________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૩૯૯
મા-બાપ છોકરાંનો વ્યવહાર
લેવાદેવા છે ત્યાં સુધી અહીં સંસારમાં આવવાનું છે. ભગવાન મહાવીરે કહ્યું ને કે મારે કોઈની જોડે લેવાદેવા નથી. હું તો વીતરાગ છું, એ કોઈની ઉપર મને રાગે ય નથી ને દ્વેષ હોય નહીં. મારનાર ઉપર દ્વેષ નથી અને ફૂલો ચઢાવનાર ઉપર મને રાગ નથી. એટલે આ રાગ-દ્વેષથી ઊભી થયેલી વસ્તુ છે. એટલે આ ઋણાનુબંધ છે. આપણી માલિકીની કોઈ વસ્તુ છે નહીં. માની બેઠેલા છીએ એટલું.
ફેર કેરી કેરીએ, પાંદડે ડાળે ડાળે; સ્પેસ ફેરે થયો ફેર, ભાવ દ્રવ્ય કાળ!
દાદાશ્રી : એ કંઈ મા-બાપનો મસાલો નથી એ. એ પોતાનો મસાલો દેખાડે છે. મા-બાપ છે તે ક્રોધી હોય અને છોકરા એક ક્રોધી હોય અને એક એવો ઠંડો હોય, ખરેખરો ઠંડો હોય. એટલે મા-બાપને અને છોકરાને કશું લેવાદેવા નથી. ફક્ત દેહના પરમાણુ એના જેવા સરખા દેખાય, પણ પરમાણુ મા-બાપનાં નથી. કારણ કે આ શું છે કે તમારું સર્કલ જે છે, એ તમને ફીટ થતું હોય જે સર્કલ, એ જ સર્કલમાંથી જ તમારે ત્યાં આવે છે છોકરા તરીકે, જો તમને અમુક પરમાણુ ગુણ મલતા હોય તો જ ભેગા થાય. એમાં એક ઓછી બુદ્ધિવાળો, એ તમને આઈસ્ક્રીમ ખવડાવતો હોય તો ના થાય ભઈબંધી ?! કો'ક દહાડો આઈસ્ક્રીમ ખવડાવતો હોય ને ખુશ કરતો હોય, તો ભઈબંધી થાય કે ના થાય ? રાગ થયો. એટલે એમાં બીજું કશું નહીં આપણે તો. ઋણાનુબંધ છે આપણે, બીજું કશું નથી.
પ્રશ્નકર્તા : એટલે પૂર્વજન્મનું કારણ છે.
દાદાશ્રી : પૂર્વજન્મનું ઋણાનુબંધ જ છે. બીજું કશું નહીં. માબાપને ને છોકરાને કંઈ પણ લેવાદેવા નથી. ફક્ત હિસાબ ચૂકવવાની જ લેવાદેવા છે. ખાલી હિસાબ જ ચૂકવવાનો. કે આ આટલું દુઃખ આપશે કે આ આટલું સુખ આપશે. બેમાંથી એક આપશે, ત્રીજી કોઈ વસ્તુ હોતી નથી.
પ્રશ્નકર્તા : પણ દાદા, બાયોલોજીકલમાં એવું છે ને કે મા-બાપને ડાયાબિટીસ હોય, તો છોકરાને ય ડાયાબિટીસ થાય.
દાદાશ્રી : એ તો એટલે આપણી જોડે બેઠેલા હોય ને ! તમને પણ એવા ગુણો હોય તો જ ભેગા થાય છે. એટલે બધું આમાં કશું લેવાદેવા નથી. બધું તમારો જ આ રાગ જ્યાં ચોંટ્યો હોય ને, ત્યાં પછી રાગના હિસાબે આવે. અગર દ્વેષ ચોંટયો હોય, ના ગમતો હોય તે તમારે ત્યાં આવે કે બહુ ગમતો હોય તે આવે અને લેવાદેવાનું ના હોય તો તમારે ત્યાં કોઈ આવે નહીં.
એટલે આ મહાવીર ભગવાન શું કહે છે, “મારે કોઈની જોડે હવે લેવાદેવા નથી. ત્યારે કહે, ‘તમારે અહીં નહીં આવવાનું હવે. જ્યાં સુધી
પ્રશ્નકર્તા : આપણે આ વનસ્પતિમાં પણ જીવ છે એવું કહે છે, હવે આ આંબો હોય, આંબાને જેટલી કેરીઓ હોય, તે બધી કેરીઓનો સ્વાદ એક જ જાતનો હોય, જ્યારે આ મનુષ્યમાં પાંચ છોકરા હોય તો પાંચે ય છોકરાના જુદાં જુદાં વિચાર-વાણી-વર્તન એવું કેમ ?
દાદાશ્રી : કેરીઓમાં ય જુદું જુદું હોય, તમારે એટલી બધી સૂક્ષ્મતા નહીં, તમારી સમજવાની શક્તિ નહીં. બાકી બધી દરેક કેરીમાં જુદો જુદો સ્વાદ, દરેક પાંદડામાં ય ફેરફાર. એક જ જાતના દેખાય, એક જ જાતની સુગંધ હોય પણ ફેરફાર કંઈ ને કંઈ. કારણ કે આ દુનિયાનો નિયમ એવો છે કે સ્પેસ બદલાય એટલે ફેરફાર થાય. સ્પેસ બદલી એટલે ફેરફાર હોય જ ! તમને સમજ પડીને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : આપણા મનુષ્યો છે ને, તે બધાનો ફેરફાર તમને દેખાય, પણ ગાયો-ભેંસોને ના દેખાય. ગાયોને એક જાતના માણસો દેખાય બધા એવી રીતે આપણને આ પાંદડા-બાંદડામાં, કેરી-બેરીમાં ફેરફાર ના દેખાય. દરેક સ્પેસ જેવી બદલાય, એ બધું જ ફેરફાર હોય. આ સ્પેસ જુદી, આ સ્પેસ જુદી. આ સાયન્સનો નિયમ, કાળ બદલાય તો ય ફેરફાર થાય. અત્યાર રોટલી પહેલી બનાવીએ, એ રોટલીનો સ્વાદ જુદો અને બીજી રોટલીનો સ્વાદ જુદો. લાગે એક જ જાતનું ! આપણને તો એટલી બધી સૂક્ષ્મતા નહીં ને, પરીક્ષા નહીં એટલી બધી. બનાવનાર એક જ જણ