________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૪૦૫
χος
મા-બાપ છોકરાંનો વ્યવહાર
વેશ્યાને પેટે ય જ્ઞાની પાકેલા. એટલે આ લોક તો ઠોકાઠોક કરેલું છે બધું.
પ્રશ્નકર્તા : પણ વેશ્યાના છોકરાના રૂપરંગની વાત છે એ તો ખરું
ને ?
આ તો બધું ય પોતાના હિસાબથી જ હોય છે. ફક્ત આ મા-બાપ નિમિત્ત બને છે કે ભઈ આ મા-બાપ તરફનો છે. બાકી જે હિસાબ છે ને એ પોતાનો જ હોય છે. નહીં તો દરેક છોકરાનાં નાક સરખાં હોય. ડીઝાઈન સરખી હોય. પણ એવું કશું છે નહીં. આ તો બધું માનેલું છે કે માબાપના ગુણ છોકરામાં ઉતરે છે. બાકી વાત તદ્દન જુદી જ છે. આ વાત સમજવી હોય તો હું સાયન્ટિફિક રીતે સમજાવવા માગું છું. આ નહીં સમજાવાથી ઠોકાઠોક કરી નાખ્યું છે કે બાપાના ગુણ આવે છે. એટલે પછી બાપને શું કહે કે તમે ક્રોધી છો તેથી હું ક્રોધી થયો. અલ્યા તું ગયા અવતારે ક્રોધી હતો ને તારા બાપા ય ક્રોધી હતા. તે આ અવતારમાં બે ભેગા થયા છે. તે ફરી પાછો ક્રોધ આવે છે અને એવું જ જો હોય તો બીજો ભાઈ છે તે કેમ ક્રોધથી બોલતો ય નથી. કારણ કે બીજો ઓળખાણવાળો બોલતો ના હોય. આ તો જુદા જુદા ઓળખાણવાળા બધા ભેગા થઈ જાય છે. તે બીજા છોકરામાં બાપનો એક અક્ષરે ય ગુણ ના આવે.
પ્રશ્નકર્તા પણ એવું ખરું ને કે વડ છે એના બીજની અંદરથી વડા જ થશે, કારેલું નહીં થાય ?
દાદાશ્રી : એ તો આમ દેખાવમાં બાપના ગુણ આવે. પણ એ પોતે બીડી પીવે છે કે ગમે તે કરે, પણ એ પોતાના ગુણો બધું જ મહીં સ્વતંત્ર લઈને આવેલો છે. એ પરાવલંબી નથી. પોતાનું રૂપ, આકાર, બધું પોતાના સ્વતંત્ર ગુણો લઈને આવ્યો છે.
પ્રશ્નકર્તા : મનોવૈજ્ઞાનિક વાત બરોબર છે. પણ હું વાત કરું છું એ દેહની વાત કરું છું.
દાદાશ્રી : એ દેહે ય પોતાનો જ લઈને આવેલો છે. કશું પારકું નથી. નહીં તો બાપ ચઢી બેસે કે મારે લીધે, મારું નાક સારું છે તેથી તારું નાક સારું છે ! પણ એવું કશું લેવાદેવા નથી. કિંચિત્માત્ર લેવાદેવા નથી. એને ત્યાં જાય છે તે ઋણાનુબંધને આધારે ગર્ભમાં જાય છે અને બધું એના સ્વતંત્ર ગુણો જ છે. આ અમે જ્ઞાનથી જોઈને બોલીએ છીએ. અત્યાર સુધી બધાએ ઠોકાઠોક કર્યું કે બાપના ગુણ છોકરામાં આવ્યા. પણ એવું નથી. આ તો બાપ ચોર હતો તે એના છોકરા જ્ઞાની પાકેલા,
દાદાશ્રી : રૂપરંગે ય જો પોતાનું સ્વતંત્ર લઈને આવેલો છે, બધી જ ચીજ પોતે સ્વતંત્ર લઈને આવે છે.
પ્રશ્નકર્તા : પણ રૂપરંગમાં તો ઘણાં દાખલા એવા છે કે એ માબાપને છોકરાં મળતાં આવે.
દાદાશ્રી : ના, એ તો દેખાય. અને મળતું તો બધું આવે છે. મળતું આવે એનો સવાલ નથી, પણ એ સાયન્ટિફિક વાત નથી. તમારા આમ દેખાવમાં મળતું આવે. પણ એ ગુણાકાર માંડો એનો અર્થ નથી, મીનીંગલેસ વાત છે, એ સાયન્ટિફિક નથી. જો એ બાપનો જરાક ગુણ ઉતરતો હોય તો તો બાપ રોફ મારે કે “મારે લીધે... હું ગોરો છું તેથી તું ગોરો છે.” ત્યારે પેલો ભાઈ કહેશે, ‘આ મારો બીજો ભઈ કાળો કેમ ? મારી મા ગોરી છે, તમે ગોરા છો, પણ મારો ભાઈ કાળો કેમ ? એ હિસાબ કાઢી આપો.' એટલે વસ્તુસ્થિતિમાં પોતાનું સ્વતંત્ર લઈને આવે છે.
પ્રશ્નકર્તા : એ સ્વતંત્રપણામાં પણ મા-બાપનો થોડો ભાગ છે ?
દાદાશ્રી : ના, જરા ય નહીં. મા-બાપ નિમિત્ત માત્ર છે. આ તો ઋણાનુબંધ છે તે એના નિમિત્તે બાપ એનો હિસાબ ચૂકવે છે, આ બાપ તરીકે ભાવ ચૂકવે છે, પેલો છોકરા તરીકે ભાવ ચૂકવે છે. એ ભાવ ચૂકવવા માટેનું છે આ બધું. બાકી પોતપોતાનું સ્વતંત્ર છે બધું. જીવ માત્ર સ્વતંત્ર જ છે.
પ્રશ્નકર્તા: પણ આ વિજ્ઞાન એટલું બધું હમ્બગ નથી. આ વિજ્ઞાન તો એક અવલોકનનું કારણ છે.
દાદાશ્રી : આ વિજ્ઞાન તો આંખે દેખ્યું એને કહે છે. પણ આ વસ્તુ આંખે દેખેલ નથી. આ તો સાયન્ટિફિક વાત કરું છું. આંખે દેખેલું તો કહે છે કે બાપ આવો ગોરો હતો, તેમાં આ ગોરો થયો. તો આ બીજો ભાઈ કાળો કેમ થયો ? એ બન્ને વિરોધાભાસ ના આવે એનું નામ વિજ્ઞાન કહેવાય. વિજ્ઞાન તો ક્યારે ય પણ વિરોધાભાસ ઉત્પન્ન ના થાય