________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૩૯૭
૩૯૮
મા-બાપ છોકરાંનો વ્યવહાર
હતો ! આનાં જન્મતાં પહેલા મારા જે વિચાર હતા ને તે પ્રમાણે પાક્યો, હિન્દુને ત્યાં મુસ્લિમ જેવો શી રીતે પાકે ? પોતાનો જ હિસાબ !
પૂછો, બીજું બધું પૂછો, કંઈ ગૂંચી જેટલી હોય એટલી ગૂંચો પૂછો બધી. આ ગૂંચ કાઢવાનું સ્થાન છે. ગૂંચો નીકળે તો મોક્ષે જવાય. નહીં તો મોક્ષે જવાય નહીં. ગૂંચાયેલો માણસ શું મોક્ષે જાય ? અહીં ગૂંચવાયેલો માણસ સંસારમાં રહેતા ના આવડે તો ?! કોને ત્યાં છોકરા ખરાબ પાક્યા છે ? તારા પાડોશીને ત્યાં ?
પ્રશ્નકર્તા : આ જનરલ વાત કરી મેં તો ફકત !
દાદાશ્રી : હા. અને છોકરા ખરાબ પાકે ! અને કેટલાક છોકરા મા-બાપની સેવા કરે છે, એવી સેવા કરે, ખાધા-પીધા વગરે ય સેવા કરે છે. તેમને માટે એવું નથી. બધો આપણો જ હિસાબ છે. આપણા વાંકથી ભેગું થયું આપણને. આ કળિયુગમાં શું કરવા આપણે આવ્યા ? સત્યુગ ન્હોતો ?! સયુગમાં બધા પાંસરા હતા. કળિયુગમાં બધા વાંકા મળી આવે. છોકરો સારો ત્યારે વેવાઈ રાશી મલે, તે વઢવઢા કરે. વહુ રાશી મલે તે વઢવઢા કરે. કો'કનું કો'ક રાશી મલે અને આ ઘરમાં ચાલ્યા જ કરે સ્ટવ, વઢવાડનો સ્ટવ સળગ્યા જ કરે.
આવ્યો છે ને તો એ સારા નીકળ્યા !
પ્રશ્નકર્તા ઃ એટલે દરેક પોતપોતાના પૂર્વજન્મનું લઈને આવે તે પ્રમાણે ચાલે.
દાદાશ્રી : એમાં કશું મા-બાપનું કશું ય છે નહીં. પણ મા-બાપનું તો આ છે, સરખા પરમાણુ એકલા છે. બાકી બધુ આપણું, સ્વભાવ હતું આપણો. લોક કહે છે ને, એનો બાપ ક્રોધી છે. એટલે એ ક્રોધી નીકળ્યો. ત્યારે મેં કહ્યું, આ બીજો છોકરો કેવો છે ?! જરા ય ક્રોધ નહીં, એનું શું કારણ ? ‘ત્યારે એ નહીં જાણું પાછું.” મૂઆ એ જાણ. આ બધા પોતાના સ્વભાવથી જ જીવે છે લોકો. મા-બાપ તો નિમિત્ત છે ફક્ત. એને ફક્ત એ પરમાણુ મળી જાય એને. તે મળતો સ્વભાવ છે માટે આ ત્યાં જન્મ્યો. કંઈક મળતાવશ આવતી હોય ફાધર જોડે, તો તમે એમને ત્યાં જન્મ લ્યો.
પ્રશ્નકર્તા : બરાબર.
દાદાશ્રી : તમારે સંત પુરુષ જોડે મળતાવશ આવતી હશે કંઈ ! તો જ જન્મ લ્યો તમે, નહીં તો એમ ને એમ જન્મ શી રીતે માણસ લે?
પ્રશ્નકર્તા : ખરી વાત.
દાદાશ્રી : પછી પૈણ્યા, તમને એમની જોડે મળતાવશ આવતી હતી તો જ પૈણે ને, નહીં તો પૈણે શી રીતે ?! પછી મારી જોડે તમને મળતાવશ આવે ?
પ્રશ્નકર્તા : એ બહુ આવે. દાદાશ્રી : બીજા બધાં કરતાં દાદા જોડે વધારે આવે ? પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : હા. એટલે મળતાવશ આવે તો જ એ બધું ભેગું થાય. એટલે પહેલાંનો હિસાબ છે આ.
પ્રશ્નકર્તા મા-બાપને બે બાળકો હોય, એમાં ઘણી વખત એવું બને છે કે એક બાળક મંદબુદ્ધિ હોય અને એક બહુ ચતુર હોય છે, એનું કારણ શું? એક જ મા-બાપનાં બાળકો અને બન્નેમાં આ જાતનું કેમ હોય ?
મળતાં પરમાણુઓ, જોડે જન્માવે; ત્યાં જ ગોઠે તે વસુલ કરાવે!
પ્રશ્નકર્તા : એક ફાધર હોય અને એને ચાર છોકરા હોય. ફાધર બધાને એક સરખી ટ્રીટમેન્ટ આપે છે, ભણવા માટે. ખાવા-પીવામાં બધામાં. હવે એમાં એક કે બે છોકરા વધતા-ઓછાં સારા નીકળ્યા. તો એ જે છોકરાઓ છે તે પોતાના પૂર્વભવના સંસ્કારને લીધે એમાં ફેરફાર લાગે કે મા-બાપોની કેળવણીથી લાગે.
દાદાશ્રી : મા-બાપને કશું ય લેવા-દેવા નહીં. મા-બાપ તો બધાને ખાતર નાખે કરે ને બધું. પણ એને કઈ જગ્યા મલી, કેવી જમીન મલી. ખારામાં ઊગી છે, પાણી ભરાઈ રહે એવી જગ્યામાં ઊભું છે કે ટેકરા ઉપર ઊભી છે, ખાતરવાળી જગ્યા છે કે નહીં ! એ પૂર્વજન્મનું બધું લઈને