________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
ધરે તો આપણે ના સમજવું જોઈએ ? તમને કેમ લાગે છે ?
પછી એ કહેશે, મારે ધંધો કરવો છે. તો આપણે એને કંઈક ધંધાનો રસ્તો કરી આપવાનો. પછી વધારે ઊંડા ઉતરે એ બાપ મૂરખ. અગર તો એ નોકરીમાં લાગી ગયો એટલે પોતાની પાસે જે હોય એ ગાંઠે મૂકી દેવાય. કોઈ ફેરો અડચણમાં આવે તો બે હજાર મોકલવા પાછા. આ તો એને પૂછ પૂછ કરે પાછો. ત્યારે છોકરો કહેશે, ‘તમને ના કહું છું ને, મારામાં ડખલ ના કરશો.' ત્યારે આ શું કહેશે, ‘હજુ અક્કલ નથી ને એટલે આવું બોલે છે.’ અલ્યા, આ તો નિવૃત થઈ ગયા, ભલું થયું ભાંગી જંજાળ. એ પોતે જ ના કહે છે ને
(૩૭) પ્રશ્નકર્તા : સાચો રસ્તો કયો ? અમારે ત્યાં છોકરાઓ સાચવવા કે અમારું પોતાનું કલ્યાણ કરવા માટે સત્સંગમાં આવવું.
દાદાશ્રી : છોકરાં તો સચવાઈ રહ્યાં છે. છોકરાંને તમે શું સાચવવાના ? તમારું કલ્યાણ કરવું એ જ મુખ્ય ધર્મ. બાકી આ છોકરાં તો સચવાઈ રહેલાં છે ને. છોકરાં ને કંઈ મોટાં તમે કરો છો ? બગીચામાં ગુલાબના છોડ બધા રોપ્યા હોય તે રાતે ઊંચા થાય કે ના થાય ? એ તો આપણે સમજીએ કે ગુલાબ મારું, પણ ગુલાબ તો એમ જ સમજે ને કે હું પોતે જ છે. કોઈનું ય નથી. પોતે પોતાના સ્વાર્થથી બધા આગળ છે. અત્યારે તો આપણે અહંકાર કરીએ ગાંડ, ગાંડપણ કરીએ.
પ્રશ્નકર્તા : આપણે જો ગુલાબને પાણી ના રેડીએ તો ગુલાબ તો કરમાઈ જાય ?
દાદાશ્રી : ના રેડીએ એવું બને જ નહીં ને. ના રેડીએ તો બચકું ભરે છોકરો. નહીં તો ઢેખાળો મારે.
(૩૯) હવે, સંસારની ફરજ બજાવતી વખતે ધર્મ કાર્ય વચ્ચે સમન્વય શી રીતે થાય ? ત્યારે કહે છે કે, છોકરો અવળું બોલતો હોય, તો ય આપણે આપણો ધર્મ ચૂક્યા વગર ફરજ બજાવવી. આપણો ધર્મ ચૂક્યા વગર. તમારો ધર્મ શું ? કે છોકરાને પાલન-પોષણ મોટો કરવો, એને સસ્તે ચઢાવવો. હવે એ અવળું બોલતો હોય તો તમે અવળું બોલો તો શું થાય ? એ બગડી જાય. એટલે તમારે પ્રેમથી એને ફરી સમજણ પાડવી કે બેસ ભઈ, આમ છે, તેમ છે. એટલે બધી
ફરજોમાં ધર્મ હોવો જ જોઈએ. ધર્મ નહીં પેસવા દો તો એ વેક્યુમમાં અધર્મ પેસી જશે. ખાલી ઓરડી નહીં રહી શકે. અત્યારે આપણે અહીં ખાલી ઓરડીઓ રાખી હોય તો તાળાઓ ઊઘાડીને પેસી જાય કે ના પેસી જાય ? (૩૯)
ઘરમાં સ્ત્રીઓનો સાચો ધર્મ ક્યો ? કે આજુબાજુની બધી સ્ત્રીઓ, આજુબાજુના બધા પુરુષો એમ કહે કે કહેવું પડે આ બઈ ! એવી ફરજો બજાવે કે આજુબાજુના લોકો ખુશ થઈ જાય. એટલે સ્ત્રીનો સાચો ધર્મ છે તે છોકરાંને મોટા કરવાં, છોકરાંને સંસ્કાર આપવા, ધણીમાં સંસ્કાર ઓછા હોય તો સંસ્કાર રેડવા. બધું સુધારવું આપણું, એનું નામ ધર્મ. ના સુધારવું પડે ? (૪૧)
કેટલાક તો શું કરે છે ? ભગવાનની ભક્તિમાં તન્મયાકાર રહે અને છોકરાં દેખે ને ચીડ ચઢે. જેમાં ભગવાન પ્રગટ થયાં એવાં છોકરાં દેખે ને ચીડ ચઢે અને ત્યાં પેલા ભગવાનની ભક્તિ કર્યા કરે એનું નામ ભગત ! આ છોકરાં ઉપર ચિડાવાતું હશે ? આ આમાં તો ભગવાન પ્રગટ છે. (૪૧).
(3) ત ઝઘડાય બાળકોની હાજરીમાં... આપણે માંસાહાર ના કરીએ, દારૂ ના પીએ અને ઘરમાં સ્ત્રી જોડે અથડામણ ના કરીએ. એટલે છોકરાઓ જુએ કે પપ્પા બહુ સારા છે. પેલાના પપ્પા-મમ્મી લડતાં હતાં. મારાં મમ્મી-પપ્પા લડતા નથી. એટલું જુએ એટલે પછી છોકરાઓ શીખે.
| (૪૭) રોજ બૈરી જોડે ઝઘડે, તે છોકરાં આમ જોયા કરે. ‘આ પપ્પા જ એવો છે” કહે. કારણ કે ભલેને આવડું હોય તો ય ન્યાયાધીશ બુદ્ધિ હોય એનામાં. છોકરીઓમાં ન્યાયાધીશ બુદ્ધિ ના હોય. છોકરીઓ ગમે ત્યારે એની માનો જ પક્ષ ખેંચે. પણ આ તો ન્યાયાધીશ બુદ્ધિવાળાં, પપ્પાનો દોષ છે ! બે-ચાર જણ હોય ને, તે પછી પપ્પાનો દોષ કહેતાં કહેતાં, પછી નક્કી ય પાછો પોતે કરે મોટો થઈશ ને આપીશ ! પછી આપે નિરાંતે. જા તેરી હી થાપણ પાછી. (૪૮)
એમની હાજરીમાં લડવું ના જોઈએ. સંસ્કારી થવું જોઈએ. તમારી ભૂલ થાય તો ય બેન કહેશે, “કંઈ વાંધો નહિ.” અને એમની ભૂલ થાય તો તમે કહો, કંઈ વાંધો નહીં.’ છોકરાઓ આવું જુએ તો બધા ઓલરાઈટ થતા જાય. ને પછી લડવું જ હોય તો સિલક રહેવા દેવી, ને પછી એ પાછા છોકરા સ્કૂલમાં જાય, ત્યાર પછી લડવું એક કલાક. પણ આવું આ છોકરાની હાજરીમાં લડવાડ થાય