અનૂક્વૉલિફાઈડ ફાધર્સ એન્ડ ઇન્ક્વૉલિફાઈડ મધર્સ, આવો ચાબખો તો કોઈએ માર્યો જ નથી. કારણકે એવું જ આ બધું થઈ ગયું છે. હવે ક્વૉલિફિકેશન એટલે એ લેવાનું નથી. પણ સામાન્ય બુધ્ધિ હોવી જોઈએ કે ના હોવી જોઈએ. બાપ થવાની સામાન્ય બુદ્ધિ હોવી જોઈએ કે ના હોવી જોઈએ ? કોઈએ માર મારેલો જ નહિ ને ! માર મારવામાં કંઈ ફાયદો ? તમને લાગ્યું કે લોકો વાંચશે, ત્યારે સમજાશે કે આ ભૂલ તો ખરી, આ છોકરાંને કેળવતાં આવડતું નથી. હા, બીજાં બધાં લોકને છે તે કેળવવાં ના પડે. બીજાં દેવલોકોને કે બીજાં લોકોને કે આ જાનવરોનાં છોકરાંને કોઈને કેળવવાં ના પડે. એ સહજ કેળવાયેલાં હોય. આમને જ કેળવવા પડે. કેળવવા માટે પોતે કેળવાવું જોઈએ. જોખમદારી છે એ તો બધી. ‘અનુક્વૉલિફાઈડ ફાધર્સ’ એ તો બોલવું, કંઈ જેવી તેવી વાત છે ? આ દુનિયામાં કોઈ પણ રોગ એવો નથી કે જેની દવા ના હોય. ડૉકટરો ય કહે, આ તો કેવો થઈ ગયો પેલો? કષ્ટ સાધ્ય ?
પ્રશ્નકર્તા : ક્રોનિક થઈ ગયો છે.
દાદાશ્રી : ડૉકટરો કહે, ક્રોનિક. પણ ક્રોનિકની દવા છે. ફક્ત એની પુર્વે કાચી પડી છે તેથી ભેગું થતું નથી. બાકી, અમથા કોઈક એવા પુરૂષના હાથ અડે તો મટી જાય બધું. અગર તો ચપટી દવા આપે ને, તો ય મટી જાય. બધી ચીજ છે જગતમાં. કશું નથી એવું નથી. ફક્ત એની પચ્ચે કાચી પડે છે.
એટલે એના ઉપાય જાણવા પડે એમ. અને ના જાણે ત્યાં સુધી ફાધર થવાનું બંધ રાખતા હોય તો શું ખોટું ? એ તો અસર્ટિફાઈડમાં ગણાશે.
પ્રશ્નકર્તા : એટલે બધા દાદા, અસર્ટિફાઈડ જ છે ! દાદાશ્રી : પણ એવું કહેવું પડે ને !
પ્રશ્નકર્તા : ખુલ્લું તો પાડવું પડે.
દાદાશ્રી : જે સાચા છે તે તો પકડશે ને ! જેને એમ ખાતરી છે કે ભઈ, આપણે એવા નથી તો એને લાગતું નથી. જેને છે એવા તે પકડી જ લે છે ને, તરત ? એવું છે ને, ચોખ્ખું કોઈ બોલનાર નીકળે નહીં. કારણકે આખા જગતમાં કોણ ચોખ્ખું કહી શકે ? નિર્ભય થયેલા હોય એવા “જ્ઞાની પુરુષ', જેને કોઈ ચીજનો ભય ના હોય, જેને ભગવાન વશ થઈ ગયેલા હોય. ભગવાન જેને ચૌદલોકનો નાથ વશ થયેલો હોય, એ બધું બોલી શકે ફાવે એવું. બીજા કોઈનું ગજું જ નહીં ને ! શું છોકરાને કરશો ? કહો હવે ! તે રાખવાના, પટાવવાના ! માથા ભારે જડ્યાં છે. ને, લખેલાં છે.
પ્રશ્નકર્તા : માંગેલા જ છે દાદા. એ તો આગળથી માંગેલા જ છે.
દાદાશ્રી : હા. એટલે સમજીને જ આપણે કામ કરવું. કાઢી મેલે તો પોસાતું નથી.
પ્રશ્નકર્તા: બ્રહ્મસ્વરૂપ થઈ ગયેલા દાદા, આ કઈ કરૂણા છે ? આવી વાતોમાં પણ સમય આપે છે.
દાદાશ્રી : હા, સમય આપે ને પણ ! આપવો જ જોઈએ. નહીં તો લોકો આ મુંઝામણમાંથી કેમ નીકળે તે ?! કેટલી મુંઝામણ હશે ? એટલે આખો દા'ડો આ જ કારૂણ્યતા વપરાય છે ને અને ત્યારે પેલો ગુંચામણમાંથી નીકળે તો આ જ્ઞાનને પામે ને તો જ રસ્તે ચઢે. નહીં તો ચઢે શી રીતે તે ? કંઈક આમાં મુંઝામણ નીકળશે ને, મારી જોડે બેસશો તો ? તમને ખાતરી થઈ ગઈ ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : નીકળે પછી મુંઝામણ. કારણકે અમારું વચનબળ હોય. શબ્દ હાજર થાય તે ઘડીએ. માટે છોકરો ગાંડાધેલો હોય કે એવું તેવું હોય તો કંટાળ્યું ના ફાવે. એ તો આપણે લમણે લખેલો છે.
પ્રશ્નકર્તા : લમણે લખેલો એ સ્વીકારીને રહીએ તો ચાલે.