________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
આ ચારે કાળનો. પહેલો સત્યુગમાં ચાળેલો અને પછી જે ના ચળાયેલો (ચઢે એવો) માલ, એ નાખ દ્વાપરમાં. દ્વાપરમાં ચાળ્યો. તે પછી ના ચળાય, તે ત્રેતામાં નાખ. ત્રેતામાં ના ચળાયો તે કળિયુગમાં આવ્યો. આ ચળામણ છે, આમાંથી આપણે આ ચાળણો મૂક્યો છે, જેટલું ચળાયું એટલું સાચું, પછી રામ તારી માયા ! આપણા ચારણે એ ચળાશે, એ એક અવતારી થશે. બે અવતારે, પાંચ અવતારે પણ કંઈ ઉકેલ આવશે ! આ હું જેટલી વાત કરું છું એટલી બધી મને જાગૃતિ હશે ને નહીં હોય ?
૨૩
પ્રશ્નકર્તા : હોય જ.
દાદાશ્રી : બધી જ જાગૃતિ હોય. હજુ તો બધી બહુ જાગૃતિ. આ જેટલા માથાના વાળ છે ને એટલી જાગૃતિ મને વર્તે છે. પછી શી રીતે ફસાય ? જેને ચોગરદમની બધી જાગૃતિ વર્તે છે ! લોકોને તો જરા પવન આવે ને, તો ય આ લોકો ઊંઘી જાય !
એટલે આ કળિયુગનાં મા-બાપને તો બધું આવડતું ય નથી આવું તેવું. એને ખોટું એન્કરેજમેન્ટ આપે છે કેટલુંક તો. લઈ લઈને ફરે છે. પેલી બઈ કહે ને આમને કે, બાબાને ઊંચકી લો. ભઈને કહે, તો બાબાને લઈ લે. શું થાય તે ? અને એ તે પાછો કડક હોય ને ના લેતો હોય. તે બઈ કહેશે, ‘કંઈ મારાં એકલીનાં છે કે ત્યારે ? સહિયારાં રાખવાનાં’. એવું તેવું બોલે. તે પછી બાબાને ઊંચકી લેવો જ પડે ને, પેલાને. છૂટકો છે ક્યાં જાય તે ? જાય ક્યાં ? ઊંચકી ઊંચકીને સીનેમા જોવાના, દોડધામ કરવાની તે ! છોકરાંને શી રીતે સંસ્કાર પડે ?
ઘરમાં ફૂંફાડો મારવો એ છે અહિંસા! તહિ તો વંઠશે ઘરતા, યે બાપ કૈસા?
તમારા ઉશ્કેરાટથી છોકરાં અવળે રસ્તે ચઢ્યા. ખરી કે નહીં જવાબદારી ? માટે દરેકમાં ‘નોર્માલિટી’ લાવી નાખો. એક આંખમાં પ્રેમ ને એક આંખમાં કડકાઈ રાખવી. કડકાઈથી સામાને બહુ નુકશાન નથી
મા-બાપ છોકરાંનો વ્યવહાર
થતું, ક્રોધ કરવાથી બહુ નુકશાન થાય છે. કડકાઈ એટલે ક્રોધ નહીં, પણ ફૂંફાડો. અમે પણ ધંધા પર જઈએ એટલે ફૂંફાડો મારીએ, ‘કેમ આમ કરો છો ? કેમ કામ નથી કરતાં ?’ વ્યવહારમાં જે જગ્યાએ જે ભાવની જરૂર હોય, ત્યાં તે ભાવ ઉત્પન્ન ના થાય તો એ વ્યવહાર બગાડ્યો કહેવાય.
૨૪
એક બેન્કનો મેનેજર કહે છે, દાદાજી, હું તો કોઈ દહાડો ય વાઈફને કે છોકરાને કે છોડીને એક અક્ષરે ય બોલ્યો નથી. ગમે તેવી ભૂલો કરે, ગમે તે કરતાં હોય, પણ મારે બોલવાનું નહીં.
એ એમ સમજ્યો કે દાદાજી, મને એવી પાઘડી પહેરાવી દેશે સરસ ! એ શું આશા રાખતો હતો, સમજાયું ને ?! અને મને એની પર ખૂબ રીસ ચઢી કે તમને કોણે બેન્કના મેનેજર બનાવ્યા તે આ ? તમને છોડી-છોકરાં સાચવતાં નથી આવડતાં ને વહુ સાચવતાં નથી આવડતી ! તે એ તો ગભરાઈ ગયો બિચારો. પણ મેં તેમને કહ્યું, ‘તમે છેલ્લામાં છેલ્લા પ્રકારના નકામા માણસ છો. આ દુનિયામાં કશા કામના તમે નથી.’ પેલો માણસ મનમાં સમજે કે હું આવું કહીશ એટલે આ ‘દાદા’ મને મોટું ઈનામ આપી દેશે. મેર ગાંડિયા, આનું ઈનામ હોતું હશે ? છોકરો ઊંધું કરતો હોય, ત્યારે એને આપણે ‘કેમ આવું કર્યું ? હવે આવું નહીં કરવાનું.’ એમ નાટકીય બોલવાનું. નહીં તો બાબો એમ જ જાણે કે આપણે જે કંઈ કરીએ છીએ તે ‘કરેક્ટ’ જ છે. કારણ કે બાપાએ ‘એક્સેપ્ટ’ કર્યું છે. આ ના બોલ્યા, તેથી તો ઘરનાં ફાટી ગયાં છે. બોલવાનું બધું પણ નાટકીય ! છોકરાઓને રાત્રે બેસાડી સમજાવીએ, વાતચીત કરીએ. ઘરનાં બધા ખૂણામાં પૂંજો તો વાળવો પડશે ને ? છોકરાઓને જરાક હલાવવાની જ જરૂર હોય છે. આમ સંસ્કાર તો હોય છે, પણ હલાવવું પડે. તેમને હલાવવામાં કશો ગુનો છે ?
ઘરમાં આરતી-પ્રાર્થતા સીચે સંસ્કાર! વાતાવરણથી શુદ્ધિ અંદર-બહાર!
નાનાં છોકરાં-છોકરીઓને સમજાવું કે સવારે નાહીધોઈને ભગવાનની પૂજા કરવી, ને રોજ ટૂંકામાં બોલે કે, મને તથા જગતને