________________
૧૨૪
ક્લેશ વિનાનું જીવન
ક્લેશ વિનાનું જીવન
૧૨૩ પ્રશ્નકર્તા : સુખ-દુઃખના ભોગવટામાં ખરાં.
દાદાશ્રી : તમે તમારાં બૈરી-છોકરાંના વાલી કહેવાઓ. એકલા વાલીએ શા માટે ચિંતા કરવી ? અને ઘરનાં તો ઊલટું કહે છે કે તમે અમારી ચિંતા ના કરશો.
પ્રશ્નકર્તા : ચિંતાનું સ્વરૂપ શું છે ? જન્મ્યા ત્યારે તો હતી નહીં ને આવી ક્યાંથી?
- દાદાશ્રી : જેમ બુધ્ધિ વધે તેમ બળાપો વધે. જમ્યા ત્યારે બુદ્ધિ હોય છે ? ધંધા માટે વિચારની જરુર છે. પણ તેની આગળ ગયા તો બગડી જાય. ધંધા અંગે દસ-પંદર મિનિટ વિચારવાનું હોય પછી એથી આગળ જાઓ ને વિચારોના વળ ચઢવા માંડે તે “નોર્માલિટી'ની બહાર ગયું કહેવાય, ત્યારે તેને છોડી દેજે. ધંધાના વિચાર તો આવે, પણ એ વિચારમાં તન્મયાકાર થઇને એ વિચાર લંબાય તો પછી એનું ધ્યાન ઉત્પન્ન થાય ને તેથી ચિંતા થાય, એ બહુ નુકસાન કરે.
ચૂકવવાની દાલતમાં ચોખ્ખાં રહો ! પ્રશ્નકર્તા : ધંધામાં બહુ ખોટ ગઇ છે તો શું કરું ? ધંધો બંધ કરી દઉં કે બીજો કરું ? દેવું ખૂબ થઇ ગયું છે.
દાદાશ્રી : રૂ બજારની ખોટ કંઇ કરિયાણાની દુકાન કાઢયે ના પૂરી થાય. ધંધામાં ગયેલી ખોટ ધંધામાંથી જ પૂરી થાય, નોકરીમાંથી ના વળે, ‘કોન્ટ્રાક્ટ'ની ખોટ કંઇ પાનની દુકાનથી વળે ? જે બજારમાં ઘા પડ્યો હોય તે બજારમાં જ ઘા રૂઝાય, ત્યાં જ એની દવા હોય.
આપણે ભાવ એક રાખવો કે આપણાથી કોઈ જીવને કિંચિત્ માત્ર દુ:ખ ન હો. આપણે ભાવ એક ચોખ્ખો રાખવો કે બધું જ દેવું ચૂકતે કરવું છે, તે જો ચોખ્ખી દાનત હોય તો દેવું બધું જ મોડું વહેલું ચૂકતે થઈ જાય. લક્ષ્મી તો અગિયારમો પ્રાણ છે. માટે કોઇની લક્ષ્મી આપણી પાસે ના રહેવી જોઇએ, આપણી લક્ષ્મી કોઇની પાસે રહે તેનો વાંધો નથી. પણ ધ્યેય નિરંતર એ જ રહેવો જોઇએ કે મારે પાઇ એ પાઇ ચૂકવી દેવી છે, ધ્યેય લક્ષમાં રાખીને પછી તમે ખેલ ખેલો. ખેલ ખેલો પણ ખેલાડી ના
થઇ જશો, ખેલાડી થઇ ગયા કે તમે ખલાસ !
...જોખમ જાણી, નિર્ભય રહેવું ! દરેક ધંધા ઉદય-અસ્તવાળા હોય છે. મચ્છર ખૂબ હોય તો ય આખી રાત ઊંઘવા ના દે અને બે હોય તો ય આખી રાત ઊંઘવા ના દે ! એટલે આપણે કહેવું. ‘હે મચ્છરમય દુનિયા ! બે જ ઊંઘવા નથી દેતા તો બધા જ આવો ને.” આ નફા-ખોટ એ મચ્છર કહેવાય.
કાયદો કેવો રાખવો ? બનતા સુધી દરિયામાં ઊતરવું નહીં ! પણ ઊતરવાનો પ્રસંગ આવી ગયો તો પછી ડરીશ નહીં. જ્યાં સુધી ડરીશ નહીં
ત્યાં સુધી અલ્લાહ તેરે પાસ. તે ડર્યો કે અલ્લાહ કહેશે જા ઓલિયાની પાસે ! ભગવાનને ત્યાં રેસકોર્સ કે કાપડની દુકાનમાં ફેર નથી, પણ તમારે જો મોક્ષે જવું હોય તો આ જોખમમાં ના ઊતરશો. આ દરિયામાં પેઠા પછી નીકળી જવું સારું.
અમે ધંધો કેવી રીતે કરીએ એ ખબર છે ? ધંધાની સ્ટીમરને દરિયામાં તરતી મૂક્તા પહેલાં પૂજાવિધિ કરાવીને સ્ટીમરના કાનમાં ફૂંક મારીએ, ‘તારે જ્યારે ડૂબવું હોય ત્યારે ડૂબજે, અમારી ઇચ્છા નથી.” પછી છ મહિને ડૂબે કે બે વર્ષે ડૂબે ત્યારે અમે “એડજસ્ટમેન્ટ’ લઇ લઇએ કે છ મહિના તો ચાલ્યું ! વેપાર એટલે આ પાર કે પેલે પાર. આશાના મહેલ નિરાશા લાવ્યા વગર રહે નહીં. સંસારમાં વીતરાગ રહેવું બહુ મુશ્કેલ છે. એ તો જ્ઞાનકળા ને બુધ્ધિકળા અમારી જબરજસ્ત હોય તેથી રહેવાય.
ઘરાકીતા પણ નિયમ છે ! પ્રશ્નકર્તા : દુકાનમાં ઘરાક આવે એટલા માટે હું દુકાન વહેલી ખોલું ને મોડી બંધ કરું છું, તે બરાબર છે ને ?
દાદાશ્રી : તમે ઘરાકને આકર્ષવાવાળા કોણ ? તમારે તો દુકાન લોકો જ્યારે ખોલતા હોય તે ટાઇમ ખોલવી. લોકો સાત વાગ્યે ખોલતા હોય ને આપણે સાડા નવ વાગ્યે ખોલીએ તે ખોટું કહેવાય. લોક જ્યારે બંધ કરે ત્યારે આપણે ય બંધ કરી ઘેર જવું. વ્યવહાર શું કહે છે કે લોકો શું કરે છે તે જુઓ. લોક સૂઇ જાય ત્યારે તમે ય સૂઇ જાઓ. રાતે બે