________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૧૭
૧૮
મા-બાપ છોકરાંનો વ્યવહાર
સમજ પડીને ?
પ્રશ્નકર્તા : પણ દાદા, સંસારમાં હઉ રહેવાનું ને !
દાદાશ્રી : પણ એ તો એની મેળે જ જોશેને દુનિયા ! બગડી ગયેલું હશે તો બગડી ગયેલું કહેશે અને સુધર્યું હશે તો સુધરેલું કહેશે. મા-બાપ ટેબલ ઉપર આમ રેડીને પીતા હોય ને છોકરાને કહેશે, તું પીશ નહીં ! પછી એમાં દારૂવાળા થાય ને ! મા-બાપે તો બહુ સંસ્કાર બતાવા જોઈએ.
પ્રશ્નકર્તા : દાદા, ઘરસંસાર બધો શાંતિથી રહે ને અંતરાત્માનું સચવાય એવું કરી આપો.
દાદાશ્રી : ઘરસંસાર શાંતિથી રહે એટલું જ નહીં, પણ છોકરાં પણ આપણું જોઈને વધારે સંસ્કારી થાય એવું છે. આ તો બધું મા-બાપનું ગાંડપણ જોઈને છોકરા પણ ગાંડા થઈ ગયાં છે. કારણ કે મા-બાપના આચાર-વિચાર પદ્ધતિસર નથી. ધણી-ધણિયાણી ય છોકરાં બેઠાં હોય ત્યારે ચેનચાળા કરે એટલે છોકરાં બગડે નહીં તો શું થાય ? છોકરાને કેવા સંસ્કાર પડે ? મર્યાદા તો રાખવી જોઈએ ને ? આ દેવતાનો કેવો ઓં પડે છે ? નાનું છોકરું ય દેવતાનો ઑ રાખે છે ને ? મા-બાપનાં મન “ફ્રેકચર થઈ ગયાં છે. મન વિહુવળ થઈ ગયાં છે. વાણી ગમે તેવી બોલે છે, સામાને દુઃખદાયી થઈ પડે તેવી વાણી બોલે છે, એટલે છોકરાંઓ ખરાબ થઈ જાય. આપણે એવું બોલીએ કે ધણીને દુ:ખ થાય ને ધણી એવું બોલે કે આપણને દુઃખ થાય. હિન્દુસ્તાનના મા-બાપ કેવા હોય ? તે છોકરાને ઘડે તે બધા સંસ્કાર તો તેને પંદર વર્ષમાં જ આપી દીધા હોય.
પ્રશ્નકર્તા : હવે એ જે એનું આ સંસ્કારનું છે ને, પડ ઓછું થવા માંડ્યું છે. એની આ બધી ભાંજગડ છે.
દાદાશ્રી : ના, ના. સંસ્કાર જ ઊડી જવા માંડ્યા. આમાં પાછાં દાદા મળ્યા એટલે ફરી મૂળ સંસ્કારમાં લાવશે. સત્યુગમાં હતાં એવાં સંસ્કાર પાછાં. આ હિન્દુસ્તાનનું એક છોકરું આખા વિશ્વનું વજન ઊંચકી શકે એટલી શક્તિ ધરાવે છે. ફક્ત એને પોષણ આપવાની જરૂર છે. આ તો ભક્ષક નીકળ્યા, ભક્ષક એટલે પોતાનાં સુખને માટે બીજાને બધી રીતે
લૂંટી લે ! જે પોતાનું સુખ ત્યાગીને બેઠો છે, એ સર્વસ્વ બીજાને સુખ આપી શકે !
પણ આ તો શેઠ આખો દહાડો લક્ષ્મીના ને લક્ષ્મીના વિચારોમાં ઘૂમ્યા કરે ! એટલે મારે શેઠને કહેવું પડે છે કે, “શેઠ, તમે લક્ષ્મી પાછળ પડ્યા છો ? ઘર બધું ભેલાઈ ગયું છે ! છોડીઓ મોટર લઈને આમ જતી હોય, છોકરાઓ તેમ જાય ને શેઠાણી આ બાજુ જાય. શેઠ, તમે તો બધી રીતે લૂંટાઈ ગયા છો ? ત્યારે શેઠે પૂછ્યું, ‘મારે કરવું શું ?” મેં કહ્યું, ‘વાતને સમજો ને કેવી રીતે જીવન જીવવું એ સમજો. એકલા પૈસા પાછળ ના પડો. શરીરનું ધ્યાન રાખતા રહો. નહીં તો હાર્ટ-ફેઈલ થશે. શરીરનું ધ્યાન, પૈસાનું ધ્યાન, છોકરીઓના સંસ્કારનું ધ્યાન, બધા ખૂણા વાળવાના છે. એક ખૂણો તમે વાળ વાળ કરો છો, હવે બંગલામાં એક જ ખૂણો ઝાપટ ઝાપટ કરીએ ને બીજે બધે પંજો પડ્યો હોય તો કેવું થાય ? બધા જ ખૂણા વાળવાના છે. આ રીતે તો જીવન કેમ જિવાય ?” માટે એમની જોડે સારું વર્તન, ઊંચા સંસ્કારી બનાવો. આ છોકરાઓને ઊંચા સંસ્કારી બનાવો. આપણે પોતે તપ કરો. પણ સંસ્કારી બનાવો.
મા વિહોણા પ્રત્યે બસ આદર્શ પિતા; જાગૃત રહેવું તે સિંચવી સંસ્કારિતા!
પ્રશ્નકર્તા : જો ઘરમાં મધર ના હોય, મરી ગયાં હોય અને ફાધર એકલાં જ હોય અને એને આદર્શ પિતા તરીકે, એની પુત્ર માટેની બધી ડ્યુટી, ફરજો શું ? એ કહો.
- દાદાશ્રી : હા, એ ફરજો બધી એઝેક્ટ હોવી જોઈએ. છોકરાની જોડે ક્યાં આગળ એને એન્કરેજ કરવો, ક્યાં આગળ ડિસ્કરેજ કરવો, કેટલા પ્રમાણમાં ડિસ્કરેજ કરવો, કેટલા પ્રમાણમાં એન્કરેજ કરવો-આ બધું એણે સમજવું જોઈએ. અત્યારના આ સમજણ છે નહીં. તેને લીધે છોકરાં બધા એવી ઘરેડમાં પાકે છે, પછી છોકરાને કોઈ સંસ્કાર જ નથી મળેલા, એટલે બિચારાંની આવી દશા થઈ છે. હિન્દુસ્તાનમાં.
પ્રશ્નકર્તા છોકરાં તો જે પોતાનાં સંસ્કાર લઈને આવેલાં છે તે તો