________________
ગુરુ-શિષ્ય
ગુરુ-શિષ્ય ને ! આપણે એમને નિર્દોષ જ જોવા જોઈએ. આપણા પૂર્વના કંઈ પાપ હશે ત્યારે ફસાયા ને આવા ગુરુ મળી આવ્યા. નહીં તો મળે જ નહીં ને ! ગયા અવતારનું ઋણાનુબંધ તેથી આ ભેગા થયા ને ! નહીં તો ક્યાંથી ભેગા થાય ?! બીજાં લોકોને ભેગા નથી થયા ને આપણે ભાગ ક્યાંથી આવ્યા ?!
પછી મેં એને કહ્યું, ‘તેં ગુરુના નામ પર કશું કર્યું?” ત્યારે એ કહે છે, ‘હા, એમનાં ફોટા જે પૂજતો હતો તે પછી તાપી નદીમાં નાખી આવ્યો. બહુ આવું પજવે એટલે મને રીસ ચઢી ! તેથી નાખી આવ્યો.’ ‘અલ્યા, પણ તે પૂજ્યા શું કરવા ? અને પૂજ્યા તો પછી તાપીમાં નાખ્યા શું કરવા ? ગુરુએ તને એમ નહોતું કહ્યું કે તું પૂજીને તાપીમાં નાખજે. નહીં તો પૂજીશ જ નહીં પહેલેથી. પૂજ્યા માટે જોખમદારી તારી થઈ. આ તો તે ખોટું કર્યું. આગલે દહાડે ભજતો હોય અને બીજે દહાડે નાખે પાણીમાં ?! ભજનારો તું અને ઉખાડનારો ય તું, પોતે ને પોતે ભજનારો અને પોતે ઉખાડનારો ! આ ગુનો ખરો કે નહીં ? તો ભજતો હતો શું કરવા ત્યારે ?! અને જો આ ઉખાડવાનું થયું તો વિધિપૂર્વક ઉખાડો. આવું ના ચાલે. કારણ કે જે ફોટાની આજે પૂજા કરતો હતો, એને કાલે નદીમાં પધરાવી દઉં, એ હિંસા થઈ કહેવાય.” આપણે જાણીએ કે આ ભગવાનનો ફોટો છે, ને પછી આપણે જો ડૂબાડીએ તો આપણી ભૂલ છે. ના જાણતા હોય, અજાણતાં હોય તો વાંધો નહીં.
પ્રશ્નકર્તા : ગુરુએ એવું કર્યું ત્યારે એને નાખવું પડ્યું ને ? ગુરુ નિમિત્ત બન્યા ને, એમાં ? એ દોષિત થયા ને ?
દાદાશ્રી : ગુરુ ગમે તે કરે, પણ આપણાથી ભૂલ ન થવી જોઈએ. આપણી ભૂલનાં કર્મ આપણને લાગે, એમની ભૂલનાં કર્મ એમને લાગે. તમે મારું અપમાન કરી જાવ, ગાળો ભાંડો, તો હું વડું-કરું તો મને કર્મ લાગે. મારે તો એવું કરવાની જરૂર જ ક્યાં છે ?! તમે તો કર્મ બાંધો. તમે શ્રીમંત હો, શક્તિવાળા હો, તો બાંધો. અમારે એવી શક્તિ ય નથી ને અમારી શ્રીમંતાઈ ય નથી એવી ! એવી શક્તિ હોય તો કર્મ બાંધે ને ? એટલે આપણાથી એવું ના કહેવાય. આ કૂતરું બચકું ભરે એટલે આપણે ય બચકું ભરવાનું ?! એ તો ભરે જ !
પ્રશ્નકર્તા : એવાં ગુરુના ફોટાને નદીમાં નાખી દે તો પાપ શી રીતે લાગે ?
દાદાશ્રી : આવું બોલાય નહીં, આપણે ના બોલાય. એ ગુરુમાં ભગવાન રહેલા છે. એ ગુરુ ભલે ખરાબ છે, પણ ભગવાન રહેલા છે
એટલે પછી મેં એને વિધિ કરી આપી અને કહ્યું કે, ‘ગુરુના નામનું ખરાબ બોલીશ નહીં, એના નામનું ખરાબ વિચારીશ નહીં, ગુરુના નામનું વેર ના રાખીશ.’ એને મનમાં પ્રતિક્રમણ કરાવડાવ્યા, બધું શીખવાડ્યું. એ માણસને બધો રસ્તો કરી આપ્યો અને નદીમાં ફોટાં નાખી આવ્યો, એની કેવી વિધિ કરવાની તે મેં એને બતાવ્યું. પછી એને રાગે પડી ગયું.
પછી બાર મહિના સુધી ના ગયો એટલે ગુરુએ જાણ્યું કે આ કો’કે આને હઠાવ્યો. એટલે બાર મહિના પછી ગુરુએ કાગળ લખ્યો કે, ‘તમે આવો. તમને કોઈ જાતની હરકત નહીં કરું.” પેલી લોટ ખાવાની જે ટેવ છે તે એને મારે છે, લાલચ ! હવે પેલો જતો નથી. કારણ કે આ માછલાં એક ફેરો પકડાયા પછી છૂટી જાય, પછી ફરી જાળમાં ફસાય કે ?! જે લાલચુ હોય તેને ગુરુ ના કરવા. લાલચુ ના હોય, સ્વતંત્ર હોય એને ગુરુ. કરવા. ગુરુ કહે કે “ચલે જાવ' ત્યારે કહીએ કે ‘સાબ, આપકી મરજી. અમારું ઘર છે જ. નહીં તો મારી વાઈફેય ગુરુ જ છે મારી !!
નહીં તો બૈરીતે ય ગુરુ કરાય ! ગુરુ કરવાં ના ફાવે અને ગુરુ વગર જંપ ના વળે તો બૈરીને કહેવું ‘તું અવળી ફરીને બેસી જા. હું તને ગુરુ તરીકે સ્વીકારું.’ મોટું ના દેખવું, ! “અવળી ફરી જા’ કહીએ ! મૂર્તિ તો જીવતીને !
હા, એટલે બૈરીને ગુરુ કરજે. તમારે શું કરવું છે?! પૈણ્યા નથી
પ્રશ્નકર્તા : પૈણ્યો છું ને !
દાદાશ્રી ત્યારે એને ગુરુ કરવાની. એ આપણા ઘરની તો ખરી. ઘી ઢોળાયું તો ય ખીચડીમાં !