________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૧૧
કહ્યા પ્રમાણે ચાલે નહીં, પોતાનાં છોકરાં પોતાના ઉપર ભાવ રાખે નહીં, હેરાન કરે ! તે મા-બાપ ‘અનૂસર્ટિફાઈડ' જ કહેવાય ને ?
(૬૯) નહીં તો છોકરાં આવાં હોય જ નહીં, છોકરાં કહ્યાગરો હોય. આ તો મા-બાપ જ ઠેકાણાં વગરનાં છે. જમીન એવી છે, બીજ એવું છે, માલ રાશી છે ! ઉપરથી કહે કે ‘મારાં છોકરાં મહાવીર પાકવાનાં છે !' મહાવીર તે પાક્તા હશે ? મહાવીરની મા તો કેવી હોય !! બાપ વાંકા-ચૂકાં હોય તો ચાલે, પણ મા કેવી હોય !
(૭૦) ગમી વાત આમાંની કોઈ તમને, વાત ગમી કોઈ ? પ્રશ્નકર્તા : આ ગમી જાય છે, ત્યારે એની અસર થઈ જ જાય.
દાદાશ્રી : ઘણા લોકો છોકરાને કહે છે, “તું મારું કહ્યું માનતો નથી.” મેં કહ્યું, ‘તમારી વાણી ગમતી નથી એને. ગમે તો અસર થઈ જ જાય.” અને પેલો પપ્પા કહે છે, “તું મારું કહ્યું માનતો નથી.' અલ્યા મૂઆ, પપ્પો થતાં તને આવડ્યું નથી. આ કળિયુગમાં દશા તો જુઓ લોકોની ! નહીં તો સત્યુગમાં કેવા ફાધર ને મધર હતા !
હું એ શીખવાડવા માંગું છું, તમે એવું બોલો કે, છોકરાને તમારી વાતમાં ઈન્ટરેસ્ટ પડે એટલે તમારું કહ્યું કરશે જ. તમે કહ્યું મને કે તમારી વાત મને ગમે છે જ. તો તમારાથી એટલું થાય.
પ્રશ્નકર્તા : આપની વાણીની અસર એવી થાય છે કે જે બુદ્ધિ પઝલ ઉકેલી ના શકે, તે આ વાણી ઉકેલી શકે છે.
દાદાશ્રી : હૃદય સ્પર્શતી વાણી. હૃદય સ્પર્શતી વાણી તો મધરલી (માતૃત્વવાળી) કહેવાય. હૃદય સ્પર્શતી વાણી જો કોઈ બાપ છોકરાને કહે એ સર્ટિફાઈડ ફાધર કહેવાય !
પ્રશ્નકર્તા : બહુ સહેલાઈથી નહીં માને છોકરાં.
દાદાશ્રી તો હીટલરીઝમથી માને ? એ હેલ્પફુલ નથી. હીટલરી-ઝમથી જો કરીએ તો હેલ્પફુલ નથી.
પ્રશ્નકર્તા : માને છે, પણ બહુ સમજાવ્યા પછી.
મા-બાપ છોકરાંનો વ્યવહાર દાદાશ્રી : તો વાંધો નહીં. એ કાયદેસર કહેવાય. બહુ સમજાવવું પડે છે. એનું કારણ શું ? કે તમે પોતે સમજતા નથી. માટે વધારે સમજાવવું પડે. સમજતા માણસને એક ફેરો સમજાવવું પડે. તે આપણે ના સમજી જઈએ ? બહુ સમજાવો છો પણ પછી સમજે છે ને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એ રસ્તો સારામાં સારો. આ તો મારી ઠોકીને સમજાવવા માંગે છે ! જેમ બાપ થઈ બેઠો, તે જાણે અત્યાર સુધી કોઈનો દુનિયામાં કોઈ દહાડો કોઈ બાપ જ નહીં હોય ! એટલે જે સમજાવીને આવું લે છે તેને મારે અન્ક્વૉલિફાઈડ નથી કહેવા.
(૭૩) ‘બાપ થવું’ એ સવ્યવહાર કેવો હોવો જોઈએ ? છોકરા જોડે દાદાગીરી તો નહીં, પણ સખ્તાઈ ય ના જોઈએ, એનું નામ બાપ કહેવાય.
પ્રશ્નકર્તા : છોકરાં પજવે તો ? છોકરાં પજવે તો પછી બાપે શું કરવું જોઈએ ? તો ય બાપે સખ્તાઈ નહીં રાખવાની ?
દાદાશ્રી : છોકરાં આ બાપને લીધે જ પજવે છે. બાપનામાં નાલાયકી હોય તો જ છોકરાં પજવે. આ દુનિયાનો કાયદો એવો ! બાપનામાં બરકત ના હોય તો છોકરા પજવ્યા વગર રહે નહીં.
પ્રશ્નકર્તા : દીકરો બાપનું ના માને તો શું કરવું ?
દાદાશ્રી : “આપણી ભૂલ છે’ એમ માનીને મૂકી દેવાનું ! આપણી ભૂલ હોય તો જ ના માને ને ? બાપ થતાં આવડ્યું હોય, એનો છોકરો ના માને એવું હોતું હશે ? પણ બાપ થતા આવડતું જ નથી ને ?
પ્રશ્નકર્તા : એક વાર ફાધર થઈ ગયા પછી કંઈ ગલૂડિયાં છોડે ?
દાદાશ્રી : છોડતાં હશે ? ગલૂડિયાં તો આખી જિંદગી એવા ડૉગ ને ડૉગીનને બેઉને જોયા જ કરે, કે આ ભસ ભસ કરે અને આ (ડૉગીન) બચકાં ભર ભર કર્યા કરે. ડૉગ ભસ્યા વગર રહે નહીં. પણ છેવટે દોષ પેલા ડૉગનો નીકળે. છોકરાં એના મા તરફી હોય. એટલે મેં એક જણને કહેલું, ‘મોટાં થઈને આ છોકરાં તને મારશે. માટે ધણીયાણી જોડે પાંસરો રહેજે !” એ તો છોકરાં જોયા કરે તે ઘડીએ, એમનો પગ ના પહોંચે ને ત્યાં સુધી અને પગ પહોંચે