________________
ક્લેશ વિનાનું જીવન
ક્લેશ વિનાનું જીવન
પત્ની !) આ તો લોક ધણી જ થઇ બેસે છે ! અલ્યા, ‘વાઇફ” કંઇ ધણી થઈ બેસવાની છે ?! ‘હસબન્ડ’ એટલે ‘વાઈફ'ની ‘વાઈફ’. આપણા ઘરમાં મોટો અવાજ ના થવો જોઇએ. આ કંઇ ‘લાઉડ સ્પીકર’ છે ? આ તો અહીં બુમો પાડે તે પોળના નાકા સુધી સંભળાય ! ઘરમાં, ‘ગેસ્ટ’ તરીકે રહો. અમે ય ઘરમાં ‘ગેસ્ટ' તરીકે રહીએ છીએ. કુદરતના ‘ગેસ્ટ’ તરીકે તમને જો સુખ ના આવે તો પછી સાસરીમાં શું સુખ આવવાનું છે ?!
“માર'તો પછી બદલો વાળે ! પ્રશ્નકર્તા : દાદા, મારો મિજાજ છટકી જાય તે પછી મારે હાથ કેટલીક વાર બૈરી પર ઉપડી જાય છે.
દાદાશ્રી : સ્ત્રીને કોઇ દિવસ મરાય નહીં. જ્યાં સુધી ગાતરો મજબૂત હોય તમારા ત્યાં સુધી એ ચૂપ રહે, પછી એ તમારા પર ચઢી બેસે. સ્ત્રીને ને મનને મારવું એ તો સંસારમાં ભટકવાનાં બે સાધનો છે, આ બેને મરાય નહીં. તેમની પાસે તો સમજાવીને કામ લેવું પડે.
અમારો એક ભાઇબંધ હતો, તે હું જ્યારે જોઉં ત્યારે બૈરીને એક તમાચો આપી દે, એની જરાક ભૂલ દેખાય તો આપી દે. પછી હું એને ખાનગીમાં સમજાવું કે આ તમાચો તે એને આપ્યો પણ એની એ નોંધ રાખશે. તું નોંધ ના રાખું પણ એ તો નોંધ રાખશે જ. અરે, આ તારા નાનાં નાનાં છોકરાં, તું તમાચો મારે છે ત્યારે તને ટગર ટગર જોયા કરે છે તે યુ નોંધ રાખશે. અને એ પાછાં મા ને છોકરાં ભેગાં મળીને આનો બદલો વાળશે. એ ક્યારે બદલો વાળશે ? તારાં ગાતર ઢીલાં પડશે ત્યારે. માટે સ્ત્રીને મારવા જેવું નથી. મારવાથી તો ઊલટું આપણને જ નુકસાનરૂપ, અંતરાયરૂપ થઇ પડે છે.
આશ્રિત કોને કહેવાય ? ખીલે બંધી ગાય હોય, તેને મારીએ તો એ ક્યાં જાય? ઘરના માણસો ખીલે બાંધેલાં જેવા છે, તેને મારીએ તો આપણે નંગોડ કહેવાઇએ. એને છોડી દે ને પછી માર, તો તે તને મારશે અથવા તો નાસી જશે. બાંધેલાને મારવું એ શૂરવીરનાં કામ કેમ કહેવાય ? એ તો બાયલાનાં કામ કહેવાય.
ઘરના માણસને તો સહેજે ય દુ:ખ દેવાય જ નહીં. જેનામાં સમજ
ના હોય તે ઘરનાંને દુઃખ દે.
ફરિયાદ નહીં, નિકાલ લાવો તે ! પ્રશ્નકર્તા : દાદા, મારી ફરિયાદ કોણ સાંભળે ?
દાદાશ્રી : તું ફરિયાદ કરીશ તો તું ફરિયાદી થઇ જઇશ. હું તો જે ફરિયાદ કરવા આવે તેને જ ગુનેગાર ગણું. તારે ફરિયાદ કરવાનો વખત જ કેમ આવ્યો ? ફરિયાદી ઘણાખરા ગુનેગાર જ હોય છે. પોતે ગુનેગાર હોય તો ફરિયાદ કરવા આવે. તું ફરિયાદ કરીશ તો તુ ફરિયાદી થઇ જઇશ અને સામો આરોપી થશે. એટલે એની દ્રષ્ટિમાં આરોપી તું ઠરીશ. માટે કોઇની વિરુદ્ધ ફરિયાદ ના કરવી.
પ્રશ્નકર્તા : તો મારે શું કરવું ?
દાદાશ્રી : “એ” અવળા દેખાય તો કહેવું કે, એ તો સારામાં સારા માણસ છે, તું જ ખોટી છે. એમ ગુણાકાર થઇ ગયો હોય તો ભાગાકાર કરી નાખવો ને ભાગાકાર થઇ ગયો હોય તો ગુણાકાર કરી નાખવો. આ ગુણાકાર ભાગાકાર શાથી શીખવે છે ? સંસારમાં નિવેડો લાવવા માટે.
પેલો ભાગાકાર કરતો હોય તો આપણે ગુણાકાર કરવા એટલે રકમ ઊડી જાય. સામા માણસ માટે વિચાર કરવો કે એણે મને આમ કહ્યું, તેમ કહ્યું એ જ ગુનો છે. આ રસ્તામાં જતી વખતે ભીંત અથડાય તો તેને કેમ વઢતા નથી ? ઝાડને જડ કેમ કહેવાય ? જે વાગે એ બધાં લીલાં ઝાડ જ છે ! ગાયનો પગ આપણા ઉપર પડે તો આપણે કંઇ કહીએ છીએ ? એવું આ બધા લોકોનું છે. ‘જ્ઞાની પુરુષ” બધાને શી રીતે માફી આપે ? એ સમજે કે આ બિચારા સમજતા નથી, ઝાડ જેવા છે. ને સમજણવાળાને તો કહેવું જ ના પડે, એ તો મહીં તરત પ્રતિક્રમણ કરી નાખે.
સામાનો દોષ જ ના જોઇએ, નહીં તો એનાથી તો સંસાર બગડી જાય છે. પોતાના જ દોષ જો જો કરવા. આપણા જ કર્મના ઉદયનું ફળ છે આ ! માટે કંઈ કહેવાનું જ ના રહ્યું ને ?
બધાં અન્યોન્ય દોષ દે કે ‘તમે આવા છો, તમે તેવાં છો.” ને ભેગાં બેસીને ટેબલ પર ખાય. આમ વેર મહીં બંધાય છે, આ વેરથી દુનિયા ઊભી