________________
૪૯૬
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૪૯૭
પ્રશ્નકર્તા : ના. કપડાં પહેરીને.
દાદાશ્રી : તો પછી એનો વિવેક હોય ને માણસને ? આપણાં લોકોને ક્યાં મજા હોય, આપણે ‘ઇન્ડિયનો’ છીએ. આપણે ‘ઇન્ડિયન આફટર ઓલ’ ! આપણને મજા ક્યાં હોવી જોઈએ !
પ્રશ્નકર્તા : અમે અમેરિકન છોકરાઓ જોડેની પાર્ટીમાં હવે નથી જતાં. કારણ કે અમે એ પાર્ટીમાં જઈએ તો લોકો બધું પીવાનું ને બધું હોય, ખાવાનું હોય, એટલે અમે એ લોકોની પાર્ટીમાં નથી જતાં, પણ ‘ઇન્ડિયન” જે છોકરાઓ હોય એ લોકો પાર્ટી કરે તે એમાં જઈએ છીએ.
દાદાશ્રી : હં. પ્રશ્નકર્તા : અને બધાને, એકબીજાના મમ્મી-પપ્પા બધાને ઓળખે
લોકો એકદમ બૂમ પાડે.
દાદાશ્રી : તો એટલું બંધ કરી દઈએ આપણે. પ્રશ્નકર્તા : પણ બંધ નથી કરવું અમારે.
દાદાશ્રી : તો પછી બીજી જગ્યાએ લઢવાનું શરૂ કરી દો ! આ એક અહીં લઢવાનું બંધ રાખો.
પ્રશ્નકર્તા: ના સમજાયું અમને ?
દાદાશ્રી : તમે જે કરો છો, એમાં લઢવાનું બંધ રાખે, એટલે તને આનંદ થાય, પણ બીજી જગ્યાએ લઢવાનું રાખે.
પ્રશ્નકર્તા: અમે આ વધારે પડતું કરીએ છીએ ? એવું કહેવા માંગો છો આપ ?
દાદાશ્રી : ના, વધારે પડતું નહીં. પણ જે મા-બાપને ગમતું ના હોય એ કરાય જ નહીં.
પ્રશ્નકર્તા : પણ મા-બાપને કોઈ દિવસ એ ગમતું નથી. એકવાર પણ કોઈ દિવસ ગમતું નથી. આ વાત માટે.
દાદાશ્રી : કેમ કરીને ગમે પણ ?! પ્રશ્નકર્તા : પણ કેમ ? એનું કારણ શું છે એ સમજાવો ?
દાદાશ્રી : ના, પણ આ બીજી બધી બાબતમાં તમને છૂટ આપે તેનો દુરુપયોગ કરો છો ?!
પ્રશ્નકર્તા: કોલેજમાં અમે જઈએ, ત્યારે અમને બહુ ભણવાનું હોય અને અત્યારે અમારે ‘એન્જોય' (આનંદ) કરવું છે, અમારી સ્કૂલ લાઈફમાં.
દાદાશ્રી : શું ?
પ્રશ્નકર્તા : ભણવાનું ખરું, પણ થોડું અમને એન્જોય કરવું છે, મજા કરવી છે એમ.
દાદાશ્રી : કપડાં કાઢી નાખીને મજા કરો છો કે કપડાં પહેરીને ?
દાદાશ્રી : પણ આમાં શું ફાયદો મળે ? પ્રશ્નકર્તા : એન્જોયમેન્ટ-મજા આવે !
દાદાશ્રી : એન્જોયમેન્ટ !! એન્જોય તો ખાવામાં, બહુ એન્જોયમેન્ટ હોય. પણ એ ખાવામાં શું કરવું જોઈએ, એને કંટ્રોલ કરવો જોઈએ કે ભઈ, આટલું જ મળશે તને. પછી એ ધીમે ધીમે એન્જોય કરતો કરતો ખાય. આ તો છુટ આપે છે ને એટલે એન્જોય કરતાં નથી. કોઈ બીજી જગ્યાએ “એન્જોય’ ખોળે છે, એટલે ખાવાનો પહેલા કન્ટ્રોલ કરવો જોઈએ કે આટલું જ મળશે હવે, વધારે નહીં મળે.
પ્રશ્નકર્તા: અમારે એ લોકોને આવી ‘પાર્ટીઓમાં જવા દેવા ? આવી પાર્ટીઓમાં વરસમાં કેટલી વાર જવા દેવા અમારે ?
દાદાશ્રી : કોને ? પ્રશ્નકર્તા : છોકરાંઓને, છોકરીઓને ?
દાદાશ્રી : એવું છે ને, છોકરીઓએ એમના મા-બાપના કહેવા પ્રમાણે ચાલવું જોઈએ, આપણા અનુભવીઓની શોધખોળ છે કે છોકરીઓએ હંમેશાં એમના મા-બાપના કહેવા પ્રમાણે ચાલવું જોઈએ.