________________
૪૦૪
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૪૦૩ કહીએ ત્યારે લોક, પાડોશી કહે, મૂઆ છોકરો તમારો છે ને આવું કેમ કરો છો ? એટલે આપણે કહીએ કે મારો જ છોકરો છે આ તો. વ્યવહારમાં હા કહેવું પડે ને. ગાંડો-ઘેલો તો ય પેસવા ના દઈએ તો લોક આવીને વળગે કે છોકરાને કંઈ બહાર રખડવા દેવાતો હશે, ઘરમાં રાખો એને.
એટલે એવું દેખાય છે. આ તો મા ને બાપ બેઉ ઊંચા હોય અને છોકરા ઠીંગણા હોય, આ તો વિરોધાભાસ છે.
પ્રશ્નકર્તા : આ જે જન્મ લેનાર છે એ એના કર્મોથી જન્મ લે છે
ને ?
છોરાં મા-બાપ ચૂકવે ઋણાનુબંધ; ત કો' આપે કે લે, સહુ લાવેલા પ્રબંધ!
પ્રશ્નકર્તા : એક જનરલ વાત કહે છે ને કે આ બધા કુટુંબો હોય છે ને, તે એક વંશ પરંપરા ભેગા થાય છે.
દાદાશ્રી : હા, એ તો બધા આપણા ઓળખાણવાળા જ. આપણું જ સર્કલ બધું જોડે રહેવાનું. સરખા ગુણવાળું છે, એટલે ત્યાં આગળ રાગ-દ્વેષને લઈને જન્મ થાય છે અને તે ભાવો ચૂકવવા માટે ભેગા થાય છે. બાકી આંખે આવું દેખાય છે એ ભ્રાંતિથી છે અને જ્ઞાનથી તેવું નથી.
પ્રશ્નકર્તા : આપે જેમ કહ્યું કે દરેક જીવ સ્વતંત્ર છે.
દાદાશ્રી સ્વતંત્ર એટલે એટલું બધું સ્વતંત્ર છે કે આટલું ય કોઈ કોઈને આપી શકે એમ નથી. લોક તો બધા જેવું આંખે દેખાય એવું બોલે છે. બુદ્ધિથી સમજાય એવું બોલે છે. પણ આ સમજ પડે એવી વસ્તુ નથી.
પ્રશ્નકર્તા : અમુક વખતે સમજણ ન હોવાથી કહે ય ખરાં, તમે ક્રોધી છો માટે હું ક્રોધી થયો છું.
દાદાશ્રી : હા, એવું ય કહે ને બાપને મૂરખ બનાવે. પ્રશ્નકર્તા : એ મૂરખ બનાવે છે ?
દાદાશ્રી : મૂરખ જ બનાવે છે ને ! તમે ક્રોધી એટલે હું ક્રોધી એવું બાપને કહે એટલે ગુનેગાર તમે, હું ગુનેગાર નહીં, થયું ને ! એટલે બાપ મૂરખ ના બન્યો ? આ તો જો ડાહ્યા હોત તો હું ડાહ્યો હોત, કહે છે ! બાકી એક આટલો ય ગુણધર્મ અપાય એવું નથી. ત્યારે આ તો કહેશે, રૂપરંગ તો એના બાપનું જ. અલ્યા હોય એવું, આ તો એડજસ્ટમેન્ટ છે
દાદાશ્રી : બસ. એ ગોરો છે કે કાળો છે કે ઠીંગણો છે કે ઊંચો છે, એ એનાં કર્મથી છે. ત્યારે આ તો લોકોએ એડજસ્ટમેન્ટ લીધું, આ આંખે દેખેલું કે આ નાક તો એકઝેક્ટ સરખું જ દેખાય છે, એટલે બાપના જ ગુણ છોકરામાં ઊતર્યા છે, કહેશે ! તો બાપ કૃષ્ણ ભગવાન થઈ ગયા, એટલે છોકરો કૃષ્ણ ભગવાન થઈ ગયો દુનિયામાં ? આવાં તો કરોડો કૃષ્ણ ભગવાન થઈ ગયા. બધા પ્રગટ પુરુષ કૃષ્ણ ભગવાને જ કહેવાય. પણ એકે ય છોકરો કૃષ્ણ ભગવાન થયો ? એટલે આ તો સમજણ વગરની વાત છે !!
જો બાપના ગુણ છોકરામાં આવતા હોય, તો તો બધાં છોકરામાં સરખા આવે. આ તો બાપને જે પૂર્વભવે ઓળખાણવાળા છે, એના ગુણ મળતા આવતા હોય, તમારા ઓળખાણવાળા બધા કેવા હોય ? તમારી બુદ્ધિને મળતા આવતા હોય, તમારા આશયને મળતા આવતા હોય. તો તમને મળતા આવતા હોય, તે આ ભવમાં પાછા છોકરા થાય. એટલે એનો ગુણ તમને મળતા આવતા હોય, પણ ખરેખર એ તો એના પોતાના જ ગુણો ધારણ કરે છે. સાયન્ટિસ્ટોને એમ લાગે છે કે આ પરમાણુમાંથી આવે છે. પણ એ તો એનાં પોતાનાં જ ગુણો ધારણ કરે છે. પછી કોઈ નઠારો, નાલાયક હોય તો દારૂડિયો ય નીકળે. કારણ કે જેવા જેવા સંજોગ એણે ભેગા કર્યા છે, એવું જ ત્યાં આગળ બને છે, કોઈ જીવને વારસાઈમાં કશું અક્ષરે ય ના મળે. એટલે વારસાઈ એ તો એક દેખાવ માત્ર છે. બાકી પૂર્વભવે જે એનાં ઓળખાણવાળા હતા તે જ આવ્યા છે.
પ્રશ્નકર્તા : પણ આ જે સ્થૂળ ગુણો છે ને, દેહનો આકાર, એ બધું થોડું ઘણું મળતું આવતું હોય ને ?
દાદાશ્રી : દેહનો આકાર-બાકાર બધું એ લઈને આવેલો હોય છે.