________________
૫૦૨
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૫૦૩
આપણે ત્યાં તો છોકરીઓને કહેવાનું જ ના હોય ને ઇન્ડિયામાં તો ! આ છોકરીઓ યુઝલેસ બધી થઈ ગઈ. માથે પડેલીઓ, શું થાય
પ્રશ્નકર્તા : હું છ વર્ષની હતીને મારા મધર હતા ને, એ મરી ગયેલા. તો મારા ભઈનો એટલો બધો ધાક, આપે બધું ફર્સ્ટ કલાસ, છૂટથી પૈસા આપે. ભણવા જઉં, ફર્સ્ટ કલાસનો ટ્રેનનો પાસ, સોળ વર્ષની ઉંમરે. પણ કોઈ દહાડો કોઈ છોકરા સાથે જો બોલ્યા, તો આમ આંખો થઈ જાય એટલા કડક.
દાદાશ્રી : આમ એ હોયને, બહુ કડક, આ તો કડક ના રહ્યા તેની આ ઉપાધિ બિચારાની. એટલી કડકાઈ હતી ત્યારે જ તમે ડાહ્યા રહ્યા ને !
પ્રશ્નકર્તા : પ્રેમ અને કડકાઈ. પ્રેમ પણ એટલો ભાઈનો.
દાદાશ્રી : જોઈએ પણ કડકાઈ. હંમેશા સ્ત્રી જાતિ ઉપર કડકાઈ હોય. સ્ત્રીને તો બહાર જ હોતા નીકળવા દેતા.
ના રાખે કહે તો મા-બાપને કેટલું દુ:ખ લાગે કે નાનપણથી ઉછેરી શું કરવાં, તને પ્રેમ જોતો રાખવાનો તો !?
પ્રશ્નકર્તા : તો પછી મને આવું ફીંલીંગ કેમ થયું કે મને મા-બાપ પ્રેમ નથી કરતા ? મને આવી દ્રષ્ટિ ક્યાંથી આવી ?
દાદાશ્રી : નહીં, સહુ આવા બધા પ્રશ્નો ઊભા કરે, શું થાય તે ! નાની હોય તો એડીએ દાબી દે, પણ મોટી થઈ એટલે શું કરવાનું ?
હવે અમે જોઈ શકીએ એને આ અક્કલ મળી છે ને, બુદ્ધિ બહારની મળી છે ને તે ઊંધી બુદ્ધિ છે. એટલે એ ય દુ:ખી થાય ને બીજાને દુ:ખી કરે.
પ્રશ્નકર્તા : ભરેલો માલ ? માલ એવો ભરીને લાવેલા ?
દાદાશ્રી : કચરો આ, અહીંના સંસ્કાર બધા. અમેરિકન સંસ્કાર બધા. આ આમને તો શું કરે, જે મીઠું બોલે, સારું બોલે, એ એમને ગમે.
પ્રશ્નકર્તા : ના, ના, એવું સાચું નથી. મને એવું અંદરથી ફીલીંગ નથી એવું.
દાદાશ્રી : ત્યારે કડવું ગમે છે તને ?
પ્રશ્નકર્તા : હું કડવું પી શકું છું અને પીશ, જો મારી ભૂલ દેખાય તો, કેમ નહીં ?
દાદાશ્રી : બળ્યું, તારી ભૂલ તને દેખાતી હશે કંઈ ? પ્રશ્નકર્તા : હા, મને દેખાય છે, ઘણીવાર દેખાય છે.
દાદાશ્રી : એ તો અમે મળ્યા પછી દેખાય છે, પહેલાં તો દેખાય કંઈ ?!
પ્રશ્નકર્તા: તેનાં પહેલાં પણ એટલે તમારી ચોપડી વાંચી હતી ને બધું ફીટ થયું.
દાદાશ્રી : ત્યારે તારી ભૂલ દેખાતી હોય તો બાપની ભૂલ નીકળે નહીં ને ?!
વહેલા પરણવામાં સેફસાઈડ; ફસાય તે કરે પછી સ્યુસાઈડ!
પ્રશ્નકર્તા : દીકરીઓને કેવી રીતે સલાહ આપવાની ? શું શિખામણ આપવાની ?
દાદાશ્રી : લગ્ન કર. લગ્ન અવશ્ય કરવાં જ જોઈએ. એને જો બ્રહ્મચર્ય પળાતું હોય તો જ લગ્ન નહીં કરવું એવું બોલવું જોઈએ, નહીં તો લગ્ન કરવું જ જોઈએ. લગ્ન નહીં કરેલા તે આજ પસ્તાયેલી છોકરી એ. પછી મોટી ઉંમરે આપઘાત કરવા પડે. માટે લગ્ન કરવું જોઈએ. કોઈ જગ્યાએ લગ્ન થાય તો સારી રીતે ડિસેન્ટ રહેવું જોઈએ, એવી બધી આપણે શિખામણ એને આપવી જોઈએ.
પ્રશ્નકર્તા : ક્યારે લગ્ન કરવા જોઈએ ? કેટલી ઉંમરે લગ્ન કરવું જોઈએ છોકરીઓને ?
દાદાશ્રી : પચ્ચીસની અંદર લગ્ન કરી લેવું જોઈએ !