________________
સમર્પણ
અનાદિથી મા-બાપ છોરાનો વ્યવહાર; રાગદ્વેષના બંધને, મમતાનો માર! ન સહેવાય, ન કહેવાય, શું થાય?
કોને પૂછે, કોણ બતાડે એનો ઉપાય? મૂંઝાયેલા રામ, દશરથ ને શ્રેણિક;
શ્રવણને જોઈ, મા-બાપોના હૈયે ચીંખ! પરણ્યા પછી પલે પલે પૂછે ‘ગુરૂ’ને;
ત્રિકોણ સર્જાય, ન સૂઝે કેમ કરું રે!
આજનાં છોકરાં ય મુંઝાય મા-બાપથી;
મોટું અંતર, રે‘જનરેશન ગેપ' થી! મોક્ષનો ધ્યેય, તેણે તરવો સંસાર;
કોણ બને સુકાની, મછવો મઝધાર! આજ સુધીના જ્ઞાનીઓએ ચીંધ્યો વૈરાગ;
છૈયાંવાળાં અટક્યાં, કેમ થવું વીતરાગ?! ન કોઈએ દેખાડ્યો સંસાર સાથે મોક્ષ માર્ગ;
કળિકાળે અચ્છેરું ‘દાદા'એ દીધો અક્રમ માર્ગ!
સંસારમાં રહી, થવાય વીતરાગ;
પોતે થઈ, ‘દાદા’એ પ્રગટાવ્યો ચીરાગ! એ ચીરાગની રોશનીમાં પુગે મોક્ષે મુમુક્ષુ!
સાચા ખપી પામે નિશ્ચે અહીં દિવ્યચક્ષુ! એ રોશનીના કિરણો પ્રગટયા ‘આ’ ગ્રંથમાં!
‘મા-બાપ છોકરાંનો વ્યવહાર' ઉકેલે પંથમાં!
દીવાથી દીવા પ્રગટે પ્રત્યેક ઘટમાં;
જગને સમર્પણ આ ગ્રંથ, પામ ઝટમાં!
܀܀܀܀܀
3
F
દાદા ભગવાન કથિત
મા-બાપ છોકરાંનો
વ્યવહાર (સંક્ષિપ્ત)
Wel Come
સંકલન :
ડૉ. નીરુબહેન
અમીન
F