SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો પ્રગટ્યા “દાદા ભગવાન' ૧૯૫૮માં ! જૂન ઓગણીસો અઠાવનની એ સમી સાંજનો છએક વાગ્યાનો સમય, ભીડમાં ધમધમતું સુરતનું સ્ટેશન, પ્લેટફોર્મ નં: ૩ પરનાં રેલ્વેનાં બાંકડા પર બેઠેલા અંબાલાલ મૂળજીભાઈ પટેલ રૂપી મંદિરમાં કુદરતી ક્રમે અક્રમ સ્વરૂપે કંઈક જન્મોથી વ્યક્ત થવા મથતા ‘દાદા ભગવાન’ સંપૂર્ણપણે પ્રગટ થયા ! અને કુદરતે એ સમયે સર્ષે અધ્યાત્મનું અદ્દભૂત આશ્ચર્ય! એક કલાકમાં વિશ્વદર્શન લાધ્યું! જગત શું છે ? કેવી રીતે ચાલે છે ? આપણે કોણ ? ભગવાન કોણ ? જગત કોણ ચલાવે છે ? કર્મ શું ? મુક્તિ શું? વિ.વિ. જગતનાં તમામ આધ્યાત્મિક પ્રશ્નોનાં સંપૂર્ણ ફોડ પડ્યા ! આમ કુદરતે, જગતને ચરણે એક અજોડ પૂર્ણ દર્શન ધર્યું અને તેનું માધ્યમ બન્યા શ્રી અંબાલાલ મૂળજીભાઈ પટેલ, ચરોતરનાં ભાદરણ ગામના પાટીદાર, કોંટ્રાક્ટનો ધંધો કરનાર, છતાં પૂર્ણ વીતરાગ પુરૂષ ! અક્રમમાર્ગની અદ્ભુત કુદરતની ભેટ ! એમને પ્રાપ્તિ થઈ તે જ રીતે માત્ર બે જ કલાકમાં, અન્યને પણ પ્રાપ્તિ કરાવી આપતાં, એમના અદ્ભૂત સિધ્ધ થયેલા જ્ઞાનપ્રયોગથી ! એને એક્રમ માર્ગ કહ્યો. અક્રમ એટલે ક્રમ વિનાનો અને ક્રમ એટલે પગથિયે પગથિયે, ક્રમે ક્રમે ઊંચે ચઢવાનો ! અક્રમ એટલે લિફટ માર્ગ ! શોર્ટકટ ! એ જાણવા માટે આ અવતાર છે. એ જાણવાની શું મેથડ ? હું કોણ? મારૂ) શું ? એ વસ્તુ સ્વરૂપ છે ને w સંયોગ સ્વરૂપ છે. Iએ ભગવાન ને એ માયા. નામને My name કહીએ. Body ને My body. My mind. My speech, My ego, My intellect, My wife, My children, My money, My house કહેવાય. પણ I am house કહેવાય ? જગતમાં જે જે છે એ બધું યy માં જાય છે. Iમાં શું આવે છે ? બીજું કંઈ જ નહિ. I એકલો જ છે, Absolute છે. એ આપણે પોતે જ છીએ, રીયલ છીએ, પરમેનન્ટ છીએ ને , બધું પારકું છે, રિલેટીવ છે, ટેમ્પરરી છે. રિયલમાં આપણે જે છીએ તે જાણવાનું છે. Iએ આત્મા છે, y એ સંસારની વળગણો છે. જગતકર્તાની વાસ્તવિકતાઓ ! BALOld SRL 04-10? God is not creator of this world at all. Only scientific circumstancial evidences Bl. ભગવાન જો ક્રીયેટર હોય, અને આ દુનિયા એ ચલાવતો હોય તો તે કાયમનો ઉપરી ઠરતે. પછી મોક્ષ જેવી, કર્મ જેવી વસ્તુ જ ના હોત. મોક્ષ અને ઉપરી બે વિરોધાભાસ વાત છે. જે દુનિયા ચલાવે તેને માથે જવાબદારી. પછી આપણને કર્મ જેવું રહે જ નહીં ને! જગત ભગવાને બનાવ્યું, તો ભગવાનને કોણે બનાવ્યો? જગત અનાદિ-અનંત છે. Eternal છે. એનો કોઈ કર્તા નથી કે ચલાવનાર નથી. It happens, બધું સ્વયંભૂ 9. The world is the puzzle itself. God has not puzzled this world at all. God is in every creature whether visible or invisible, not in man made creation ! LALO1% 5414 નથી, જીવમાત્રની મહીં રહેલા છે ! કર્તા, નૈમિત્તિક કર્તા ! આ જગતમાં કોઈ સ્વતંત્ર કર્તા નથી. પણ નૈમિત્તિક કર્તા છે. આ જગતમાં કોઈ જગ્યું નથી કે જેને સંડાસ જવાની પણ સ્વતંત્ર શક્તિ હોય ! એ તો અટકે ત્યારે ખબર પડે કે આપણી શક્તિ હતી કે નહિ! ભલભલા ડૉકટરને ય એનું અટકે ત્યારે બીજા ડૉકટરની મદદ લેવી પડે કે નહિ? જ્યાં બીજાની કિંચિત્ માત્ર હેલ્પ લેવી પડે છે તે વસ્તુ પોતે જ પૂરવાર કરે છે કે આપણી સ્વતંત્ર શક્તિ ક્યાંય નથી. કેટલાં બધાં સંયોગો ભેગાં થાય ત્યારે એક કાર્ય બને છે. કોઈ એક સંયોગથી કોઈ કાર્ય ન બને ! સાદી ચા બનાવવી) દાદા ભગવાત કોણ ? તેઓશ્રી સ્વયં પ્રત્યેકને ‘દાદા ભગવાન કોણ'નો ફોડ પાડતા કહેતાં, આ દેખાય છે તે ‘દાદા ભગવાન' ન્હોય. દાદા ભગવાન તો ચૌદલોક્ના નાથ છે, એ તમારામાં ય છે, બધામાં ય છે. પણ તમારામાં પ્રગટ નથી થયેલા, તમારામાં અવ્યક્તરૂપે રહેલા છે ને “અહીં’ સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે ! હું પોતે ભગવાન નથી. મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને હું નમસ્કાર કરું છું.” હું કોણ છું ? અનંત અવતારથી ‘પોતે’ પોતાથી જ ગુપ્ત રહેલો છે ! પોતે કોણ છે
SR No.008853
Book TitleGuru Shishya
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1998
Total Pages77
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size409 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy