________________
આ બધું અંધેર ચાલે છે હિન્દુસ્તાનમાં. આપણા હિન્દુસ્તાન દેશમાં જ નહીં, પણ બધે ય એવું જ થઈ ગયું છે.
આમ સાયું ‘તાણું” પરખાય ! પ્રશ્નકર્તા : સાચા ગુરુ છે, એને માટે આમ ચોક્કસ કોઈ ઓળખ ખરી ?
દાદાશ્રી : ઓળખમાં તો, આપણે ગાળ ભાંડીએ તો ક્ષમા ના આપે પણ સહજ ક્ષમા હોય. આપણે મારીએ તો ય ક્ષમા હોય, ગમે એવું અપમાન કરીએ તો ય ક્ષમા હોય. પછી સરળ હોય. તેમને આપણી પાસે કંઈ લાલચ ના હોય, આપણી પાસે પૈસા સંબંધી કંઈ માગણી કરતા નથી. અને આપણે પૂછીએ તે પ્રશ્નનું સમાધાન કરે અને જો એમને છંછેડીએ તો ય એ ફેણ ના માંડે. વખતે ભૂલચૂક થઈ ગઈ હોય તો ય એ ફેણ માંડે નહીં. ફેણ માંડે એને શું કહેવાય ? ફેણિયા નાગ કહેવાય. આ બધી ઓળખ કહી એમની.
નહીં તો પછી ગુરુની તપાસ કરવી જોઈએ અને પછી ગુરુ કરવા જોઈએ. ગમે તેને ગુરુ કરી બેસીએ એનો શો અર્થ છે તે !
પ્રશ્નકર્તા: કોણ કેવા છે એ કેવી રીતે ખબર પડે ?
દાદાશ્રી : પહેલાંના બોડિયા એડવર્ડ રૂપિયા ને રાણી છાપ રૂપિયા તમે જોયેલા કે ? હવે એ રૂપિયા હોય ને, તો ય આ લોકો વિશ્વાસ રાખતા ન્હોતા. અલ્યા, રૂપિયા છે, વ્યવહારમાં ચાલુ ચલણ છે ને ?! પણ ના, તો ય એને પથ્થર જોડે કે લોખંડ જોડે અથાડે ! અરે, લક્ષ્મીને ના અથાડીશ. પણ તો ય અથાડે એ ! કેમ અથાડતો હશે ? રૂપિયો ખખડાવીએ ત્યારે કલદાર છે કે બહેરો, એ માલમ પડે કે ના પડે ? આમ ઠોકીએ કે ‘ઠનનન......” બોલે તો આપણે એને કબાટમાં-તીજોરીમાં મૂકી દઈએ અને બહેરો નીકળે તો કાપી નાખે, કાઢી નાખે. એટલે આ ટેસ્ટ જોવો, રૂપિયો ખખડાવી જોવાનો. એવું ગુરુનો હંમેશાં ય ટેસ્ટ કરો.
પ્રશ્નકર્તા : પરીક્ષા કરવાની ?!
દાદાશ્રી : ટેસ્ટ ! પરીક્ષા તો આવડે નહીં. બાળક હોય, તે પ્રોફેસરની પરીક્ષા શી રીતે લે ?
પ્રશ્નકર્તા : તો ટેસ્ટ અને પરીક્ષામાં શું ફરક ?
દાદાશ્રી : ટેસ્ટમાં અને પરીક્ષામાં બહુ ફેર. ટેસ્ટમાં તો આપણે એમ જ કહેવાનું કે, “સાહેબ, આપ બોલ્યા, પણ એકુંય વાત મને સાચી લાગતી નથી.” એટલું જ બોલવાનું. એનો ટેસ્ટ ઝટ નીકળશે. એ ફેણ માંડશે. એટલે આપણે સમજવું કે આ ફેણિયા છે, આ દુકાન આપણા માટે નથી. દુકાન બદલો. દુકાન બદલવાની ખબર ના પડી જાય આપણને ?!
પ્રશ્નકર્તા : પણ દાદા, આવું ગુરુને કહેવું એ અવિનય ના કહેવાય ?
દાદાશ્રી : એવું છે, કે અવિનય ના કરીએ તો આપણે ક્યાં સુધી ત્યાં ને ત્યાં બેસી રહેવું ?! આપણને સિલ્ક જોઈએ છે, ‘ડબલ ઘોડા'નું સિલ્ક જોઈએ છે, તો દરેક દુકાને ફરતા ફરતા જઈએ તો કો'ક કહેશે, ‘ભઈ, પેલાની દુકાને, ખાદી ભંડારમાં જાવ.' હવે, ત્યાં જઈને આપણે બેસી રહીએ પણ પૂછીએ-કરીએ નહીં, તો ત્યાં ક્યાં સુધી બેસી રહેવું આપણે ?! એના કરતાં પૂછીએ કે, “ભાઈ, ડબલ ઘોડાનું સિલ્ક હોય તો હું બેસી રહે, પછી છ કલાક બેસી રહીશ પણ છે ખરું આપની પાસે ?!” ત્યારે એ કહે, ‘ના, નથી.” ત્યારે આપણે ઊઠીને બીજી દુકાને જઈએ.
છતાં પણ અહીં આગળ એક ગુનો થાય છે પાછો. આટલી મારી સમજ લઈને છટકી નહીં જવાનું. જેમને તમે આવું કર્યું કે ‘તમારું આ બરાબર નથી’ એટલે એમના મનને દુઃખ થયું, એટલા પૂરતો અવિનય ગણાય છે. માટે એમને કહીએ કે, “સાહેબ, જરા મારું મગજ આવું કોઈ ફેરો ખસી જાય છે.' ત્યારે એ કહેશે, ‘કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં.” તો ય પણ એમનું મન મહીં દુખાયા કરતું હોય, તો પછી આપણે પાંચપચાસ રૂપિયા ગજવામાં રાખવા પડે ને એમને કહેવું જોઈએ કે, “આપને શું, ચશ્માં જોઈએ છે ? જે જોઈતું હોય તે કહો.’ નહીં તો પછી આપણે કહીએ, “સાહેબ, એક શાલ છે તેનો સ્વીકાર કરો. માથે હાથ મૂકી આપો.” તે શાલ આપી આવવી એટલે એ ખુશ ! એટલે આપણે જાણીએ કે આ