________________
હું કોણ છું ?
૧૭
દાદાશ્રી : એટલું સમજાય તો ય ઉકેલ આવે. આ બધા લોકો જે બોલે છે ને કે, ‘મેં આટલું તપ કર્યુ, આમ જાપ કર્યા, ઉપવાસ કર્યા' એ બધું જ ભ્રાંતિ છે, છતાંય જગત તો આવું ને આવું જ રહેવાનું. અહંકાર કર્યા વગર રહેવાનું નથી. સ્વભાવ છે ને ?
કર્તા, વૈમિત્તિક કર્તા.....
પ્રશ્નકર્તા : ખરેખર પોતે કર્તા નથી, તો પછી કર્તા કોણ છે ? અને એનું સ્વરૂપ શું છે ?
દાદાશ્રી : એવું છે, નૈમિત્તિક કર્તા તો પોતે જ છે. પોતે સ્વતંત્ર કર્તા તો છે જ નહીં. પણ નૈમિત્તિક કર્તા છે. એટલે પાર્લામેન્ટરી પદ્ધતિથી કર્તા છે. પાર્લામેન્ટરી પદ્ધતિ એટલે ? જેમ પાર્લામેન્ટમાં બધાના વોટિંગ હોય, અને પછી છેવટે પોતાનો વોટ હોય ને તેના આધારે પોતે કહે છે કે આ તો મારે કરવું પડશે. એટલે હિસાબે કર્તા થાય છે, આ યોજનાનું સર્જન થાય છે. યોજના કરનાર પોતે જ છે. કર્તાપણું ફક્ત યોજનામાં હોય છે, યોજનામાં એની સહી છે. પણ તે જગતને ખબર નથી. આ નાના કૉમ્પ્યુટરમાંથી ફીડ નીકળે અને મોટા કૉમ્પ્યુટરમાં એ ફીડ જાય, એવી રીતે આ યોજના સર્જન થઈને મોટા કૉમ્પ્યુટરમાં જાય છે. આ મોટું કૉમ્પ્યુટર પછી એને વિસર્જન કરે છે એટલે આ ભવમાં આખી લાઈફ વિસર્જન સ્વરૂપે છે, જેનું સર્જન ગયા ભવમાં થયેલું હોય છે. એટલે આ ભવમાં જન્મથી મરણ સુધી વિસર્જન સ્વરૂપે જ છે. પોતાના હાથમાં કશું ય નથી, પરસત્તામાં જ છે. યોજના થઈ કે એ બધું પછી પરસત્તામાં જાય છે. રૂપકમાં એ પરસત્તા પછી અમલ બજાવે છે. એટલે રૂપક જુદું છે. રૂપક પરસત્તાને તાબે છે. આપને સમજાય છે ? આ વાત બહુ ઊંડી છે. કર્તાપદથી કર્મબંધ !
પ્રશ્નકર્તા : આ કર્મનાં બંધનમાંથી છૂટવા માટે શું કરવું ? દાદાશ્રી : આ કર્મ છે એ કર્તાના આધિન છે. એટલે કર્તા હોય
૧૮
હું કોણ છું ? તો જ કર્મ થાય. કર્તા ના હોય તો કર્મ ના થાય. કર્તા કેમ ? આ આરોપિત ભાવમાં મુકામ કર્યો એટલે કર્તા થયો. પોતાના મૂળ સ્વભાવમાં આવે તો કર્તા છે જ નહીં. ‘મેં કર્યુ’ એમ કહ્યું એટલે કર્તા થયો. એટલે કર્મને આધાર આપ્યો. હવે પોતે કર્તા ના થાય તો કર્મ પડી જાય, નિરાધાર કરીએ તો કર્મ પડી જાય. એટલે કર્તાપણું છે ત્યાં સુધી કર્મ છે. “છૂટે દેહાધ્યાસ તો નહીં કર્તા તું કર્મ, નહીં ભોક્તા તું તેહનો એ જ ધર્મનો મર્મ
શ્રીમદ્ રાજચંદ્ર
અત્યારે તમે ‘હું ચંદુલાલ છું' એવું માની બેઠા છો. એટલે એકાકાર થઈ ગયું છે. મહીં બે વસ્તુ જુદી છે. તમે જુદા ને ચંદુલાલ જુદા છે. પણ એ તમને ખબર નથી ત્યાં સુધી શું થાય ? જ્ઞાની પુરુષ ભેદવિજ્ઞાનથી જુદું પાડી આપે. પછી જ્યારે તમે જુદા પડો ત્યારે ‘તમારે’ કશું કરવાનું નહીં, એ ચંદુલાલ કર્યા કરે.
(૬) ભેદજ્ઞાત કોણ કરાવે ?
-
આત્મા-અતાત્માનું વૈજ્ઞાતિક વિભાજત !
આ વીંટીમાં સોનું અને તાંબું બે મહીં ભેગાં થયેલા હોય, એને આપણે ગામમાં ઘેર લઈ જઈએ કે ‘ભઈ, આને છૂટું કરી આપોને !’ તો બધા લોક કરી આપે ? કોઈ કરી આપે ?
પ્રશ્નકર્તા : સોની જ કરી આપે.
દાદાશ્રી : જેનો આ ધંધો છે, જે આમાં એક્સ્પર્ટ છે, તે સોનું અને તાંબું બન્ને જુદું કરી આપે, સો એ સો ટચનું સોનું જુદું કરી આપે. કારણ કે એ બેઉના ગુણધર્મ જાણે છે કે સોનાના આવાં ગુણધર્મ છે ને તાંબાના આવાં ગુણધર્મ છે. એવી જ રીતે જ્ઞાની પુરુષ આત્માના ગુણધર્મ જાણે