________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૨૪૯
હોય અને એ ધંધામાં હોય. તેથી ગાડું સારું ચાલે છે ને ! નહિ તો મરી જાય મૂઆ. માટે શંકા જ્યાંથી ઉત્પન્ન થાય ગમે તેવી કોઈ પણ પ્રકારની શંકા ઉત્પન્ન થાય, ત્યાંથી તે બીજમાંથી કાઢીને ફેંકી દેવી. શંકાથી કશું વળશે નહીં અને એ શંકા તમને મારી નાખશે તે જુદી !
છોડી નાસી ગઈ પરમાતમાં; સ્વીકારી લે નહિ તો આપઘાતમાં !
(૧૦) શંકાતાં શૂળ!
છોડી પર શંકા, મારી નાખે જાતને; શંકા પડતાં જ મૂળથી કાઢતે !
શંકાથી આખું જગત સપડાયું છે. હું તો એટલું કહી દઉં. જે વ્યવસ્થિત છે એને કોઈ ફેરવી શકવાનું નથી. એક ભઈ એની છોકરી સંબંધી વાત કરતા'તા. તે મને કહે છે, “આ બીજી નાતનો છોકરો મારી છોકરી જોડે ફરે છે ને એ બધું, મને રાતે ઊંઘ નથી આવતી.” મેં કહ્યું, ‘કેમ નથી આવતી ?” ના ઊંધું તેથી કંઈ આ છૂટી જશે ?
પ્રશ્નકર્તા : ના છૂટે.
દાદાશ્રી : મેં કહ્યું, ‘આ શંકા કાઢી નાખ.” કારણ કે ચાર છોડીઓનો બાપ હોય અને તે પાછો બ્રિલિયન્ટ હોય, જાગ્રત હોય. એટલે ફર્સ્ટ યરમાં આવી છોકરી, ત્યાંથી દેખરેખ રાખ્યા કરે એની દ્રષ્ટિ, ‘કોની જોડે ફરતી હશે ? શું કરતી હશે ? ક્યાં ગઈ હશે ?” ચારનું જોવા જાય તો શું રહે એની પાસે ? એ તો સારું છે, આ પબ્લિક મોહી છે ને, તે ભાન જ ભૂલી જાય. બેબીઓ ગઈ હોય કોલેજમાં અને એ ભૂલી ગયો
એક માણસ મારી પાસે આવતો. તે એને એક છોડી હતી. તેને મેં પહેલેથી જ સમજાવ્યું હતું કે આ તો કળિયુગ છે, એમાં કળિયુગની અસર છોડીને ય થાય. માટે ચેતતો રહેજે. તે એ માણસ સમજી ગયો અને જ્યારે એની છોડી બીજા જોડે નાસી ગઈ. ત્યારે એ માણસે મને યાદ કર્યો. ને મારી પાસે આવ્યો ને કહેવા લાગ્યો. ‘તમે કહી હતી તે વાત સાચી. જો તમે મને આવી વાત ના જણાવી હોત તો મારે ઝેર પીવું પડત.” આવું છે આ જગત પોલંપોલ. જે થાય તે સ્વીકાર્ય કરી લેવું પડે. એમાં તે કંઈ ઝેર પીવાય ? ના મૂઆ ! એ તો તું ગાંડો ગણાઈશ. આ તો કપડાં ઢાંકીને આબરૂ રાખે છે અને કહે છે કે અમે ખાનદાન !
એક ભાઈ મને કહે, ‘મારી છોડીઓ તો બહુ ડાહી.” મેં કહ્યું, ‘હા, સરસ.' પછી એ ભાઈ બીજી છોડીઓની ટીકા કરવા માંડ્યા. ત્યારે મેં તેમને કહ્યું, ‘ટીકા શું કરવા કરો છો લોકોની ? તમે લોકોની ટીકા કરશો તો તમારી હઉ લોકો ટીકા કરશે !” ત્યારે એ કહે છે, “મારામાં ટીકા કરવા જેવું છે શું ?” ત્યારે મેં કહ્યું, ‘દેખાડું, ચૂપ રહેજો.” પછી છોડીઓની ચોપડીઓ લાવીને દેખાડ્યું બધું. જુઓ આ, કહ્યું. ત્યારે એ કહે, ‘હૈ ' મેં કહ્યું, “ચૂપ થઈ જાવ. કોઈની ટીકા કરશો નહીં. હું જાણું છું. તો ય હું તમારી જોડે કેમ ચૂપ રહ્યો છું?” આટલું બધું તમે રોફ મારો છો તો ય હું ચૂપ કેમ રહ્યો છું ? હું જાણું કે ભલે રોફ મારીને પણ સંતોષ રહે છે ને, એમને ! પણ જ્યારે ટીકા કરવા માંડી ત્યારે કહ્યું કે, “ના કરશો ટીકા.” કારણ કે છોડીઓના બાપ થઈને આપણે કો'કની છોડીઓની ટીકા કરીએ એ ભૂલ છે.
અને આજની છોડીઓ ય બિચારી એટલી ભોળી હોય છે કે મારા