________________
૪૭૮
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૪૩૯
- કબીર સાહેબને કેવી મળી ને લોકોને કેવી મળી ? જો જુદી જુદી જાતની મળે છે ને ! કબીર સાહેબે ધોળે દહાડે દીવા મંગાવ્યા, તે દીવા બહાર લઈને આવ્યા. એક મંગાવ્યા તો બે લઈને આવ્યા. આવી મળતી હોય તો પૈણવામાં વાંધો નથી કોઈને.
પ્રશ્નકર્તા : દહાડે તો શું પણ રાતે દીવો મંગાવીએ, તો ય કહે કે ભાળતાં નથી ? બેતાળાં આવ્યાં ? એવું કહે.
દાદાશ્રી : તેથી કબીર સાહેબે કહ્યું'તું, આવી મળે તો પૈણજે, નહીં તો પૈણીશ નહીં. પૈણવા જેવું નથી જગત.
પ્રશ્નકર્તા : હવે આ તો ગોળ હતો કે ચાખીને લઈ લઈએ ? આ તો કઈ ચખાય એવું છે ?
દાદાશ્રી : ના. એ તો બધાના હિસાબ ચૂકવાય છે. જેને જેવો જોઈએ ને, તે હિસાબ છે આ. આ હિસાબમાં ફરી પાછી ડખલ ના થાય ત્યાંથી જ ચોખ્ખું થઈ જાય. સમભાવે નિકાલ કરી નાખે, થઈ ગયું ચોખ્ખું.
ય ના કહે છે. તો આને શું જોઈતું હશે ?' મેં કહ્યું, ‘છોકરાને ખાનગીમાં કહો ને કે તારી મા આવી રીતે હોતો લાવ્યો.” પછી મેં એમને આશ્વાસન આપ્યું. હવે આ છોકરાઓને એ બિચારાનાં હાથમાં સત્તા નથી. એ ય બિચારા પરસત્તાથી બોલે છે.
પછી એક દહાડો છોકરો જ સામેથી કહે છે, મારે આઠ દહાડા રહ્યા. પપ્પા, હવે જો તમારે દેખાડવી હોય તો દેખાડી દો હવે નહીં તો પછી હું જતો રહીશ. ત્યારે એના ફાધર કહે છે, ‘ભઈ તું ના પાડે છે એટલે હું શું દેખાડું, હવે ?” પેલો છોકરો કહે છે, ‘તો ય એકાદ-બે દેખાડો.” એટલે પપ્પાએ કો'કને હા પાડી. ત્યારે પેલો શું કહે છે ? હું કો’કને ઘેર નહીં દેખાડું. ખરાબ દેખાય. હું તો આણંદના સ્ટેશન પર દેખાડીશ. ત્યાં આ છોકરાને તેડી લાવજો.
ત્યારે આમને ગરજ એટલે સ્ટેશન પર આવ્યા. કો'કને ઘેર જાય પણ નાપાસ કરે એટલે લોકોમાં ફજેત થાય ને. સારી છોકરીને પેલો નાપાસ કરે ! એની માને નથી જોતો, બ્લેકીશ છે તો ય ! તે પછી એ સ્ટેશન પર દેખાડી. તે છોકરો કહે છે, “બસ કરી નાખો. આ જ મારે પસંદ છે. અહીં કરી જ નાખોને, હવે !“અલ્યા મૂઆ આ તો સ્ટેશન છે. પ્લેટફોર્મ ઉપર અહીં થતું હશે ?” ત્યારે એ કહે, “ના. આ જ, અહીં જ જલ્દી મુકી દો.” ત્યારે પેલાં કહે છે, “ના થાય, એ તો મુહૂર્ત કાઢવું પડે અને આવું તે સ્ટેશન ઉપર ના થાય.’ તે પાછું એને સમજાવી કરીને બે દહાડા પછી ગોઠવી દીધું અને બહાર હોલ હતો ત્યાં લગ્ન કરી નાખ્યું. હવે આ તો ત્યાં ને ત્યાં સ્ટેશન ઉપર લગ્ન કરી નાખવાનું કહે, એ શી રીતે થાય ? એ થતું હશે ? પણ આવા ભાન વગરનાં બોલે !!
એટલે આ બધું શું છે ? તે બહુ જોવાની જરૂર નથી. યુવકયુવતીઓ જોવા જઈએ અને આકર્ષણ ના થાય તો બંધ રાખવું. બીજી ડીઝાઈન જોવાની જરૂર નથી. આકર્ષણ થાય છે કે નહીં એટલું જ જોવાનું.
પ્રશ્નકર્તા: કઈ જાતનું આકર્ષણ ?
દાદાશ્રી : આ આંખનું આકર્ષણ થાય નહીં એટ્રેક્શન થાય. તમે કોઈ વસ્તુ એવી લેવાના હોય બજારમાં, તો એ વસ્તુનું એટ્રેક્શન થાય
દેખતાં જ મહીંથી થાય આકર્ષણ; પસંદગીનું વૈજ્ઞાતિક આ ધોરણ!
પ્રશ્નકર્તા : યુવાન-યુવતીઓએ લગ્નજીવનમાં પ્રવેશતાં પહેલાં સ્ત્રી અગર પુરુષની પસંદગી કેવી રીતે કરવી ? અને શું કરવું ? શું જોવું ? ગુણો કેવી રીતે જોવા ? એની ચર્ચા કરો.
દાદાશ્રી : અહીં અમેરિકાથી ઇન્ડિયા બધા આવે છે, તે પેપરમાં પહેલું છપાવડાવે છે કે ગ્રીનકાર્ડવાળા આવ્યા છે. એની જાહેરાત આપે કે કયો માલ વેચવાનો છે તે. ગ્રીનકાર્ડવાળો માલ વેચવાનો છે. એટલે પેલી યુવતી જાણે કે આ માલ સારો આવ્યો છે, ત્યાં જઈને આપણે મઝા કરીશું. તે છોડીના બાપ દેખાડવા આવે વારાફરતી, પોટલાં ઊંચકી ઊંચકીને, પેલો છોકરો તો ના ને ના પાડે છે. અઠ્યાવીસ દહાડા માટે આવેલા હોય. તે પછી એક જણના ફાધર તો કંટાળી ગયા હતા. તે મને કહે છે કે, હું આવ્યો ત્યારથી બધે જો જો કરે છે લોકોનું, અને મને લોકોમાં ખોટો દેખાડે છે. કેવી રૂપાળી રૂપાળી છોકરીઓ દેખાડી છે. તો