________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
નહીં તો તમે લઈ શકો જ નહીં. એટલે એનો હિસાબ હોય તો જ એટ્રેક્શન થાય. કુદરતના હિસાબ વગર કોઈ પૈણી શકતો નથી. એટલે એટ્રેક્શન થવું જોઈએ.
४८०
છોકરાંઓને સમજ પાડો કે લગ્ન કરવાની રીત શું હોય ? તારે જઈને છોડીને જોવી ને આંખથી આકર્ષણ થાય એ આપણું લગ્ન નક્કી જ છે અને આકર્ષણ ના થાય તો આપણે બંધ રાખવું. કારણ કે આપણું ને એનું લગ્ન થવાનું હોય તો એટ્રેક્શન થાય. એ કાળી હોય તો ય એટ્રેક્શન થાય.
છોકરીતે ફેરવીતે જુએ છોકરાં; ઘોર અપમાન, સ્ત્રીતે માતે ફોતરાં!
પૈણવા જાય છે, તે પેલીને શું કહે છે ? આમ ફરો જોઈએ ! એ શું જોતો હશે ફેરવીને !?
પ્રશ્નકર્તા : એ બધા સપ્રમાણ છે, કેમ છે એ બધું જુએ. સૌંદર્ય જુએ એનું નીરખે પાછું.
દાદાશ્રી : સૌંદર્ય તો મોઢા ઉપર દેખાય, પણ બધું સપ્રમાણ છે કે નહીં ? પૂંઠ કેટલી જાડી છે ? એ બધું જુએ મૂઓ ફેરવીને. આ તો મશ્કરી જ છે ને, સ્ત્રીઓની મશ્કરી જ કહેવાય ને ?
પ્રશ્નકર્તા : મશ્કરી કહેવાય.
દાદાશ્રી : કેવડી મોટી મશ્કરી ! આ મશ્કરી કરવાનો જમાનો છે, તે સ્ત્રીઓની મશ્કરી થઈ રહી છે. આમ ફરો, તેમ ફરો.
અત્યારે તો છોકરાઓ છોકરીની પસંદગી કરતા પહેલાં બહુ ગૂંથે છે. ‘બહુ ઊંચી છે, બહુ નીચી છે, બહુ જાડી છે, બહુ પાતળી છે, જરા કાળી છે.' મેર ચક્કર, એક છોકરો આવું બોલતો હતો, તેને મેં તો ખખડાવ્યો. મેં કહ્યું ‘તારી મધર હઉ વહુ થતી હતી. તું કઈ જાતનો માણસ છે તે ?” સ્ત્રીઓનું આટલું બધું ઘોર અપમાન !
જો લોકો કહે કે તમને છૂટ છે જાવ, આ છોકરાને જે કહેવું હોય
મા-બાપ છોકરાંનો વ્યવહાર
કે
તે કહો, એ છોકરો કહે કે મને કહેવું હોય તે કહો, તો હું કહું કે મૂઆ ભેંસ છે તે આવું જોઉં છું ?! ભેંસને ચોગરદમથી જોવાની હોય.
૪૮૧
મૂઆ, શરમ નથી આવતી ? નંગોડો ! સ્ત્રીઓનું અપમાન કરે છે આ છોકરાઓ ! કેવી છોકરીઓ બિચારી !! પણ આમ ફરો, તેમ ફરો, કહેશે ! કઈ જાતના નંગોડો છો મૂઆ ?! પણ હવે અમારાથી કશું બોલાય નહીં ને ! અમે કંઈ રાજા છીએ, આ દુનિયાનાં માલિક છીએ ? માલિકી વગરનાં માલિક !! અને આજકાલ તો છોકરીઓ હઉ કહેતી થઈ ગઈ છે કે ‘જરા આમ ફરો તો ? તમે જરા કેવા દેખાવ છો ?’ જુઓ, આપણે આમ જોવાની ‘સિસ્ટમ’ કાઢી તો આ વેશ થયોને આપણો ? એના કરતાં ‘સિસ્ટમ’ જ ના પાડીએ તો શું ખોટું ? આ આપણે લફરું ઘાલ્યું તો આપણને એ લફરું વળગ્યું !
અને બાપાને પૂછને, કે તમે માને આવી રીતે તેડી લાવ્યા હતા ?! પણ આવું બોલાય નહીંને, અવિનયવાળું. એને કેવું દુ:ખ થાય.
આ તો ફાધરને કહેશે, મને દેખાડો કહેશે. અને જુએ તો કહેશે, આમ ફરો, તેમ ફરો. મૂઆ કંઈ ગાય-ભેંસ છે કે તું ફેરવ ફેરવ કરે છે ! જાડાઈ-પાતળાઈ જોઈ. અલ્યા, તું પાતળું લઈશ ને પછી જાડું થઈ જશે તો ?! વગર કામના ફેરવ ફેરવ કરે છે ! તે હું એને સમજણ પાડું છું કે પૈડી થશે ત્યારે કેવી દેખાશે એ તને કલ્પનામાં આવે છે ? તે વખતે કેવી દેખાવાની છે ? પછી ચીતરી ચઢશે. એના કરતાં જે હોય એ ભલે, કહીએ.
આ તો જેમ જેમ એના અંગ-બંગ ફેરફાર થતા જાયને તેમ એને કંટાળો આવે પણ કહેવાય નહીં ને સહેવાય નહીં. અને સ્ત્રી તરીકે છે ને, ધૈડપણ છે તો ય સ્ત્રી અને જુવાનીમાં ય સ્ત્રી, એવી રીતે કર્યું હોય તો શું ખોટું ભઈ ? જાણી જોઈને મુશ્કેલીમાં મૂકાય છે ને લોકો !
વાળશે બદલો સ્ત્રીઓ સ્વયંવરમાં; વારો આવશે એમતો ટૂંક સમયમાં!
એટલે આનો બદલો ક્યારે આપે છે સ્ત્રીઓ, એ જાણો છો ? આ મશ્કરી કરી તેનો ? એટલે પછી આનું ફળ શું મળે છે એ છોકરાઓને ?