________________
૪૯૪
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૪૯૫
પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : ત્યારે ?
પ્રશ્નકર્તા: બધા ઈન્ડિયન્સ હોય અને બધા ઓળખીતાઓનાં છોકરાઓ બધા એકબીજાને ઓળખતા હોય.
દાદાશ્રી : હા, પણ ઓળખીતા જોડે ડાન્સ કરવામાં વાંધો નથી, પણ કોઈ છોકરો આપણા દીલને ચોંટી ના જવો જોઈએ. એ ચોંટી જાય તો પછી આપણે આખી રાત ચિંતા કરવી પડે અને પેલી કેટલા દહાડા સુધી ચિંતા. એવું દિલ ચોરી કરે એવાં છોકરા ના હોય તો જજો. આખું આપણું દિલ જ ચોરી જાય, મૂઆ. એમાં વાંધો નથી, તમારે ચોકસાઈ હોય તો ! નહીં તો તમને આખી રાત પછી હેરાન કરે. આખી જીંદગી ખલાસ કરી નાખશે. ચિત્ત ફ્રેકચર થઈ જાય, એટલે માણસ ફ્રેકચર થઈ જાય. મારી વાત સમજાય એવી છે ? એટલે જોખમ છે, જો એ ચિત્ત ચોરી ના જતો હોય આપણું, તો વાંધો નથી.
આ મારી જોડે તું બેસી રહું ને આખો દહાડો ય, કોઈ ના હોય ને એકલી બેસી રહું તો હું તારું ચિત્ત ચોરું નહીં. એટલે તારે વાંધો જ નહીંને ! એવું ચિત્ત ચોરી ના જતા હોય તો વાંધો નહી. તું સમજું ને? ચિત્ત ચોરાઈ જાય તો પછી મુશ્કેલીમાં મૂકાય માણસ !
એવું લાગે છે કે એમાં અમે આમાંનું કશું જ વધારે પડતું નથી કરતાં. અહીંના ‘અમેરિકન્સ કરે છે, એ હિસાબે અમે જોઈએ તો કંઈ કશું વધારે કરતાં નથી. પણ અમુક થોડું તો અમને પોતાને ગમે એમ, દર શનિવારે ડાન્સ કરવા ના જઈએ, પણ મહિનામાં એકવાર કે બે મહિને એકવાર જઈએ અમે. તો હવે અમને પ્રશ્ન થાય છે કે અમારે શું કરવું? જેથી કરીને મા-બાપને પણ દુઃખ ન થાય અને અમને પણ દુઃખ ના થાય અને ઘરમાં એકબીજાને મતભેદ ના થાય. અમને કોઈને દુ:ખી કરવાનું ગમતું નથી કે મા-બાપની આજ્ઞા પાળવી નથી, એવું ય નથી. પણ અમને પોતાને જે ખૂંચે છે આ, તેના માટે શું કરવું ? કે જેથી કરીને બધાનું સચવાઈ જાય.
દાદાશ્રી : એ શેમાં મા-બાપને ખૂંચે છે, કપડાં પહેરો છો તેમાં ખેંચે
છે ?!
પાર્ટી ને ડાન્સ મા-બાપને ન ગમે; મા-બાપની આજ્ઞામાં જ રહેજો તમે!
પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : તો ન્હાવા-ધોવામાં ખૂંચે છે ? પ્રશ્નકર્તા : ના, એવું નહીં. દાદાશ્રી : તો ખાવામાં ખૂંચે છે ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : શેમાં ખૂંચે છે પણ ? બ્રશ કરવામાં ?
પ્રશ્નકર્તા : અમે બધાં એક સ્કૂલમાં નથી ભણતાં, બધાં જુદી જુદી સ્કૂલમાં ભણીએ છીએ. તો કંઈ પાર્ટી હોય, એમાં અમે બધા જઈએ અને ત્યાં ભેગા થઈએ, અને પાર્ટીમાં અમે ડાન્સ કરીએ. તો એ એમને ખૂંચે છે. રાત્રે મોડા આવે તે ખૂંચે છે. બીજો કોઈ ‘પ્રોબ્લેમ નથી.
દાદાશ્રી : બ્રશ કરતી વખતે વઢતાં નથી ને ?! પ્રશ્નકર્તા : ના, એવું બધું નહીં. દાદાશ્રી : તો બીજામાં વઢે એમ ?! પ્રશ્નકર્તા : બીજે નથી વઢતાં પણ આટલી વાત આવે, ત્યારે એ
પ્રશ્નકર્તા : દાદા, અમારો પ્રશ્ન એ છે કે અમારે જીવનમાં કઈ વસ્તુઓને પ્રાયોરિટિ (પ્રાધાન્ય) આપવી ? હવે પહેલી પ્રાયોરિટિ તો બધા એગ્રી (સહમત) થયા કે અત્યારે એમને ભણવાનું છે એટલે ફર્સ્ટ એમને ભણવામાં ધ્યાન આપવાનું. પછી એ સિવાય બીજી નંબરનાં, એ લોકો કહે છે કે, હવે અમે બીજું શું કરીએ, અમને અમારા પોતાની જે કંઈક ઇચ્છા હોય, કંઈક “હોબી' (શાખ) હોય, કોઈને ‘ડાન્સ” ગમે, કોઈને રમત-ગમત ગમે, તો હવે એમાં કંઈ કરીએ, તો અમારા માબાપને એવું લાગે કે અમે આ બધું વધારે પડતું કરીએ છીએ અને અમને