________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૧૬
મા-બાપ છોકરાંનો વ્યવહાર
ગુજરાતી શીખવા આવ્યા છે અમારી પાસે. આ ગુજરાતી શીખશો તો આ વિજ્ઞાન સમજશો. આ વર્લ્ડનું ભારે અજાયબ વિજ્ઞાન છે-“અક્રમ વિજ્ઞાન', આખા વર્લ્ડનું કલ્યાણકારી છે. એને સમજો ! અવિરોધાભાસ છે, સિદ્ધાંતિક છે. બુદ્ધિને ગાંઠતું નથી. ભલભલા બુદ્ધિશાળીઓની બુદ્ધિનાં પડીકાંઓ વાળી દેવડાવ્યા છે, ધૂળધાણી કરી નાખ્યા આ વિજ્ઞાને તો.
પ્રશ્નકર્તા : આપણા ભારતમાં પણ, મુંબઈમાં જોઈએ તો ૭૦ ટકા જૈનના છોકરાઓ ઇગ્લીશ મીડીયમમાં ભણે છે.
દાદાશ્રી : હા, તે એ બધું નુકસાન જ થઈ જાય છે ને ! પોતપોતાને સુધારો, મારું કહેવાનું એમ છે. બીજો આમ કરે છે તેથી, બીજો કૂવામાં પડતો હોય તો આપણે કૂવામાં પડવું એવું કંઈ લખી આપ્યું નથી ! પોતપોતાને સુધારવામાં વાંધો નથી. આ તો પહેલેથી આવું ચાલે છે, આ આજનું નથી, મહાવીરના વખતમાં ય આવું હતું. પોતે પોતાનું સુધારવું. પોતાને માથે જે જોખમદારી છે, એટલી સમજી લેવી.
પ્રશ્નકર્તા અહીંયા અમેરિકામાં આપ ફરી આવો ત્યારે હું બધાને ભેગા કરીશ. ત્યારે આપ એવું કંઈક જ્ઞાન બધાને આપો કે જેથી કરીને બધાના જીવનમાં પરિવર્તન થઈ જાય.
દાદાશ્રી : એ હું ફેરફાર થાય એવું કરી આપીશ. ઘણાં ખરામાં ફેરફાર થઈ ગયો, ઘણાં માણસોમાં ફેરફાર થઈ ગયો.
એવું છોકરાને માટે એવી હાઈસ્કૂલ ને કોલેજ બાંધો અને ત્યાં આગળ બધું રહેવાનું કરવાનું વ્યવસ્થા કરો, તો બધું આપણા ઈન્ડિયાથી આવીને બધું કરાવે અને જ્યાં છોકરાઓને રહેવાનું હોય તો ખોરાક પણ દેશી આપણો ઈન્ડિયન ફૂડ લાવીને કરવું પડે. પણ તે કંઈ કરે ત્યારે ને!
આવે નહીં કશી બાબતમાં. પછી કહેશે, આટલું આટલું કમાયો પણ કંઈ બરકત આવતી નથી. એ તો મહીં ઘરમાં કલેશ-કંકાસ ના થાય તો લક્ષ્મીદેવી રાજી થાય. ડૉલર નહીં લાવતા ? કેટલા ડૉલર લાવું છું તું ? રોજના સો ડૉલર લાવે છે ને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : હવે તો પછી શું અડચણ છે ? કશી અડચણ છે નહીં. તું કંઈ લાવું છું. થોડું ઘણું ? કેટલું લાવું છું ? પચ્ચીસ ડૉલર ?
પ્રશ્નકર્તા : હા, એટલું જ.
દાદાશ્રી : હવે, સવાસો ડૉલર આવે, પછી હવે તો શું ! બધું ખઈપી અને આનંદ કરો, છોકરા ડાહ્યા બનાવો અને છોકરાને એવો ખોરાક આપો કે બહારનો પેલો ખોરાક ખાય નહીં. ના ખવાય કહીએ.
અહીં અમેરિકામાં ડૉલર મળે, પણ છોકરાઓની ભાંજગડ છે ને ?
પ્રશ્નકર્તા : એ તો બધાને રહેવાનો જ અહીંયા. આ દેશમાં બધાને એ પ્રશ્ન રહેવાનો. પૈસા-ડૉલર મળવાના પણ છોકરા ગુમાવાના.
દાદાશ્રી : મારી પાસે કેટલાક છોકરાઓએ નિયમ લીધો ને, તે નથી મીટ કે કશું ખાતા. મારી પાસે ત્યાં ન્યૂજર્સીમાં કેટલાય છોકરાં લઈ ગયા. એ મારી પાસે નિયમ લઈ લે તો છૂટી જાય.
પ્રશ્નકર્તા : આ પ્રશ્ન બધા અહીંયા પૂછતા હોય છે. આ છોકરાઓનો પ્રશ્ન જે છે, એ બધાને આ પ્રશ્ન છે. પણ જો આ જ્ઞાનીપુરુષનાં આશિર્વાદ લઈ લે, તો આ પ્રશ્ન રહેતો નથી કોઈને.
દાદાશ્રી : ના, એ તો અમુકને જ આશિર્વાદ ફળવાના. એ કંઈ બધાનાં કર્મમાં લખેલું ન હોય એ. એ કંઈ કાયદો નથી એવો.
ખોટા સંસ્કારમાં રહેવું, એ બગડવાનું જ સાધન. સારા સંસ્કારમાં જ જવું જોઈએ. છતાં ના જવાય તો હરકતે ય નહીં રાખવી. જો જવાય તો ઠીક છે ને ના જવાય તો હરકત નહીં રાખવાની. જે બન્યું એ કરેક્ટ.
ન્યાય ખોળશો નહીં કે ભઈ આ આમ થયું અને તેમ થયું, કશું ન્યાય આ જગતમાં ખોળશો નહીં. ન્યાય જે થઈ રહ્યો છે એ ન્યાય.
મા-બાપ તપથી જીવે તો સંસ્કાર સરો; દારૂ-માંસ લેતા જોઈને બાળક ઢીંચે!
જેને ઘેર ક્લેશ થાય એટલે ભગવાને ય કહેશે, “બળ્યું, આ ઘરમાં તો અવાય નહીં, ઠંડો બીજી જગ્યાએ જઈએ.’ એટલે ઘરમાં પછી બરકત