________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૨૧
૨૨
મા-બાપ છોકરાંનો વ્યવહાર
દાદાશ્રી : સારું કામ એણે કર્યું હોય, તો એને શાબાશી આપવી જોઈએ અને તે કંઈ આગળ ઠોકવાનું ? આપણે પાછળ ટપલો મારીએ છીએ ને ત્યારે અહંકાર એન્કરેજ (ઉત્સાહ) થાય એટલે પછી સારું કામ કરે ફરી.
શાબાશ બાબા, પાછળ નીચે આપીએ ને, તો જ્યાં આગળ ટપલી મારે છે ને, ત્યાં અહંકાર છે. એટલે અહંકારને ત્યાંથી ઉત્તેજન મળે છે. તેથી આપણા લોકો પાછળ ટપલી મારે છે. પણ મારતા આવડતી નથી. કઈ જગ્યાએ છે એ ખબર નથી રહી હવે.
નાના છોકરાને અહંકાર સુષુપ્ત દશામાં હોય. અહંકાર તો હોય પણ તે કોગ્રેસ થઈને રહેલો હોય. એ તો જેમ જેમ મોટો થતો જાય તેમ ફુટે. નાનાં છોકરાંને ખોટા અહંકારનાં પાણી ના પાઈએ તો જ ડાહ્યા થાય. તેમના અહંકારને પોષવા તમારા થકી ખોરાક ના મળે તો છોકરા સુંદર સંસ્કારી થાય.
પuો કહે, જો બાબો ખીસામાં ઘાલે હાથ; મૂઆ, છોરાતે ચોર થવામાં દીધો સાથ?!
શું થાય ?! ફરી ‘ગજવામાંથી કાઢવું એ સારું છે' એવું એને જ્ઞાન પ્રગટ થઈ ગયું. તમને કેમ લાગે છે ? કેમ બોલતાં નથી ? આવું કરવું જોઈએ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : આવું ને આવું બધું કેમ ચાલે તે ! તે બાબો શું આમ જોયા કરે. ઓહોહો, કે મેં એવું શું સરસ કામ કર્યું છે. આ મારા પપ્પાજી ને મમ્મી વખાણ કરી રહ્યાં છે. મેર ચક્કર, છોકરાંને ચોર બનાવી રહ્યો છે આ. તે મૂઆ, આવું સમજણ વગર શું કામ પૈણ્યો ? સમજણ જોઈએ આ તો. આવા લોકોને પૈણાવવા ય ના જોઈએ. છોકરાંનો બાપ થઈ જઉં છું તું ? આ તે કંઈ રીત છે ?
મેર ચક્કર, ઘનચક્કર આવા કંઈથી પાક્યા ! આ બાપ થઈ બેઠા ! શરમ નથી આવતી ? આ બાબાને કેવું ઉત્તેજન મળ્યું એ સમજાય છે ? બાબાએ જોયા કર્યું કે આપણે બહુ મોટું પરાક્રમ કર્યું ! આવું આવું લૂંટાઈ જાય તે શોભે આપણને ? શું બોલવાથી છોકરાંને સારું “એન્કરેજમેન્ટ' થાય ને શું બોલવાથી તેને નુકસાન થાય, એનું ભાન તો હોવું જોઈએ ને ? આ તો, ‘અન્ટેસ્ટેડ ફાધર” ને “અન્ટેસ્ટેડ મધર’ છે. બાપ મૂળો ને મા ગાજર, પછી બોલો, છોકરાં કેવાં પાકે ? કંઈ સફરજન ઓછાં થાય ?!
‘ગજવામાંથી પૈસા કાઢ્યા. કેટલો હોશિયાર થઈ ગયો છે.” આ વાત હેલ્પીંગ છે કે નુકસાનકારક છે ? હવે આમાં ‘હેલ્પીંગ” શું હશે ? બાબો ચોરી કરતાં શીખે. અને આવા લોકો, આવું બાપ થવાનું અને આવી મા ! અલ્યા મૂઆ, માર, લાફો તો મારા એક. એટલે એ સમજે કે આ ગજવામાંથી પૈસા કાઢ્યા એ ખોટું જ્ઞાન છે. અને પછી સારું કામ કરે. તો પછી એને એન્કરેજ કર. તો આ તો એવું બોલતાં હશે ખરાં ? કે મારી જોડી કાઢેલી વાત હશે ?
પ્રશ્નકર્તા : હકીકત છે ! દાદાશ્રી : પગ ઊંચા કરીને પૈસા કાઢે ? કે મેં જોડી કાઢેલું છે? પ્રશ્નકર્તા : ના, જોડી કાઢેલું નહીં. દાદાશ્રી : આવો માલ છે આ. બધો માલ રબીશ માલ છે, તે ય
મા-બાપ તરીકે કેમ રહેવું તેનું ય ભાન નથી. હવે એક બાપ તો એવું કહેતો હતો, એનાં છોકરાંએ શું કર્યું ? પગ ઊંચા કરી, પગની એડીઓ ઊંચી કરી અને કોટના ગજવામાંથી પચ્ચીસ પૈસા કાઢ્યા એણે. પચ્ચીસ પૈસાનો સિક્કો આવે છે ને, ત્યાં હિન્દુસ્તાનમાં, તે કાઢ્યા એણે. એટલે એનો બાપ બેઠો હતો તે જોઈ ગયો કે હવે શું હોશિયાર થઈ ગયો છોકરો તો ! એટલે એના બાપે બાબાની મમ્મીને બોલાવી. ત્યારે પેલી રોટલી વણતી હતી. તે કહે છે, “શું કામ છે ? હું રોટલી વણું છું.’ ‘તું અહીંયા આય, જલ્દી આય, જલ્દી આય, જલ્દી આય.” પેલી દોડતી દોડતી આવી. શું છે ? ત્યારે કહે, ‘જો, જો, બાબો કેટલો હોશિયાર થઈ ગયો. જો પગની એડીઓ ઊંચી કરી અને મહીંથી આ પચ્ચીસ પૈસા કાઢ્યા'. એટલે બાબો જોઈને કહે, “સાલું, આ સરસમાં સરસ કામ મેં આજે કર્યું. આવું કામ હું શીખી ગયો હવે.’ એટલે પછી ચોર થયો, પછી