________________
૫૦
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર મા-બાપ કેવી સારી રીતે જીવે છે !!!
એટલે પહેલું તો ઘરમાં બધું ક્લીયર કરવું જોઈએ. ઘરે કોઈને સહેજ પણ અશાંતિ થાય નહીં. વાઈફની જોડે સમાધાનપૂર્વક રહેવું જોઈએ.
પોતે' જ છે સર્વ દુઃખોનું મૂળ; ઘેર કચ કચ કરી, ભોંકે શળ!
સિલક રહેવા દેવી, ને પછી એ પાછા છોકરા સ્કૂલમાં જાય, ત્યાર પછી લઢવું એક કલાક. પણ આવું આ છોકરાની હાજરીમાં લઢવાડ થાય તો એ જોયા કરે અને પછી એના મનમાં પપ્પા માટે કે મમ્મી માટે અવળી ભાવના અત્યારથી જ ચાલે, એને એનું પોઝીટીવપણું છૂટી જઈને નેગેટિવપણું શરૂ જ થઈ જાય. એટલે છોકરાંને બગાડનાર મા-બાપ છે અત્યારે !
એટલે આપણે વઢવું હોય તો એકાંતમાં વઢવું, પણ એની હાજરીમાં નહીં. એકાંતમાં બારણા વાસીને લાકડી લઈને બેઉ જણા સામસામી દાંડિયા રમવા.
પ્રશ્નકર્તા : દાંડીયા રમીને કર્મ બાંધવા, એના કરતાં ફાઈલ બંધ કરવી સારીને ?
દાદાશ્રી : એના જેવું ઉત્તમ નહીં, પણ આ જેને શોખ હોય એ ! પણ તું કહું ને પણ એ માને એવા નથી. આ તો માર ખાશે ત્યારે માનશે. અનુભવ થશેને, અનુભવ થયા સિવાય આપણે સમજણ પાડીએ તો ના
માને.
આ જ્ઞાન તમે લીધું છે એટલે હવે નાનાં છોકરાંઓનો તો પ્રશ્ન બહુ હવે નહીં રહે. પહેલાં તો તમે છોકરાં ઊભા હોય, તો ય બોલબોલ કરો તો એ છોકરાંઓને બધાને ખરાબ સંસ્કાર પડી જાય. બધાં મા-બાપને છોકરાંઓનો ખ્યાલ જ નથી રહેતો કે આ છોકરાઓ ઊભા છે અને આપણે આ શું કરીએ છીએ, એને પણ ખ્યાલ જ રહેતો નથી. એટલે બેભાનપણે બોલબોલ કરે છે ને લઢે છે. પછી એ છોકરાઓને સંસ્કાર ખરાબ પડે છે. આ સંસ્કાર અવળા ના પડે એટલા હારું ! જોખમદારી ન હોય આપણી, છોકરાઓ માટેની ? એટલે એ ભાંજગડ ઓછી કરી નાખવી જોઈએ. શા માટે, શાના માટે મતભેદ પાડવો ? અહંકાર, ખોટો અહંકાર છે, મેડનેસ છે. હું અક્કલવાળો છું, ને તું અક્કલ વગરની છું, બસ આ જ ભાંજગડ ! અક્કલ વગરની હોય ખરી કોઈ ? પણ એ સંસ્કાર છોકરાંઓના એવાં જ થઈ જાય પછી. એટલે ખરી રીતે મા-બાપે કોઈ દહાડો ઝઘડવું ના જોઈએ, મતભેદ ના પડવો જોઈએ. એ બધું મતભેદ પડ્યો હોય તો, વાળી લેવો જોઈએ. છોકરાં જુએ કે ઓહોહો !!
કંઈ ભગવાનને મારવા આવવું પડે છે ! એની મેળે જ વઢવઢા કરે છે. ચિંતા એની મેળે જ કરે છે. દુ:ખ ઊભાં એની મેળે જ કરે છે ને ! કોઈએ દુઃખ આપવા આવવું પડે છે ? પોતે દુઃખ ઊભાં કરે છે કે, બહારના લોકો આપી જાય છે ? કોઈ ઊભાં કરે છે ?
પ્રશ્નકર્તા : પોતે જ ઊભાં કરે છે.
દાદાશ્રી : અરે ! મોંઘા ભાવની કેરીઓ લાવ્યો હોયને, અને પછી કેરીનો રસ, રોટલી બધું બેને મૂકેલું હોય તેયાર અને ખાવાની શરૂઆત થઈ અને થોડુંક ખાધું અને કઢીમાં હાથ ઘાલ્યો જરા ખારી લાગી કે ત્યાંથી ટેબલ પછાડે મુંઓ. નર્યું કહું ખારું કરી નાખ્યું છે. મેર ચક્કર, પાંસરો રહીને જમને ! ઘરનો ધણી એ, કોઈ ત્યાં ઉપરી નથી. એ પોતે જ બોસ, એટલે કૂદાકૂદ કરી મેલે. છોકરાઓ ભડકી જાય કે પપ્પા આવા કેમ ગાંડા થઈ ગયા, કે શું કહેશે ! પણ બોલાય નહીં. છોકરાં દબાયેલાં બિચારાં, મનમાં અભિપ્રાય તો બાંધી દે કે પપ્પો ગાંડો લાગે છે ! મૂઆ, કઢી ન્હોતી ખારી, એવું કહે. છોકરાને આપણે પૂછીએ, બોલ હવે આ કઢી ખારી છે ને ? ત્યારે કહે, “પપ્પાજી, કઢી ના ખાશો. બીજું બધું ખાઈ લો.’ પણ બૂમો પાડે તે છોકરો કહે, “પપ્પો મૂઓ ગાંડો છે’ કહેશે.
આ પપ્પા એ અહંકાર દેખાડતો હોય એનો, આ ઘરનો મોટો વડીલ. એને મારા જેવો કહેનાર હોય, ત્યારે સીધો કરી નાખું એને. પપ્પો થઈને આવ્યો ! શરમ નથી આવતી. આ છોકરાં નોંધ કરે છે કે પપ્પો ગાંડો મૂઓ છે. અત્યારે બોલાય નહીં છોકરાથી ! કઢી ખારી થઈ તો આપણે એને બાજુએ મૂકીને બીજું બધું જમી લઈએ નિરાંતે, તો શું