________________
૪૮
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
જાય, કોણ ખરાબ છે તે ? ન્યાયાધીશની પેઠે સમજી જાય. એટલી બધી ન્યાયશક્તિ છોકરામાં હોય છે. - રોજ બૈરી જોડે ઝઘડે, તે છોકરાં આમ જોયા કરે. ‘આ પપ્પા જ એવો છેકહે, કારણ કે ભલેને આવવું હોય તો ય ન્યાયાધીશ બુદ્ધિ હોય એનામાં. છોકરીઓમાં ન્યાયાધીશ બુદ્ધિ ના હોય. છોકરીઓ ગમે ત્યારે એની માનો જ પક્ષ ખેંચે. પણ આ તો ન્યાયાધીશ બુદ્ધિવાળાં, પપ્પાનો દોષ છે ! બે-ચાર જણ હોય ને, તે પછી પપ્પાનો દોષ કહેતાં કહેતાં, પછી નક્કી ય પાછો પોતે કરે મોટો થઈશ ને આપીશ ! પછી આપે નિરાંતે. જા તેરી હી થાપણ પાછી.
પ્રશ્નકર્તા : દાદા, એમાં દોષ કોનો ? બાપનો દોષ શું? દાદાશ્રી : ના. સંસ્કાર નહિ આપવા જોઈએ છોકરાંને ?
પ્રશ્નકર્તા: પણ બાપનો દોષ શું એમાં ? કંઈથી લાવે ? એની પાસે સંસ્કાર ના હોય !
દાદાશ્રી : એવું છે ને, બૈરી જોડે ઝઘડો થવાનો થાય, તો આપણે કહીએ કે ભઈ, છોકરાં છે ત્યાં આગળથી આપણે બીજે રૂમમાં ચાલો. અને પછી પેલાં રૂમમાં જઈને ઝઘડો કરીએ, શું ખોટું ?
પ્રશ્નકર્તા : પણ અગાઉથી એવો ખબર આપીને ઝઘડો આવતો હોય તો એવું કરે ને ?
દાદાશ્રી : ના, એ તો ખબર તો પડે, મનમાં ગણી રહ્યો હોય કે આજે ઉડાડીશું. વગર સળગાવે તો ટેટા ય ના ફૂટે. દિવાસળી પેટાવ્યા વગર ટેટાં ય ના ફૂટે. હા, માલ તો છે, માલ ભરેલો છે. પણ સળગાવો તો ફૂટે ને ? એટલે જવાબદારી છે આ. તેથી અમે આવા ચાબખા મારેલાં, કો’ક વાંચે ને, તો ચાબખામાં એમને સમજાય કે આપણે વિચારવાનું છે, આપણે સમજવું પડશેને?
તમે કોઈ ફેરો લઢેલા, છોકરાંની હાજરીમાં ? હવે અત્યારે ના કહે છે, જો આબરૂ ઢાંકે છે, મારી હાજરીમાં કેવા આબરૂ ઢાંકે છે.
પ્રશ્નકર્તા : કન્ટ્રોલ કરવાનો પ્રયત્ન કરું છું.
દાદાશ્રી : હા, એ કન્ટ્રોલ કરવો જોઈએ.
આપણું જીવન જ એવું દેખાવું જોઈએ કે પેલાને આશ્ચર્ય થાય કે આ બીજાને ત્યાં આવું ના હોય એવી મારી મધર છે. આપણું જીવન એવું જીવવું જોઈએ કે એને શીખવાડવું ના પડે, એની મેળે જોઈને શીખે એ અને પછી આપણે છે તે ધણી જોડે લઢતા હોય એટલે એ ય પેલો જુએ, આવડો બાબો હોયને તે ય સમજે કે આ યુઝલેસ (નકામાં) છે આ લોકો, ના સમજે ? એ શીખે એવું. આપણું આઉટ ઓફ કંટ્રોલ જીવન દેખે એટલે પછી એને યુઝલેસ લાગે. નાનો છોકરો એ સમજે નહીં ?
પ્રશ્નકર્તા : સમજે ને.
દાદાશ્રી : બહુ સમજે. આવતું હોય તો ય સમજી જાય. કારણ કે. એ ખરેખર એવડો નથી. ગયા અવતારમાં એંસી વર્ષનો થઈને મરી ગયો ને પછી આ પાછા બે વર્ષ થયાં તે વ્યાસી વર્ષનો થયો. બધા નાના છોકરાં કંઈ નાના હોતાં નથી, એ તો એંસી વર્ષના મરી જઈને પાછા અહીંયા જન્મે છે. બહુ સમજણવાળા હોય. અહંકાર બહુ હોય એને તો, મોટી ઉંમરવાળો પગે લાગે, પણ નાની ઉંમરનો પગે ના લાગે મુંઓ એટલો અહંકાર હોય !
લઢો, પણ એકાંતમાં, ના છૂટકે; દેખે, બાળ પડે આંટી તે જ ઝટકે!
એટલે કકળાટ ના કરવો જોઈએ. અને બહુ શોખ હોય કકળાટ કરવાનો કે લઢવાનો. તો છોકરાંઓ જ્યારે સૂઈ ગયાં હોય તે વખતે બીજી રૂમમાં બેસીને બે જણાએ બાથંબાથા કરવું. ના, એ શોખ હોય તો તે ઘડીએ પૂરો કરવો, પણ છોકરાંઓની ગેરહાજરીમાં. છોકરાંઓની હાજરીમાં તો ન જ થવું જોઈએ. અગર તો એ સ્કૂલે ગયા હોય, ત્યાર પછી લઢવાની શરૂઆત કરવી. એમની હાજરીમાં લઢવું ના જોઈએ. સંસ્કારી થવું જોઈએ. તમારી ભૂલ થાય તો ય બેન કહેશે, “કંઈ વાંધો નહિ.” અને એમની ભૂલ થાય તો તમે કહો, કંઈ વાંધો નહીં.' છોકરાઓ આવું જુએ તો બધા ઓલરાઈટ થતા જાય. ને પછી લઢવું જ હોય તો