________________
ક્લેશ વિનાનું જીવન
૧૧૭
૧૧૮
ક્લેશ વિનાનું જીવન
અજ્ઞાનતામાં વિશ્વાસ હોય. ‘મારું શું થશે’ થયું કે ખલાસ ! આ કાળમાં લોક બગવાઇ ગયેલા હોય ને દોડતો દોડતો આવતો હોય ને તેને પૂછીએ કે ‘તારું નામ શું છે ?” તો એ બગવાઇ જાય !
વાંક પ્રમાણે વાંકું મળે ! પ્રશ્નકર્તા : હું ‘વાઇફ' જોડે બહુ ‘એડજસ્ટ’ થવા જાઉં છું, પણ થવાતું નથી.
દાદાશ્રી : બધું હિસાબસર છે ! વાંકા આંટા ને વાંકી નટ, ત્યાં સીધી નટ ફેરવે તો શી રીતે ચાલે ? તમને એમ થાય કે આ સ્ત્રી જાતિ આવી કેમ ? પણ સ્ત્રી જાતિ તો તમારું ‘કાઉન્ટર વેઇટ' છે. જેટલો આપણો વાંક એટલી વાંકી. એટલે તો બધું ‘વ્યવસ્થિત' છે એવું કહ્યું છે ને ?
પ્રશ્નકર્તા : બધા જ આપણને સીધા કરવા આવ્યા હોય એમ લાગે છે.
દાદાશ્રી : તે સીધા કરવા જ જોઇએ તમને. સીધા થયા સિવાય દુનિયા ચાલે નહીં ને ? સીધા થાય નહીં તો બાપ શી રીતે થાય ? સીધો થાય તો બાપ થાય.
શક્તિઓ ખીલવતાર જોઇએ ! એટલે સ્ત્રીઓનો દોષ નથી, સ્ત્રીઓ તો દેવી જેવી છે ! સ્ત્રીઓ અને પુરુષોમાં એ તો આત્મા જ છે, ફકત ખોખાંનો ફેર છે. ‘ડિફરન્સ ઓફ પેકીંગ !” સ્ત્રી એ એક જાતની ‘ઇફેક્ટ' છે, તે આત્મા પર સ્ત્રીની ‘ઇફેક્ટ’ વર્તે. આની ‘ઇફેક્ટ’ આપણા ઉપર ના પડે ત્યારે ખરું. સ્ત્રી એ તો શક્તિ છે. આ દેશમાં કેવી રીતે સ્ત્રીઓ રાજનીતિમાં થઇ ગઇ ! અને આ ધર્મક્ષેત્રે સ્ત્રી પડી તે તો કેવી હોય ?! આ ક્ષેત્રથી જગતનું કલ્યાણ જ કરી નાખે ! સ્ત્રીમાં તો જગત કલ્યાણની શક્તિ ભરી પડી છે. તેનામાં પોતાનું કલ્યાણ કરી લઇ ને બીજાનું કલ્યાણ કરવાની શક્તિ છે.
પ્રતિક્રમણથી, હિસાબ બધા છૂટે ! પ્રશ્નકર્તા : કેટલાંક સ્ત્રીથી કંટાળીને ઘરથી ભાગી છૂટે છે, તે કેવું ?
દાદાશ્રી : ના, ભાગેડુ શા માટે થઇએ ? આપણે પરમાત્મા છીએ. આપણે ભાગેડુ થવાની શી જરુર છે ? આપણે એનો સમભાવે નિકાલ’ કરી નાખવો.
પ્રશ્નકર્તા : નિકાલ કરવો છે તો કઇ રીતે થાય ? મનમાં ભાવ કરવો કે આ પૂર્વનું આવ્યું છે ?
દાદાશ્રી : એટલાથી નિકાલ ના થાય. નિકાલ એટલે તો સામાની જોડે ફોન કરવો પડે, એના આત્માને ખબર આપવી પડે. તે આત્માની પાસે આપણે ભૂલ કરી છે એવું કબૂલ-એકસેટ કરવું પડે. એટલે પ્રતિક્રમણ મોટું કરવું પડે.
: સામો માણસ આપણું અપમાન કરે તો પણ આપણે તેનું પ્રતિક્રમણ કરવાનું ?
દાદાશ્રી : અપમાન કરે તો જ પ્રતિક્રમણ કરવાનું, આપણને માન આપે ત્યારે નહીં કરવાનું. પ્રતિક્રમણ કરીએ એટલે સામા પર દ્વેષભાવ તો થાય જ નહીં. ઉપરથી એની પર આપણી સારી અસર થાય. આપણી જોડે દ્વેષભાવ ના થાય એ તો જાણે પહેલું સ્ટેપ, પણ પછી એને ખબર પણ પહોંચે છે.
પ્રશ્નકર્તા : એના આત્માને પહોંચે ખરું ?
દાદાશ્રી : હા, જરુર પહોંચે. પછી એ આત્મા એના પુદ્ગલને પણ ધકેલે છે કે “ભઇ, ફોન આવ્યો તારો.’ આપણું આ પ્રતિક્રમણ છે તે અતિક્રમણ ઉપરનું છે, ક્રમણ ઉપર નથી.
પ્રશ્નકર્તા : ઘણાં પ્રતિક્રમણો કરવાં પડે ?
દાદાશ્રી : જેટલું સ્પીડમાં આપણે મકાન બાંધવું હોય એટલા કડિયા આપણે વધારવાના. એવું છે ને, કે આ બહારના લોકો જોડે પ્રતિક્રમણ નહીં થાય તો ચાલશે, પણ આપણી આજુબાજુનાં ને નજીકનાં, ઘરનાં છે એમનાં પ્રતિક્રમણ વધારે કરવાં. ઘરનાં માટે મનમાં ભાવ રાખવા કે મારી જોડે જન્મ્યા છે, જોડે રહે છે તે કો'ક દહાડો આ મોક્ષ માર્ગ ઉપર આવે.