SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ દુભાય, ન દુભાવાય, કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનું કિંચિત્માત્ર પણ પ્રમાણ ન દુભાવાય એવી સ્યાદ્વાદ વાણી, સ્યાદ્વાદ વર્તન અને સ્યાદ્વાદ મનન કરવાની પરમ શક્તિ આપો. ૩. હે દાદા ભગવાન ! મને કોઈ પણ દેહધારી, ઉપદેશક, સાધુ, સાધ્વી કે આચાર્યનો અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરવાની પરમ શક્તિ આપો. ૪. હે દાદા ભગવાન ! મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત્માત્ર પણ અભાવ, તિરસ્કાર ક્યારેય પણ ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. ૫. હે દાદા ભગવાન ! મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારે ય પણ કઠોર ભાષા, તંતીલી ભાષા ન બોલાય, ન બોલાવાય કે બોલવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, તંતીલી ભાષા બોલે તો મને મૃદુ ઋજુ ભાષા બોલવાની શક્તિઓ આપો. ૬. હે દાદા ભગવાન ! મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી, પુરુષ અગર નપુંસક ગમે તે લિંગધારી હોય, તો તેના સંબંધી કિંચિત્માત્ર પણ વિષય-વિકાર સંબંધી દોષો, ઇચ્છાઓ, ચેષ્ટાઓ કે વિચાર સંબંધી દોષો ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. ૭. હે દાદા ભગવાન ! મને કોઈ પણ રસમાં લબ્ધપણું ન કરાય એવી શક્તિ આપો, સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો. ૮. હે દાદા ભગવાન ! મને કોઈ દેહધારી જીવાત્માનો, પ્રત્યક્ષ અગર પરોક્ષ, જીવંત અગર મૃત્યુ પામેલાનો, કોઈનો કિંચિત્માત્ર પણ અવર્ણવાદ, અપરાધ અવિનય ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. ૯. હે દાદા ભગવાન ! મને જગત કલ્યાણ કરવાનું નિમિત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. આટલું તમારે ‘‘દાદા’’ પાસે માંગવાનું. આ દરરોજ વાંચવાની ચીજ ન હોય, અંતરમાં રાખવાની ચીજ છે. આ દરરોજ ઉપયોગપૂર્વક ભાવવાની ચીજ છે. આટલા પાઠમાં તમામ શાસ્ત્રોનો સાર આવી જાય છે. તમસ્કારવિધિ (દિવસમાં એકવાર બોલવું) ♦ પ્રત્યક્ષ ‘દાદા ભગવાન'ની સાક્ષીએ, વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા, તીર્થંકર ભગવાન ‘શ્રી સીમંધર સ્વામી’ ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. (૪૦) ♦ પ્રત્યક્ષ ‘દાદા ભગવાન'ની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ‘ૐ પરમેષ્ટિ ભગવંતો’ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. (૫) ♦ પ્રત્યક્ષ ‘દાદા ભગવાન”ની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ‘પંચ પરમેષ્ટિ ભગવંતો’ને અત્યંત ભક્તિપૂર્વક (૫) નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ ‘દાદા ભગવાન'ની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન ‘તીર્થંકર સાહેબો’ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. (૫) ♦ વીતરાગ શાસન દેવ-દેવીઓ'ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. (૫) ♦ નિષ્પક્ષપાતી શાસન દેવી-દેવીઓ'ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું (૫) (4) (૫) ♦ ચોવીસ તીર્થંકર ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ♦‘શ્રીકૃષ્ણ ભગવાન’ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. * ભરતક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ ‘શ્રી દાદા ભગવાન’ને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ♦‘દાદા ભગવાન’ના સર્વે ‘સમક્તિધારી મહાત્માઓ’ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. (૫) (૫) * આખા બ્રહ્માંડના જીવમાત્રના ‘રીયલ' સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. (૫)
SR No.008854
Book TitleHu Kon Chhu
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2000
Total Pages29
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size350 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy