________________
ક્લેશ વિનાનું જીવન
ઘરમાં માણસો એકબીજાને આક્ષેપો આપે જ નહીં. અરે, આપવાનો થાય તો ય ના આપે. મનમાં એમ જાણે કે આક્ષેપ આપીશ તો સામાને દુઃખ થશે અને કળિયુગમાં તો લાગમાં લેવા ફરે. ઘરમાં મતભેદ કેમ હોય? ખખડાટમાં, જોખમદારી પોતાતી જ !
૩૫
પ્રશ્નકર્તા : મતભેદ થવાનું કારણ શું ?
દાદાશ્રી : ભયંકર અજ્ઞાનતા ! એને સંસારમાં જીવતાં નથી આવડતું, દીકરાનો બાપ થતાં નથી આવડતું, વહુનો ધણી થતાં નથી આવડતું. જીવન જીવવાની કળા જ આવડતી નથી ! આ તો છતે સુખે સુખ ભોગવી શકતા નથી.
પ્રશ્નકર્તા : પણ વાસણ તો ઘરમાં ખખડે જ ને ?
દાદાશ્રી : વાસણ રોજ રોજ ખખડવાનું કેમનું ફાવે ? આ તો સમજતો નથી તેથી ફાવે છે. જાગ્રત હોય તેને તો એક મતભેદ પડ્યો તો આખી રાત ઊંઘ ના આવે ! આ વાસણોને (માણસોને) તો સ્પંદનો છે, તે રાત્રે સૂતાં સૂતાં ય સ્પંદનો કર્યા કરે કે, આ તો આવા છે, વાંકા છે, ઊંધા છે, નાલાયક છે, કાઢી મેલવા જેવા છે ! અને પેલાં વાસણોને કંઇ સ્પંદન છે ? આપણા લોક સમજ્યા વગર ટાપસી પૂરે કે, બે વાસણો જોડે હોય તો ખખડે ! મેર ચકકર, આપણે કંઇ વાસણ છીએ ? એટલે આપણને ખખડાટ જોઇએ ? આ દાદાને કોઇએ કોઇ દહાડો ખખડાટમાં જોયા ના
હોય ! સ્વપ્નું ય ના આવ્યું હોય એવું !! ખખડાટ શેનો ? આ ખખડાટ
તો આપણી પોતાની જોખમદારી ઉપર છે. ખખડાટ કંઇ કો'કની જોખમદારી પર છે ? ચા જલદી આવી ના હોય તો આપણે ટેબલ પર ત્રણવાર ઠોકીએ એ જોખમદારી કોની ? એના કરતાં આપણે બબુચક થઇને બેસી રહીએ. ચા મળી તો ઠીક, નહીં તો જઇશું ઓફિસે ! શું ખોટું ? ચાનો ય કંઇ કાળ તો હશે ને ? આ જગત નિયમની બહાર તો નહીં હોય ને ? એટલે અમે કહ્યું છે કે ‘વ્યવસ્થિત’ ! એનો ટાઇમ થશે એટલે ચા મળશે, તમારે ઠોકવું નહીં પડે. તમે સ્પંદન ઊભાં નહીં કરો તો એ આવીને ઊભી રહેશે, અને સ્પંદન ઊભા કરશો તો ય એ આવશે. પણ સ્પંદનનાં, પાછા વાઇફના ચોપડામાં હિસાબ જમે થશે કે તમે તે દહાડે
૭૬
ટેબલ ઠોકતા હતા ને !
ક્લેશ વિનાનું જીવન
પ્રકૃતિ ઓળખીતે, ચેતતા રહેવું !
પુરુષો પ્રસંગો ભૂલી જાય અને સ્ત્રીઓની નોંધ આખી જિંદગી રહે, પુરુષો ભોળા હોય, મોટા મનના હોય, ભદ્રિક હોય, તે ભૂલી જાય બિચારા. સ્ત્રીઓ તો બોલી જાય હઉ કે, ‘તે દહાડે તમે આવું બોલ્યા હતા તે મારે કાળજે વાગેલું છે'. અલ્યા, વીસ વર્ષ થયાં તો ય નોંધ તાજી !! બાબો વીસ વરસનો મોટો થયો, પૈણવા જેવો થયો તો ય હજી પેલી વાત રાખી મેલી ?! બધી ચીજ સડી જાય, પણ આમની ચીજ ના સડી ! સ્ત્રીને આપણે આપ્યું હોય તો તે અસલ જગ્યાએ રાખી મેલે, કાળજાની મહીં, માટે આલશો કરશો નહીં. નથી આલવા જેવી ચીજ આ, ચેતતા રહેવા જેવું છે.
તેથી શાસ્ત્રમાં હઉ લખ્યું છે કે, ‘૨મા રમાડવી સહેલ છે, વીફરે મહામુશ્કેલ છે !' વીફરે તો એ શું ના કલ્પે તે કહેવાય નહીં. માટે સ્ત્રીને વારે ઘડીએ આડછેટ આડછેટ ના કરાય. શાક ટાઢું કેમ થઇ ગયું ? દાળમાં વઘાર બરોબર નથી કર્યો, એમ કચકચ શું કરવા કરે છે ? બાર મહિનામાં એકાદ દહાડો એકાદ શબ્દ હોય તો ઠીક છે. આ તો રોજ! ‘ભાભો ભારમાં તો વહુ લાજમાં’ આપણે ભારમાં રહેવું જોઇએ. દાળ સારી ના થઇ હોય, શાક ટાઢું થઇ ગયું હોય તો તે કાયદાને આધીન થાય છે. અને બહુ થાય ત્યારે ધીમે રહીને વાત કરવી હોય તો કરીએ કોઇ વખત કે', આ શાક રોજ ગરમ હોય છે, ત્યારે બહુ સરસ લાગે છે. આવી વાત કરીએ તો એ ટકોર સમજી જાય.
ડીલિંગ ન આવડે, તે વાંક કોતો ?!
અઢારસો રૂપિયાની ઘોડી લો, પછી ભઇ ઉપર બેસી જાય. ભઇને બેસતાં ના આવડે, તે સળી કરવા જાય એટલે ઘોડીએ કોઇ દિવસ સળી જોઇ ના હોય એટલે ઊભી થઇ જાય ! અક્કરમી પડી જાય ! પાછો ભઇ લોકોને કહે શું કે, ‘ઘોડીએ મને પાડી નાખ્યો'. અને આ ઘોડી એનો ન્યાય કોને કહેવા જાય ? ઘોડી પર બેસતાં તને નથી આવડતું એમાં તારો વાંક કે ઘોડીનો ? અને ઘોડી ય બેસતાંની સાથે જ સમજી જાય કે આ તો જંગલી