________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
YOU
૪૧૦
મા-બાપ છોકરાંનો વ્યવહાર
કશું આપી શકે નહીં. ભગવાન પણ કશું આપી શકે નહીં. તો બાપ શું આપવાનો હતો તે !! જેને સંડાસ જવાની શક્તિ નથી એ !! વસ્તુ પદ્ધતિસર હોવી જોઈએ કે જેનો છેડો આવે. વાતનો છેડો આવવો જોઈએ ને !
પ્રશ્નકર્તા : વાતનો છેડો આવે, પણ અલૌકિક વાત અને લૌકિક વાત બે જુદી પડે છે. અલૌકિક વાત હોય તેનો લૌકિક અર્થ માણસ પોતાની રીતે કરે, એટલે એ વાતમાં એમ લાગે કે આ મતભેદ છે. પણ ખરેખર એ હોતાં નથી.
દાદાશ્રી : પણ મૂળ અર્થમાં જ એ ખોટી વાત છે. પછી તમારે બીજા અર્થમાં જે કરવું હોય તે કરજો.
પ્રશ્નકર્તા : એટલે જે ભાવ ચૂકવવાનાં હોય છે. ઋણાનુબંધ ચૂકવવાનાં હોય તે અપાઈને જતા રહે છે.
દાદાશ્રી : હા, એ અપાઈ જ જાય બધાં. એટલે મારે ત્યાં આગળ આ વિજ્ઞાન બધું ખુલ્લું કરવું પડયું કે અલ્યા, બાપનો તે શો દોષ છે ? તું ક્રોધી, તારો બાપ ક્રોધી, પણ આ તારો ભાઈ કેમ ઠંડો છે ! જો તારામાં તારા બાપનો ગુણ ઉત્પન્ન થયો હોય તો આ તારો ભાઈ ઠંડો કેમ છે ? એટલે આ નહીં સમજાવાથી લોક ઠોકાઠોક કરે છે અને જે ઉપર દેખાય એને સત્ય માને છે. વાત બહુ સમજવા જેવી છે. આ બહુ ઊંડી વાત છે. આ તો મેં કહી એટલી નથી. આ બહુ ઊડી વાત છે ! ભગવાન પણ આટલું ન આપી શકે. આ તો બધા હિસાબ જ લેવાય છે ને ચૂકવાય છે !
આત્મા કોઈનો છોકરો થાય નહીં ને આત્મા કોઈનો પિતા થાય નહીં. આત્મા કોઈની વાઈફ થાય નહીં કે આત્મા કોઈનો ધણી થાય નહીં. આ બધું ઋણાનુબંધ છે. કર્મના ઉદયથી ભેગું થયેલું છે. હવે લોકોને એ ભાસ્યું છે ને આપણને ય એ ભાસ્યું અને એ ભાસે છે એટલું જ. ખરી રીતે દેખાતું ય નથી. ખરી રીતે હોય ને તો કોઈ વઢે જ નહીં. આ તો ક્લાકમાં જ ભાંજગડ પડી જાય, મતભેદ પડી જાય તો વઢી પડે કે ના વઢી પડે ? ‘મારી, તારી’ કરે કે ના કરે પછી ?
પ્રશ્નકર્તા: કરે. દાદાશ્રી : માટે ભાસ્યમાન છે, એકઝેકટ નથી.
કળિયુગમાં આશા ના રાખશો. કળિયુગમાં આત્માનું કલ્યાણ થાય એવું કરો, નહીં તો આ વખત બહુ વિચિત્ર આવી રહ્યો છે, આગળ ઉપર ભયંકર વિચિત્ર આવી રહ્યો છે. હજુ હજારેક વર્ષ સારાં છે. પણ પછી બહુ આગળ ભયંકર આવવાના છે. પછી ક્યારે ઘાટમાં આવશે ? એટલે આપણે કંઈક આત્માનું કરી લો.
છોકરા-બૈરી કોઈ પોતાનું થાય નહીં. આ તો બધું થયું એટલું તે આપણા કર્મના હિસાબ પાંસરાં હોય તો થાય. નહીં તો પાંસરું ના હોય તો થાય નહીં. આપણા હિસાબે બધુ આ જગત ચાલ્યા કરે છે. આપણું જો પાંસરું તો બહાર પાંસરું ને આપણું વાંકું તો બહાર વાંકું. રસ્તામાં શૂળ ઊગેલી હોય આમ, બાવળીયાની શૂળ ઊગેલી હોય, સો માણસ આવ-જા કરે, પણ કોઈના બૂટ નીચે આવે નહીં. અને જોડા વગર નીકળે નહીં એવો માણસ હોય તો અમથો કહેશે, ‘હા, હું પહેરીને આવું.” એમ ને એમ ઊઘાડા પગે ગયો, ત્યાં સંજોગ એને ભેગું કરી આપે. વિંછીની જોડે ભેગો કરી આપે, શૂળની જોડે, કાંટા જોડે ભેગો કરી આપે, સાપ જોડે ભેગો કરી આપે.
પ્રશ્નકર્તા : આપણે જો આત્મજ્ઞાન તરફ વળીએ, આત્મદર્શન કરીએ તો પછી સામા છોકરાઓનાં મન ફરે નહીં ?
દાદાશ્રી : કશું ફરે નહીં. ફરવાનું હોય તો ફરે, નહીં તો રામ
છોડ માયાજાળ પરભવ સુધાર; સરવૈયું જો, ગતિ છ પગતી કે ચાર?
આત્માને છોકરા હોય નહીં, તે જુઓને છોકરાં પોતાનાં માની બેઠાં છે ને ! છોકરા સારાં હોય તો ઊલટું કહેશે, મારે ઘેર નહીં આવો તો ચાલશે. તો ય પણ આ કહેશે, ‘ના હું ત્યાં આવીશ. મારે મોક્ષને શું કરવું છે ? ઊતાવળ શું છે ?”