________________
અને આખી જીંદગી રહે આ. એટલે અમે તમને સમજણ પાડીએ કે ભઈ, આ આવું કરશો નહીં આ બાજુ, પછી પેઠા પછી પસ્તાશો. આ તો ઠેઠ સુધી રહે હું કે, વઢવઢા કરીને સવારમાં પાછું રીપેર.
પ્રશ્નકર્તા : વાત સાચી છે.
દાદાશ્રી : માટે હવે નક્કી કર કે મારે ઇન્ડિયન લેડી જોડે પૈણવું છે, ઇન્ડિયનમાં તું ગમે તે, બ્રાહ્મણ, વાણિયણ, તને જે ફાવે તે વાંધો નથી. (૪૬૧) પ્રશ્નકર્તા : આપણી નાતમાં જ લગ્ન કરવાના ફાયદા શું ? એ જરા
કહો.
દાદાશ્રી : આપણી કોમ્યુનીટીની વાઈફ હોયને તો આપણા સ્વભાવને મળતું આવે. આપણે કંસાર લીધો હોય અને થી વધારે જોઈતું હોય આપણા લોકોને. હવે કોઈ એવા નાતનીને પૈણી લાવ્યો, તો તે મેલે નહીં આમ, નીચું નમાવતા જ એના હાથમાં દુઃખે એટલે એના જુદા જુદા ગુણો જોડે ટકરામણ થાય આખો દહાડો ય અને આ આપણી જાતની જોડે કશું ના થાય. સમજણ પડીને ? ભાષા પેલી બોલેને, તે ય ચીપી ચીપીને બોલે અને આપણો દોષ કાઢે કે તમને બોલતા નથી આવડતું, એવું ત્રાગાં કરે. એના કરતાં આપણી સારી કે કંઈ કહે તો નહીં, આપણને વઢે નહીં.
પ્રશ્નકર્તા : આપ કહો છો કે એક જાતિની હોય ત્યાં ઝઘડો ના થાય, પણ એક જાતિની હોય ત્યાં ય ઝઘડો તો થાય છે, એનું શું કારણ ?
દાદાશ્રી : ઝઘડો થાય પણ એનો નિકાલે થાય. પણ પેલો આખો દહાડો ગમે એની જોડે અને પેલા જોડે તો ગમે નહીં પછી, એક કલાક ગમે અને પછી કંટાળો આવ્યા કરે. એ આવે ને કંટાળો આવે, એ આવે ને તરત કંટાળો આવે. પોતાની જાતની હોય તો ગમે, નહીં તો ગમે જ નહીં. કંટાળો આવે, ભૂતડી જેવી લાગે. આ બધા જે પસ્તાયેલાને તેના દાખલા કહું છું. આ બધા બહુ ફસાયેલા, આ લોકો વધુ ફસાયેલા.
(૪૬૩)
હતો.
ઈન્ટરકાસ્ટ મેરેજ કરવામાં વાંધો નથી હવે. પહેલાં કરવામાં જરા વાંધો (૪૬૭)
પ્રશ્નકર્તા : આપણા હાથમાં ક્યાં છે ? આપણા હાથમાં નથી ને અમેરિકન પેસે કે નહીં એ ?
દાદાશ્રી : હાથમાં નથી તો ય એ કંઈ વહેતું મૂકાય કંઈ ? કહેવું તો પડે ને, એ ય... એ અમેરિકન છોકરી જોડે ફરશો નહીં તમે. આપણું કામ નહીં.’ એવું તેવું અમથા અમથા ડફળાય ડફળાય કરીએ તો એની મેળે અસર થાય, ઇફેક્ટ થાય. નહીં તો એ જાણે કે આય ફરાય ને આય ફરાય. કહેવામાં શું વાંધો છે અને લત્તો ખરાબ આવે છે ને, લત્તો ખરાબ ઇન્ડિયામાં હોય છે, તો ત્યાં બોર્ડ મારે છે, ‘બિવેર ઓફ થીવ્સ.’ શા માટે એવું કહે છે ? કે જેને ચેતવું હોય તે ચેતે. કામ લાગે કે ના લાગે શબ્દ ? કેમ સમજણ
ના પડી તને ?
(૪૬૮)
જાતિ-કુળનું મિક્ષ્ચર થાય ત્યારે સંસ્કાર આવે. એકલી જાતિ હોય, અને કુળ ના હોય તો ય સંસ્કાર ના હોય. એકલું કુળ હોય, જાતિ ના હોય તો ય સંસ્કાર ના હોય. જાતિ અને કુળ બેનું મિક્ષ્ચર, એકઝેક્ટનેસ હોય ત્યારે સંસ્કારી માણસો જન્મે. (૪૭૦)
હવે ફાધર પક્ષને કુળ કહ્યું અને મા પક્ષને જાતિ કહી. આ બેઉ પક્ષો સારા ભેગા થયા હોય તો વાત પૂછવી, બીજી વાતમાં મઝા નહિ. (૪૭૦)
એટલે મા જાતવાન હોવી જોઈએ. બાપ કુળવાન હોવો જોઈએ. એ પ્રજા બહુ ઊંચી હોય. જાતિમાં ગુણ ના હોય અવળા અને બાપના કુળવાન પ્રજાના ગુણ હોય. કુળના ઠઠારા સહિત, કો'કને માટે ઘસાય. લોકોના માટે ઘસાય. બહુ ઊંચા કુળવાન કોણ, બન્ને બાજુ ઘસાય. આવતાં ય વેરે ને જતાં ય વેરે અને નહીં તો જગતના લોકો કુળવાન કેવા કહેવાય ? એક બાજુ વેરાય પોતે. લેતી વખતે પૂરું લે પણ આપતી વખતે જરા સારું આપે, તોલો ય વધારે આપે. પેલા ય ચાલીસ તોલા દે, પણ પોતે એક્તાલીસ તોલા આપે. જ્યારે ડબલ કુળવાન કોણ કહેવાય ? પોતે ઓગણચાલીસ તોલા લે. એક તોલો ત્યાં ઓછો લે અને અહીં એક તોલો વધારે આપે એ ડબલ કુળવાન કહેવાય. બેઉ બાજુ ઘસાય એટલે ત્યાં ઓછું શા માટે લે ? પેલો એની જાતનો દુઃખી છે, જવા દો ને ! એનું દુઃખ કાઢવા માટે ! અહીંયા ય લાગણી ને ત્યાં ય લાગણી. એવા માણસને જોઉં ત્યારે શું કહેતો હતો, આ દ્વાપરિયા આવ્યા. (૪૭૨)