________________
ક્લેશ વિનાનું જીવન સ્ત્રીઓનું ભયંકર અપમાન કરીને વેર વાળે છે ! સ્ત્રીને જોવા જાય ત્યારે કહે, ‘આમ ફર, તેમ ફર.”
“કોમનસેન્સ'થી ‘સોલ્યુશન' આવે !
બધાને એમ નથી કહેતો કે તમે બધાં મોક્ષે ચાલો. હું તો એમ કહું છું કે ‘જીવન જીવવાની કળા શીખો.’ ‘કોમનસેન્સ’ થોડી ઘણી તો શીખો લોકોની પાસેથી ! ત્યારે શેઠિયાઓ મને કહે છે કે, ‘અમને કોમનસેન્સ તો છે.' ત્યારે મેં કહ્યું, ‘કોમનસેન્સ' હોય તો આવું હોય નહીં. તું તો ડફોળ છે. શેઠે પૂછયું, ‘કોમનસેન્સ એટલે શું ?” મેં કહ્યું, ‘કોમનસેન્સ એટલે એવરીવ્હેર એપ્લીકેબલ-થીયરીટીકલી એઝ વેલ એઝ પ્રેક્ટીકલી.’ ગમે તેવું તાળું હોય, કટાયેલું હોય કે ગમે તેવું હોય પણ કૂંચી નાખે કે તરત ઊઘડી જાય એનું નામ કોમનસેન્સ. તમારે તો તાળાં ઊઘડતાં નથી, વઢવાડો કરો છો અને તાળાં તોડો છો ! અરે, ઉપર ઘણ મોટો મારો છો !
મતભેદ તમને પડે છે ? મતભેદ એટલે શું ? તાળું ઉઘાડતાં ના આવડ્યું તે કોમનસેન્સ ક્યાંથી લાવે ? મારું કહેવાનું કે પૂરેપૂરી ત્રણસો સાઠ ડિગ્રીની સંપૂર્ણ ‘કોમનસેન્સ' ના હોય, પણ ચાલીસ ડિગ્રી, પચાસ ડિગ્રીનું આવડે ને ? એવું ધ્યાનમાં લીધું હોય તો ? એક શુભ વિચારણા ઉપર ચઢયો હોય તો એને એ વિચારણા સાંભરે ને એ જાગ્રત થઇ જાય. શુભ વિચારણાનાં બીજ પડે, પછી એ વિચારણા ચાલુ થઇ જાય. પણ આ તો શેઠ આખો દહાડો લક્ષ્મીના ને લક્ષ્મીના વિચારોમાં જ ઘૂમ્યા કરે ! એટલે મારે શેઠને કહેવું પડે છે કે, “શેઠ, તમે લક્ષ્મી પાછળ પડ્યા છો ? ઘેર બધું ભેળાઈ ગયું છે !” છોડીઓ મોટર લઈને આમ જતી હોય, છોકરાઓ તેમ જાય ને શેઠાણી આ બાજુ જાય. ‘શેઠ, તમે તો બધી રીતે લૂંટાઈ ગયા છો!” ત્યારે શેઠે પૂછયું, “મારે કરવું શું ?” મે કહ્યું, ‘વાતને સમજોને કેવી રીતે જીવન જીવવું એ સમજો. એકલા પૈસા પાછળ ના પડો. શરીરનું ધ્યાન રાખતા રહો, નહીં તો હાર્ટ-ફેઇલ થશે.’ શરીરનું ધ્યાન, પૈસાનું ધ્યાન, છોકરીઓના સંસ્કારનું ધ્યાન, બધા ખૂણા વાળવાના છે. એક ખૂણો તમે વાળ વાળ કરો છો, હવે બંગલામાં એક જ ખૂણો ઝાપટ ઝાપટ કરીએ ને બીજે બધે પંજો પડ્યો હોય તો કેવું થાય ? બધા જ ખૂણા વાળવાના છે. આ રીતે તો જીવન કેમ જિવાય ?
ક્લેશ વિનાનું જીવન કોમનસેન્સવાળો ઘરમાં મતભેદ થવા જ ના દે. એ ‘કોમનસેન્સ' ક્યાંથી લાવે ? એ તો ‘જ્ઞાની પુરુષ' પાસે બેસે, ‘જ્ઞાની પુરુષ'ના ચરણોનું સેવન કરે ત્યારે ‘કોમનસેન્સ' ઉત્પન્ન થાય. ‘કોમનસેન્સવાળો ઘરમાં કે બહાર ક્યાંય ઝઘડો જ ના થવા દે. આ મુંબઇમાં મતભેદ વગરનાં ઘર કેટલાં ? મતભેદ થાય ત્યાં ‘કોમનસેન્સ’ કેમ કહેવાય ?
ઘરમાં વાઇફ કહે કે, અત્યારે દહાડો છે તો આપણે ‘ના, રાત છે” કહીને ઝઘડા માંડીએ તો તેનો ક્યારે પાર આવે ? આપણે તેને કહીએ કે, “અમે તને વિનંતી કરીએ છીએ કે રાત છે, જરા બહાર તપાસ કરી ને.’ તો ય એ કહે કે, “ના, દિવસ જ છે ત્યારે આપણે કહીએ, ‘યુ આર કરેક્ટ. મારી ભૂલ થઇ ગઇ.” તો આપણી પ્રગતિ મંડાય, નહીં તો આનો પાર આવે તેમ નથી. આ તો ‘બાયપાસર' (વટેમાર્ગ) છે બધા. ‘વાઇફ' પણ ‘બાયપાસર’ છે.
રિલેટિવ, અંતે દગો સમજાય ! આ બધી “રીલેટીવ' સગાઇઓ છે. ‘રિયલ’ સગાઇ આમાં કોઇ છે જ નહીં. અરે, આ દેહ જ ‘રિલેટિવ' છે ને ! આ દેહ જ દગો છે, તો એ દગાનાં સગાં કેટલાં હશે ? આ દેહને આપણે રોજ નવડાવીએ. ધોવડાવીએ તો ય પેટમાં દુઃખે તો એમ કહીએ કે રોજ તારી આટલી આટલી માવજત કરું છું તો આજે જરા શાંત રહે ને ? તો ય એ ઘડીવાર શાંત ના રહે. એ તો આબરૂ લઇ નાખે. અરે, આ બત્રીસ દાંતમાંથી એક દુઃખતો હોય ને તો ય એ બુમો પડાવડાવે. આખું ઘર ભરાય એટલા તો આખી જિંદગીમાં દાતણ કર્યા હોય, રોજ પીંછી મારમાર કરી હોય તોય મોટું સાફ ના થાય ! એ તો હતું તેવું ને તેવું જ પાછું. એટલે આ તો દગો છે. માટે મનુષ્ય અવતાર ને હિન્દુસ્તાનમાં જન્મ થાય, ઊંચી જ્ઞાતિમાં જન્મ થાય અને જો મોક્ષનું કામ ના કાઢી લીધું તો તું ભટકાઇ મર્યો ! જા તારું બધું જ નકામું ગયું !!
કંઇક સમજવું તો પડશે ને ?! ભલે મોક્ષની જરૂર બધાને ના હોય, પણ ‘કોમનેસન્સ’ની જરૂર તો બધાને ખરી. આ તો ‘કોમનસેન્સ’ નહીં હોવાથી ઘરનું ખાઈ-પીને