________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૨૯
૩૦
મા-બાપ છોકરાંનો વ્યવહાર
પ્રશ્નકર્તા : દાદા, એમાં વાતાવરણનો દોષ ખરો કે નહિ ?
દાદાશ્રી : ના, વાતાવરણનો દોષ નહીં. મા-બાપને મા-બાપ થતાં જ આવડ્યું નથી. મા-બાપ થવું એ તો બહુ મોટામાં મોટી જવાબદારી છે, વડાપ્રધાન થવું એ જવાબદારી ઓછી હોય.
પ્રશ્નકર્તા : એ કઈ રીતે ?
તો એ બહુ મોટો માણસ હશે ને ? નહીં તો લોક તો સૂર્યનારાયણ આવતા પહેલાં પોતે ઊઠી જાય, પણ આ તો સૂર્યનારાયણને ય નહીં ગાંઠતો. પછી એ લોકો કહે છે, હવે તમે કંઈક ઠપકો આપો. મેં કહ્યું કે અમારે ઠપકો ના અપાય. અમે ઠપકો આપવા નથી આવ્યા. અમે સમજણ આપવા આવ્યા છીએ. અમારો ઠપકાનો વેપાર જ નહીં. અમારે તો સમજણ આપવાનો વેપાર. પછી એ છોકરાંને કહ્યું કે દર્શન કરી લે, પછી બોલજે કે દાદા, મને વહેલું ઊઠવાની શક્તિ આપો. એટલું કરાવ્યા પછી ઘરનાં બધા માણસોને કહ્યું કે હવે એ ચાના ટાઈમે ના ઊઠે તો આપણે પૂછવું કે ઓઢાડું ભઈ તને. વખતે શિયાળાની ઠંડી છે તે ઓઢવું હોય તો ઓઢાડું. એટલે મશ્કરી ખાતર નહીં, રીતસરનું એને આપણે ઓઢાડવું. ઘરનાં માણસોએ એવું કર્યું. તે છ મહિનામાં એટલો બધો વહેલો ઊઠે છે એ ભઈ, કે ઘરનાં બધા માણસોની બૂમ મટી ગઈ.
(૧૬૯) પ્રશ્નકર્તા : આજના છોકરાંઓ ભણવા કરતાં રમતમાં ધ્યાન વધારે આપે છે, તેઓને ભણતર તરફ દોરવાં તેમની પાસેથી કેવી રીતે કામ લેવું, જેથી છોકરાંઓ પ્રત્યે કંકાસ ઊભો ના થાય ?
દાદાશ્રી : ઈનામની યોજના કાઢો ને. છોકરાને કહીએ કે પહેલો નંબર આવશે તેને આટલું ઈનામ આપીશ અને છઠ્ઠો નંબર આવશે તેને આટલું ઈનામ. અને પાસ થશે તેને આટલું ઈનામ. કંઈક એને દેખાડો. હમણે તરત જ વેપાર થાય અને તેમાં નફો થાય એવું કંઈક દેખાડો એને તો લલકારશે. બીજો રસ્તો શું કરવાનો ? નહીં તો પ્રેમ રાખો. જો પ્રેમ હોય ને તો છોકરાં બધું ય માને. મારી જોડે છોકરાંઓ બધું ય માને છે. હું જે કહું એ કરવા તૈયાર છે. નહીં તો પછી આપણે એને સમજણ પાડ પાડ કરવી પડે. પછી જે કરે એ સાચું.
(૧૭૧) પ્રશ્નકર્તા : મૂળ પ્રશ્ન એમ છે કે છોકરાંઓને આપણે ઘણી રીતે સમજાવીએ ભણવા માટે. પણ આપણે કહીએ તો ય એ લોકો સમજતાં નથી, આપણું સાંભળતા નથી.
દાદાશ્રી : ના, તે નથી સાંભળતા એટલે મા થતાં આવડ્યું નહીં તેથી. મા થતાં આવડે તો કેમ ના સાંભળે ? કેમ એનો છોકરો માનતો નથી ? ત્યારે કહે, ‘એના મા-બાપનું એણે માન્યું જ નહોતું ને.”
દાદાશ્રી : વડાપ્રધાન થવાનું એ તો લોકોનું ઓપરેશન થવાનું. આ તો પોતાનાં છોકરાંનું જ ઓપરેશન થવાનું. ઘરમાં પેસીએ બાબા-બેબી બધાં ખુશ ખુશ થઈ જાય. અને અત્યારે તો છોકરાં શું કહે ? “અમારા ફાધર ના આવે તો સારું ઘરમાં.અલ્યા મૂઆ, શું થાય ત્યારે ?
(૧૭૨) તેથી આપણે લોકોએ કહ્યું કે ભઈ, સોળ વર્ષ પછી, અમુક વર્ષ પછી ફ્રેંડ તરીકે સ્વીકારજો એમ કહ્યું, નથી કહ્યું ? ફ્રેંડલી ટોનમાં હોય તો આપણો ટોન સારો નીકળે. નહીં તો રોજ બાપ થવા જઈએ ને, તો ભલીવાર આવે નહીં. ચાલીસ વર્ષનો થઈ ગયો હોય અને આપણે બાપ થવા ફરીએ, તો શું થાય ?
(૧૭૬) પ્રશ્નકર્તા : પણ દાદા, ઘરડાં માણસ પણ આપણી સાથે એવું વર્તન કરે, એમના મંતવ્યો પેલાં જૂનાં બંધાઈ ગયાં હોય, તો પણ કેવી રીતે આપણે એમની સાથે હેન્ડલ કરવું જોઈએ ? કેવી બુદ્ધિથી ?
દાદાશ્રી : આ ગાડીને પશ્ચર પડે, ખરે ટાઈમે ઉતાવળ હોય ને, તો આપણે પછી એના વ્હિલને માર-માર કરવું ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : ખરે ટાઈમે ઉતાવળ હોય ને, ગાડીને પંકચર પડ્યું. તો હિલને કંઈ મરાય ? એ તો ઝટપટ સાચવીને આપણે કામ કરી લેવાનું. ગાડી તો બિચારી પંકચર પડે જ. એમ પૈડા માણસનામાં પંકચર પડે જ. આપણે સાચવી લેવાનું. ગાડીને માર માર કરાય ?
(૧૭૭) પ્રશ્નકર્તા : બે દિકરાઓ અંદર અંદર લડતા હોય. આપણે જાણીએ કે આ કોઈ સમજવાનું નથી. તો ત્યાં આપણે શું કરવું ?