________________
કો
૧૩ છે. હવે એવું સમજાય તો ક્રોધ કંટ્રોલમાં આવે. જ્યારે પથ્થર ડુંગર પરથી પડે છે તેવું જુઓ છો ત્યારે ક્રોધ કંટ્રોલમાં આવી જાય છે. તો આમાં ય સમજી લેવાની જરૂર છે કે ભઈ, આ બધું ડુંગર જેવું જ છે.
રસ્તામાં બીજો કોઈ ગાડીવાળો ખોટે રસ્તે આપણી સામે આવતો હોય તો ના વઢેને ? ક્રોધ ના કરે ને ? કેમ ? આપણે અથાડીને તોડી પાડો એને, એવું કરે ? ના. તો ત્યાં કેમ નથી કરતો ? ત્યાં ડાહ્યો થઈ જાય છે કે હું મરી જઈશ. ત્યારે મૂઆ તેનાં કરતાં વધારે મરી જાવ છો આ ક્રોધમાં તો, પણ આનું દેખાતું નથી ચિત્રપટ ને પેલું દેખાય છે ઊઘાડું, એટલો જ ફેર છે !! ત્યાં રોડ ઉપર સામું ના કરે ? ક્રોધ ના કરે, સામાની ભૂલ હોય તો ય ?
પ્રશ્નકર્તા : નહીં, દાદાશ્રી : એવું જીવનમાં ય સમજી લેવાની જરૂર છે.
પરિણામ તો, કૉઝીઝ ફેરવ્યું જ ફરે છે એક ભાઈ મને કહે કે, “અનંત અવતારથી આ ક્રોધને કાઢીએ છીએ, પણ એ ક્રોધ કેમ જતો નથી ?” ત્યારે મેં કહ્યું કે, ‘તમે ક્રોધ કાઢવાના ઉપાય નહીં જાણતા હો.” ત્યારે એ કહે કે, ‘ક્રોધ કાઢવાના ઉપાય તો શાસ્ત્રમાં લખ્યા છે એ બધા ય કરીએ છીએ, છતાં પણ ક્રોધ નથી જતો.' ત્યારે મેં કહ્યું કે, “સમ્યક ઉપાય હોવો જોઈએ.” ત્યારે કહે કે, “સમ્યક ઉપાય તો બહુ વાંચ્યા, પણ એમાં કશું કામ આવ્યા નહીં. પછી મેં કહ્યું કે, ‘ક્રોધને બંધ કરવાનો ઉપાય ખોળવો એ મૂર્ખતા છે, કારણ કે ક્રોધ એ તો પરિણામ છે. જેમ પરીક્ષા તમે આપી હોય ને રિઝલ્ટ આવ્યું. હવે હું રિઝલ્ટને નાશ કરવાનો ઉપાય કરું, એના જેવી વાત થઈ. આ રિઝલ્ટ આવ્યું એ શેનું પરિણામ છે, તેને આપણે ફેરફાર કરવાની જરૂર છે.”
આપણા લોકોએ શું કહ્યું કે, ‘ક્રોધને દબાવો, ક્રોધને કાઢો.” અલ્યા, શું કરવા આમ કરે છે ? વગર કામના મગજ બગાડો છો ! છતાં ક્રોધ
ક્રોધ નીકળતો તો છે નહીં. તો ય પેલો કહેશે કે, “ના સાહેબ, થોડો ઘણો ક્રોધ દબાયો છે.” અલ્યા, એ મહીં છે ત્યાં સુધી એ દબાયેલો ના કહેવાય. ત્યારે પેલા ભાઈ કહે કે, “તો આપની પાસે બીજો કોઈ ઉપાય છે ?” મેં કહ્યું, ‘હા, ઉપાય છે, તમે કરશો ?” ત્યારે એ કહે “હા.” ત્યારે મેં કહ્યું કે, ‘એક વાર તો નોંધ કરો કે આ જગતમાં ખાસ કરીને કોની ઉપર ક્રોધ આવે છે ?” જ્યાં જ્યાં ક્રોધ આવે, એને ‘નોટ’ કરી લે અને જ્યાં ક્રોધ નથી આવતો, તેને પણ જાણી લે. એક વાર લિસ્ટમાં નાખી દે કે આ માણસ જોડે ક્રોધ નથી આવતો. કેટલાંક માણસ અવળું કરે તો ય એની પર ક્રોધ ના આવે અને કેટલાંક તો બિચારો સવળું કરતો હોય તો ય એની પર ક્રોધ આવે, એટલે કંઈક કારણ હશે ને ?
પ્રશ્નકર્તા : પેલા માટે મનની અંદર ગ્રંથિ બંધાઈ ગઈ હશે ?
દાદાશ્રી : હા, ગ્રંથિ બંધાઈ ગયેલી છે. તે ગ્રંથિ છોડવા હવે શું કરવું ? પરીક્ષા તો અપાઈ ગઈ. જેટલી વખત એની જોડે ક્રોધ થવાનો છે એટલો વખત થઈ જવાનો છે અને એના માટે ગ્રંથિ પણ બંધાઈ ગયેલી છે, પણ હવેથી આપણે શું કરવું જોઈએ ? જેના ઉપર ક્રોધ આવતો હોય, એના માટે મન બગડવા ના દેવું જોઈએ. મન સુધારવું કે ભઈ, આપણા પ્રારબ્ધના હિસાબે આ માણસ આવું કરે છે. એ જે જે કરે છે એ આપણા કર્મના ઉદય છે માટે એવું કરે છે. એવી રીતે આપણે મનને સુધારવું. મન સુધાર સુધાર કરશો અને સામાની જોડે મન સુધરે એટલે પછી એની જોડે ક્રોધ આવતો બંધ થાય. થોડો વખત પાછલી ઈફેક્ટ છે, પહેલાંની ઈફેક્ટ, એટલી ઇફેક્ટ આપીને પછી બંધ થઈ જશે.
આ જરા ઝીણી વાત છે અને લોકોને જડી નથી. દરેકનો ઉપાય તો હોય જ ને ? ઉપાય વગર તો જગત હોય જ નહીં ને ! જગત તો પરિણામને જ નાશ કરવા માંગે છે. એટલે ક્રોધ-માન-માયા-લોભનો ઉપાય આ છે. પરિણામને કશું ના કરો, એના કૉઝીઝને ઉડાડો તો આ બધા ય જતાં રહેશે. એટલે પોતે વિચારક હોવો જોઈએ. નહીં તો અજાગૃત હોય તો શી રીતે ઉપાય કરે ?!