________________
હું કોણ છું ?
સ્ત્રી પણ મોક્ષે જશે. ભલે બધા ના કહેતા હોય, પણ સ્ત્રી મોક્ષને માટે લાયક છે. કારણ કે એ આત્મા છે અને પુરુષોની જોડે ટચમાં આવ્યા છે, તે એનો પણ ઉકેલ આવશે પણ સ્ત્રી પ્રકૃતિને મોહ બળવાન હોવાથી વધુ ટાઈમ લાગશે !
કામ કાઢી લો ! આપણું કામ કાઢી લેજો, જ્યારે જરૂર હોય ત્યારે. એવું ય નથી કે તમે આવજો જ. તમને ઠીક લાગે તો આવજોને ! અને સંસાર ગમતો હોય, પોસાતો હોય ત્યાં સુધી એ વેપાર ચાલુ રાખો. અમારે તો એવું ના હોય કે આમ જ કરો. અને અમે તમને કાગળ લખવા ના આવીએ. અહીં આવ્યા હોય તો તમને કહીએ કે, ‘ભઈ, આમ લાભ ઉઠાવો.” આટલું જ કહીએ તમને. હજારો વર્ષથી આવું વિજ્ઞાન ઊભું થયું નથી. માટે હું કહું છું કે પાછળ હવે જે થવાનું હોય તે થાવ પણ આ કામ કાઢી લેવા જેવું છે.
હું કોણ છું ? સંત પુરુષ સાચે રસ્તે ચઢાવે અને જ્ઞાની પુરુષ મુક્તિ અપાવે. સંતો તો વટેમાર્ગુ કહેવાય. વટેમાર્ગ એટલે એ પોતે ચાલે અને બીજા વટેમાર્ગુને કહેશે, ‘હંડો, તમે મારી જોડે.” અને જ્ઞાની પુરુષ તો છેલ્લું સ્ટેશન કહેવાય, ત્યાં તો આપણું કામ જ કાઢી નાખે.
સાચો, તદન સાચો સંત કોણ ? જે મમતા રહિત હોય. તે બીજા ઓછાવત્તી મમતાવાળા હોય છે, ને સાચો જ્ઞાની કોણ ? કે જેને અહંકાર ને મમતા બેઉ ના હોય.
એટલે સંતોને જ્ઞાની પુરુષ ના કહેવાય. સંતોને આત્માનું ભાન ના હોય. એ સંતો તો પાછાં જ્ઞાની પુરુષને મળશે ત્યારે એમનો ઉકેલ આવશે. સંતોને ય આની જરૂર. બધાને અહીં આવું પડે, છૂટકો જ નહીં ને ! દરેકની ઈચ્છા આ હોય.
જ્ઞાની પુરુષ એટલે વર્લ્ડની અજાયબી કહેવાય. જ્ઞાની પુરુષ એટલે પ્રગટ દીવો કહેવાય.
જ્ઞાની પુરુષની ઓળખાણ ! પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષને ઓળખવા કેવી રીતે ?
દાદાશ્રી : કેવી રીતે ઓળખશો ? જ્ઞાની પુરુષ તો એમને એમ જ ઓળખાય એવાં હોય. એમની સુગંધી જ ઓળખાય એવી હોય. એમનું વાતાવરણ ઓર જાતનું હોય. એમની વાણી ઓર જાતની હોય. એમના શબ્દો ઉપરથી ખબર પડી જાય. અરે, એમની આંખ જોઈને જ ખબર પડી જાય. બાકી, જ્ઞાની પાસે તો બહુ ખાતરી હોય, જબરજસ્ત ખાતરી ! અને એમનો શબ્દેશબ્દ શાસ્ત્રરૂપે હોય, જો સમજણ પડે તો એમના વાણી-વર્તન ને વિનય મનોહર હોય, મનનું હરણ કરે એવું હોય. એટલે બધા બહુ લક્ષણો હોય.
જ્ઞાની પુરુષમાં બુદ્ધિનો છાંટો ના હોય ! એ અબુધ હોય. હવે
(૯) “જ્ઞાની પુરુષ' કોણ ?
સંત પુરુષ : જ્ઞાની પુરુષ ! પ્રશ્નકર્તા : આ તો સંતો બધા જે થઈ ગયા છે અને જ્ઞાનીમાં અંતર કેટલું ?
દાદાશ્રી : સંત કોનું નામ ? કે જે નબળું છોડાવડાવે ને સારું પકડાવે. ખોટું કરવાનું છોડાવડાવે અને સારું કરવાનું પકડાવે, એનું નામ સંત કહેવાય.
પ્રશ્નકર્તા : એટલે પાપકર્મથી બચાવે છે, એ સંત ?
દાદાશ્રી : હા, પાપકર્મથી બચાવે એ સંત, પણ પાપ-પુણ્ય બન્નેથી બચાવે, એનું નામ જ્ઞાની પુરુષ કહેવાય.