________________
ક્લેશ વિનાનું જીવન
૭૧
ક્લેશ વિનાનું જીવન
છે, મને આ ગમ્યું. આટલી ય અક્કલવાળી વાત હોય તો તેને આપણે ‘એક્સેપ્ટ’ કરવી જોઇએ. કોઈ ભોળા માણસ તો ઊલટાનું બારણું બંધ હોય તો ઉઘાડી આવે. અને લોકોને કહે, ‘આવો, જુઓ અમારે ત્યાં !” અલ્યા, આ તો તાયફો કર્યો !
આ લબાજી કરે છે તેમાં કોઈની જવાબદારી નથી, આપણી પોતાની જ જોખમદારી છે. આને તો પોતે જ છૂટું કરવું પડે ! જો તું ખરો ડાહ્યો પુરુષ હોય તો લોકો ઊંધું નાખ નાખ કરે તેને તું છતું કર કર કર્યા કર તો તારો ઉકેલ આવશે. લોકોનો સ્વભાવ જ ઊંધું નાખવું એ છે. તું સમકિતી હોઉં તો લોકો ઊંધું નાખે તો આપણે છતું કરી નાખીએ, આપણે તો ઊંધું નાખીએ જ નહીં. બાકી, જગત તો આખી રાત નળ ઉઘાડી રાખે ને માટલું ઊંધું રાખે એવું છે ! પોતાનું જ સર્વસ્વ બગાડી રહ્યા છે. એ જાણે કે હું લોકોનું બગાડું છું. લોકનું તો કોઇ બગાડી શકે એમ છે જ નહીં, કોઇ એવો જભ્યો જ નથી.
હિન્દુસ્તાનમાં પ્રકૃતિ મપાય નહીં, અહીં તો ભગવાન પણ ગોથાં ખાઇ જાય ! “ફોરેનમાં તો એક દહાડો એની ‘વાઈફ’ જોડે સાચો રહ્યો તો આખી જિંદગી સાચો નીકળે; અને અહીં તો આખો દહાડો પ્રકૃતિને જો જો કરે છતાં ય પ્રકૃતિ મપાય નહીં. આ તો કર્મના ઉદય ખોટ ખવડાવે છે, નહીં તો આ લોકો ખોટ ખાય ? અરે, મરે તો ય ખોટ ના ખાય, આત્માને બાજુએ થોડીવાર બેસાડીને પછી મરે.
ફરી જઈ તે મતભેદ ટાળ્યો ! દાદાશ્રી : જમતી વખતે ટેબલ પર મતભેદ થાય છે ? પ્રશ્નકર્તા : એ તો થાય ને ! દાદાશ્રી : કેમ પરણતી વખતે આવો કરાર કરેલો ? પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : તે વખતે તો કરાર કરેલા કે સમય વર્તે સાવધાન. ઘરમાં વાઇફ જોડે ‘તમારું ને અમારું” એવી વાણી ના હોવી જોઇએ. વાણી વિભક્ત ના હોવી જોઇએ, વાણી અવિભક્ત હોવી જોઇએ. આપણે
અવિભક્ત કુટુંબના ને ?
અમારે હીરાબા જોડે ક્યારેય મતભેદ થયો નથી, ક્યારેય વાણીમાં મારી-તારીથયું નથી. પણ એક ફેરો અમારે મતભેદ પડી ગયેલો. એમના ભાઇને ત્યાં પહેલી દીકરીના લગ્ન હતાં. તે તેમણે મને પૂછયું કે, “એમને શું આપવું છે ?” ત્યારે મેં તેમને કહ્યું કે, ‘તમને ઠીક લાગે તે, પણ ઘરમાં આ તૈયાર ચાંદીના વાસણો પડેલાં છે તે આપજો ને ! નવું બનાવશો નહીં.' ત્યારે એમણે કહ્યું કે, તમારા મોસાળમાં તો મામાની દિકરી પરણે તો મોટા મોટા તાટ બનાવીને આપો છો !” એ મારા ને તમારા શબ્દો બોલ્યાં ત્યારથી હું સમજી ગયો કે આજ આબરૂ ગઈ આપણી ! આપણે એકના એક ત્યાં મારા-તમારાં હોય ? હું તરત સમજી ગયો ને તરત હું ફરી ગયો, મારે જે બોલવું હતું તે ઉપરથી આખો ય હું ફરી ગયો. મેં તેમને કહ્યું, ‘હું એવું નથી કહેવા માગતો. તમે આ ચાંદીના વાસણ આપજો ને ઉપરથી પાંચસો એક રૂપિયા આપજો, એમને કામ લાગશે.” “હં... એટલા બધા રૂપિયા તે કંઇ અપાતા હશે ? તમે તો
જ્યારે ને ત્યારે ભોળા ને ભોળા જ રહો છો, જેને તેને આપ આપ જ કરો છો.’ મે કહ્યું, “ખરેખર, મને તો કશું આવડતું જ નથી.”
જુઓ, આ મારે મતભેદ પડતો હતો, પણ કેવો સાચવી લીધો ફરી જઇને ! સરવાળે મતભેદ ના પડવા દીધો. છેલ્લાં ત્રીસ-પાંત્રીસ વર્ષથી અમારે નામે ય મતભેદ નથી થયો. બા પણ દેવી જેવાં છે ! મતભેદ કોઇ જગ્યાએ અમે પડવા ના દઇએ. મતભેદ પડતા પહેલાં જ અમે સમજી જઇએ કે આમથી ફેરવી નાખો, ને તમે તો ડાબું ને જમણું બે બાજુનું જ ફેરવવાનું જાણો કે આમના આંટા ચઢે કે આમના આંટા ચઢે. અમને તો સત્તર લાખ જાતના આંટા ફેરવતાં આવડે. પણ ગાડું રાગે પાડી દઇએ, મતભેદ થવા ના દઇએ. આપણા સત્સંગમાં વીસેક હજાર માણસો ને ચારેક હજાર મહાત્માઓ, પણ અમારે કોઇ જોડે એકંય મતભેદ નથી. જુદાઈ માની જ નથી કે કોઇની જોડે !
જ્યાં મતભેદ છે ત્યાં અંશજ્ઞાન છે ને જ્યાં મતભેદ જ નથી ત્યાં વિજ્ઞાન છે. જ્યાં વિજ્ઞાન છે ત્યાં સર્વાશ જ્ઞાન છે. ‘સેન્ટર’માં બેસે તો. જ મતભેદ ના રહે. ત્યારે જ મોક્ષ થાય. પણ ડિગ્રી ઉપર બેસી ને ‘અમારું