________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૩૯૧
કર્મના હિસાબે તો એ આપણી પાસે ને પાસે હોય છે. એ દૂર જાય પણ નહીં. નોકર રાખ્યો હોય ને તો આખી જિંદગી એનો એ જ હોય અને બિલાડી પાળેલી હોય ને વીસ વરસ રહી હોય, તો વીસ વરસ સુધી એના કર્મનો હિસાબ આપણી જોડે જ હોય. એની જોડે સગાવહાલા કરતાં ય વધારે હોય છે. એટલે આ તો બધું કર્મના હિસાબે બધું ભેગું થાય છે.
પ્રશ્નકર્તા : એટલે સાધારણ રીતે આ કુટુંબીજનોનું લેણું-દેણું પૂરું ના થાય ત્યાં સુધી આપણી જોડે જ જન્મ્યા કરે ને ?
દાદાશ્રી : હા. બસ એનું એ જ બધું. જ્યાં સુધી લેણું-દેણું પૂરું થાય નહીં, ત્યાં સુધી જોડે જ ફર્યા કરવાનું. લેણું અધૂરું મૂકતો ગયો હોય તો પાછો આવશે. અને નવા લેણાં ઊભાં કર્યા હોય તો એ પછી નવું વધતું જાય.
૩૯૨
મા-બાપ છોકરાંનો વ્યવહાર દાદાશ્રી : હા, બધું બની શકે. પોતે પોતાનો છોકરો પણ થાય !!! એવું આ પ્રકૃતિનો ત્યાં સુધી સાંધો મળે એવો છે !!! “ચંદુલાલ’ને ‘મગનલાલ'નો આત્મા એકનો એક જ હોય એવો સાંધો ય મળી જાય! બને જ છે, એવું બનેલું ય છે ! ઘણાં વખત બનેલું છે. આ જગત તો બહુ વિચિત્રતાને પામેલું છે. ૮૩ વર્ષનો થઈને પછી પાછો અહીં આવે ! કેટલાય છોકરાના છોકરા ને તેનાં છોકરાં મૂકીને આવે !!
આ ભવે બાંધેલું કરે કેરી ઓત; માટે ચેત, ત લે તેવી લોતા!
પોતે પોતાનો દીકરો (!) થાય; કર્મની ગતિ ગજબ ગણાય!
પ્રશ્નકર્તા : એટલે એકનાં એક કુટુંબમાં જન્મે એવું બને !
દાદાશ્રી : ના, એવું કંઈ ખાસ નથી. કો'ક ફેરો જ એવું બને અને તો બે-ચાર વખત જ બને, વધારે તો ના બને. કારણ કે હંમેશાં ય મરણ થાય, એટલે લેણું તો પૂરું થઈ જ જાય છે. અગર તો દેણું હોય તો દેણું પૂરું થઈ જાય. પણ નવું લેણું એણે ઊભું ના કર્યું હોય તો અહીં ના આવે. નવું લેણું બીજી જગ્યાએ કર્યું હોય તો બીજે જાય. એટલે એક જન્મમાં જ બધાની જોડે લેણું-દેણું પૂરું થઈ જાય છે. તેથી આપણે આ જ્ઞાન આપીએ છીએ અને કહીએ છીએ કે ફરી લેણું-દેણું ના કરશો, કર્મ ના બાંધશો એટલે તમે છૂટાં અને હિસાબો તો એની મેળે બધાં ચૂકતે થઈ જ જવાના, છૂટકો જ નહીંને ! જીવતાં જ દુઃખ આપે. તે રૂબરૂમાં દુ:ખ નહીં આપે તો સ્વપ્નમાં પણ દુઃખ આપીને જશે. સ્વપ્નમાં દુઃખ આપે કે ના આપે ? એટલે સ્વપ્નાનું દુઃખ ભોગવવું પડે, પણ હિસાબ ચૂકતે થઈ જ જાય.
પ્રશ્નકર્તા : દાદો પોતાના ઘેર જ જન્મે એવું બની શકે ખરું ?
ખરી રીતે આ છોકરા ને ફાધરનો સંબંધ છે જ નહીં. આ તો આપણે કર્મથી માની લીધું છે.
પ્રશ્નકર્તા: આપણે આ ભવના જે કર્મો કર્યા હોય, પુણ્ય કે પાપનાં, તે અહીંયા જ સરભર થઈ જાય કે પછી એ જમા-ઉધાર આપણે આગલા ભવમાં કેરી ઓન કરવાં પડે ?
દાદાશ્રી : આગલા ભવનું તૈયાર એ બધું લઈને ગયો હોય, નહીં તો આવતા ભવમાં શું કરે ? પછી મા-બાપ કંઈથી લાવે ! એટલે કંઈ સારા કર્મ કર્યા હોય, એટલે પુણ્ય પ્રાપ્ત કર્યું હોય તો મા-બાપ સારા મળી આવે. પાપ કર્યું હોય તો રાક્ષસ જેવો બાપ અને મા એવી મળે. ત્યાંથી જ શરૂઆત થઈ એનું પુણ્ય અને પાપ વપરાવાનું. એટલે ગર્ભમાં એ પ્રમાણે દુઃખ-સુખ રહ્યા કરે. એ બધાં આપણાં આ કરેલાં કર્મનું ફળ બધું ય. આખી જીંદગીનું એવું છે. ગયા અવતારમાં કર્મ કરેલા તે અત્યારે ભોગવો છો બધું. સ્કૂલમાં કેમ આવડતું નથી ? કારણ કે એણે કર્મો ખોટાં કરેલા.
સરખું સીંચત છતાં ભિન્ન પ્રકૃતિ ; બીજ પ્રમાણે ફળ એ છે કુદરતી !
પ્રશ્નકર્તા: એક બાપને ત્રણ છોકરાં હોય, એક છોકરો ચાકરી કરે અને બીજા બે છોકરા લેફટ-રાઈટ લે, એનું શું કારણ ?