________________
એ, આ તમને ના કહે છે. અત્યારે તમે આ ભાંજગડમાં પડશોને તો ફયુચર બગાડી નાખશો. તમને ફયુચરમાં સુખ ઊડી જશે. એટલે ‘ફયુચર” (ભવિષ્ય)ને નહીં બગાડવા માટે એ કહે છે તમને કે ‘બીવેર, બીવેર, બીવેર.” (૪૯૮)
પ્રશ્નકર્તા : આપણા હિન્દુ ફેમીલીમાં કહે છે, “છોકરી પારકે ઘરે જતી રહેવાની છે અને છોકરો કમાઈને ખવડાવાનો છે કે આપણો સહારો થવાનો છે. એવી અપેક્ષાઓ છે એ દ્રષ્ટિ રાખી અને છોકરીને માટે છે તો પ્રેમ ના રાખે એ બરાબર કહેવાય ?
દાદાશ્રી : પ્રેમ ના રાખે એ બોલનારી જ ખોટી છે. આ વાંધો જ ખોટો છે. એ જ અણસમજણ છે ને પ્રેમ ના રાખે એવાં કોઈ મા-બાપ જ ના હોય. આ એને સમજણ જ નથી એટલે શું થાય તે ! આવું પ્રેમ ના રાખે કહે તો મા-બાપને કેટલું દુઃખ લાગે કે નાનપણથી ઉછેરી શું કરવા, તને પ્રેમ નહોતો રાખવાનો તો ?
પ્રશ્નકર્તા : તો પછી મને આવું ફીંલીંગ કેમ થયું કે મને મા-બાપ પ્રેમ નથી કરતા ? મને આવી દ્રષ્ટિ ક્યાંથી આવી ?
દાદાશ્રી : નહીં, સહુ આવા બધા પ્રશ્નો ઊભા કરે, શું થાય તે ? નાની હોય તો એડીએ દાબી દે, પણ મોટી થઈ એટલે શું કરવાનું?
હવે અમે જોઈ શકીએ એને આ અક્કલ મળી છે ને, બુદ્ધિ બહારની મળી છે ને તે ઊંધી બુદ્ધિ છે. એટલે એ ય દુઃખી થાય ને બીજાને દુ:ખી
(૫૦૨). પ્રશ્નકર્તા : હા. આજકાલ છોડીઓ ય વહેલું વિવાહ કરવા તૈયાર ના થાય ને ?
દાદાશ્રી : છોડીઓ તૈયાર ના થાય. એટલે ઉંમર તો, બને ત્યાં સુધી લગ્ન વહેલું થાય તો સારું. આ ભણવાનું પતી જવા આવ્યું હોય, ભણવાનું પતી જાય અને આ લગ્ન પૂરું થઈ જાય એવી રીતે બની જાય તો સારું, બેઉ સાથે થઈ જાય. અગર લગ્ન થાય પછી વરસ દહાડા પછી ભણવાનું પુરું થતું હોય તો ય વાંધો નહીં. પણ લગ્નથી બંધાઈ જઈએ ને તો ‘લાઈફ’ સારી જાય, નહીં તો ‘લાઈફ’ પાછલી બહુ દુઃખી થાય છે.
(૫૦૪)
તે ફ્રેન્ડ ઉપર મોહ એટલે સખીની વાત કરું છું કે સખો ? પ્રશ્નકર્તા : નહીં, બન્ને રીતે. દાદાશ્રી : સખો હઉ ! મૂંછવાળો હઉ ? પ્રશ્નકર્તા : હા. બન્ને.
દાદાશ્રી : બરાબર છે. તો એની જોડે આપણે સમભાવે રહેવાનું, તે ઘડીએ તારી જાગૃતિ રહેવી જોઈએ. તે ઘડીએ ભાન ના ભૂલી જવું જોઈએ. બનતાં સુધી જેને બ્રહ્મચર્ય પાળવાનું છે, જેને મોક્ષ જોઈએ છે, તે સ્ત્રીઓએ પુરુષોનો પરિચય ઓછામાં ઓછો કરવો, ના છૂટકે જ. જેને મોક્ષે જવું છે, એણે એટલી કાળજી લેવી જોઈએ. એવું તને લાગે છે કે નહીં લાગતું ? તને કેમ લાગે છે ?
પ્રશ્નકર્તા : લેવી જોઈએ. દાદાશ્રી : કે મોક્ષે જવું નથી હમણે ? ચાલે એવું છે ? પ્રશ્નકર્તા : ના, મોક્ષે જવું છે. દાદાશ્રી : તો પછી આમાં શું કરવાનું, આ નર્યો એંઠવાડ ! સ્ત્રીઓની સાથે ફરો-હરો, ખાવા-પીવો. નિરાંતે મજા કરો. (૫૦૫)
પ્રશ્નકર્તા : દાદા, એક બેન પૂછે છે કે આપણે છોકરાઓ જોડે ફ્રેન્ડલી રીલેશન હોય, છતાં મા-બાપને શંકા કેમ પડતી હોય છે ?
દાદાશ્રી : ના, ફ્રેન્ડલી રીલેશન રખાય જ નહીં. છોકરાઓ જોડે ફ્રેન્ડલી રીલેશન એ ગુનો છે.
પ્રશ્નકર્તા : એમાં શું ગુનો છે ?
દાદાશ્રી : પેટ્રોલ અને દિવાસળી. દેવતા બે સાથે મૂકાય નહીં ને ? એ બન્ને ય લાગ ખોળતા હોય. આ મારા લાગમાં ક્યારે આવે અને પેલો એ જાણે કે આ મારા લાગમાં ક્યારે આવે ? શિકાર કરવાનું ખોળતા હોય, શિકારી કહેવાય બન્ને ય !