________________
ગુરુ-શિષ્ય
ગુરુ-શિષ્ય
‘મને કશુંક દર્દ છે, તે મને ખબર નથી. એની મેળે કંઈ થઈ ગયું છે. તમે મને દર્દમુક્ત કરી આપો” એવું ?
પ્રશ્નકર્તા : હા, કહેવું જોઈએ.
દાદાશ્રી : એટલે ગુરુએ જ કરી આપવું જોઈએ. બધું એ શીખવાડી દે. પછી વાંચવાનું કહે કે “આટલું વાંચીને આવજે.' પણ શીખવાડી દે બધું ય. આ તો બૈરી છોકરાવાળા, નોકરીઓ કરતાં હોય, તે ક્યારે કરી રહે બિચારાં ?! જ્યારે ગુરુમાં તો બહુ શક્તિ હોય, અપાર શક્તિ હોય, એ બધું જ કરી આપે. ગુરુએ કહેવું જોઈએ કે, ‘તારામાં સમજણ ના હોય, પણ હું છું ને ! હું બેઠો છું ને ! તારે ગભરાવાનું નહીં. જો તને સમજણ નથી પડતી તો તું મારી પાસેથી બધું લઈ જા.” અને મેં પણ આ બધાને કહ્યું છે કે, ‘તમારે કોઈએ કશું કરવાનું નહીં. મારે કરવાનું. તમારામાં જે નબળાઈ હોય તે બધી મારે કાઢવાની.”
દાદાએ ભેલાડ્યું છે જ્ઞાત ગહન હું તો શું કહું છું ?! કે મારી જોડે ચાલો બધાં. ત્યારે કહે, “ના, તમે એક ડગલું આગળ.’ ત્યારે હું કહું કે એક ડગલું આગળ, પણ મારી જોડે ચાલો. હું તમને શિષ્ય બનાવવા માગતો નથી. હું તમને ભગવાન બનાવવા માગું છું. તમે છો જ ભગવાન, તે તમારું પદ તમને અપાવવા માગું છું. હું કહું છું કે તું મારા જેવો થા બરોબર ! તું ઝળકાટવાળો થા. મારે જે ઈચ્છા છે એ તું થઈ જા ને !!
મેં તો મારી પાસે કશું રાખ્યું નથી, બધું તમને આપી દીધું છે. મેં કશું ગજવામાં રાખી મૂક્યું નથી. જે હતું એ બધું જ આપી દીધું છે, સર્વસ્વ આપી દીધું છે ! પૂર્ણદશાનું આપેલું છે બધું. અને અમારે તો તમારી પાસેથી કશું જોઈતું નથી. અમે તો આપવા આવ્યા છીએ, બધું અમારું જ્ઞાન આપવા આવ્યા છીએ. એટલે જ આ બધું ઓપન કર્યું છે. તેથી લખ્યું ને, ‘દાદા જ ભોળા છે, ભેલાડ્યું છે જ્ઞાન ગહન.'
જ્ઞાન કોઈ ભેલાડે જ નહીં ને ?! અરે, આ ભેલાડવા દો ને ! તો લોકોને શાંતિ થાય, ટાઢક થાય. અહીં મારી પાસે રાખીને હું શું કરું ?
એને દબાવીને સૂઈ જાઉં ?!
અને નિયમ એવો છે કે આ દુનિયામાં દરેક ચીજ આપેલી એ ઘટે, અને ફક્ત જ્ઞાન આપેલું એ વધે ! એવો સ્વભાવ છે. જ્ઞાન એકલું જ ! બીજું કશું નહીં. બીજું બધું તો ઘટે. મને એક જણ કહે છે કે, ‘તમે જેટલું જાણો છો એટલું કેમ કહી દો છો ?! થોડુંક દાબડીમાં રાખતા નથી ?!” મેં કહ્યું, અલ્યા, આપવાથી તો વધે ! મારું વધે ને એનું ય વધતું હોય, તો શું ખોટ જાય છે મારામાં ?! મારે જ્ઞાન દાબડીમાં રાખીને ગુરુ થઈ બેસવું નથી કે એ મારા પગ દબાવ્યા કરે. એ તો પછી અંગ્રેજોનાં જેવો વેશ થશે, કે એમણે બધા ય જ્ઞાન દાબડીમાં રાખ્યા. ‘Know-How'ના પણ એ લોકોએ પૈસા લીધા. તેથી તો આ જ્ઞાન બધું પાણીમાં ડૂબી જશે. અને આપણા લોકો આયે રાખતા હતા, છૂટે હાથ આપ્યું રાખતા હતા. આયુર્વેદના જ્ઞાન આપતા હતા, પછી બીજું જ્યોતિષવિદ્યાનું જ્ઞાન આપતા હતા, અધ્યાત્મજ્ઞાન આપતા હતા, બધું છૂટાં હાથે આપતા હતા.
અને આ કંઈ છૂપું રાખેલું જ્ઞાન નથી. અહીં વ્યવહારમાં તો ગુરુઓ ઓટીમાં ઘાલી રાખે થોડું. કહેશે, ‘શિષ્ય વાંકો છે તે ચઢી બેસે, સામો થાય ત્યારે આપણે શું કરીશું ?!' કારણ કે એ ગુરુને વ્યવહારનું સુખ જોઈતું હોય. ખાવા-પીવાનું, બીજું બધું જોઈતું હોય. પગ ફાટતા હોય તો શિષ્ય પગ દબાવતા હોય. તે જો પછી શિષ્ય એમના જેવો થઈ જાય તો પછી એ પગ ના દબાવે, તો શું થાય ?! એટલે એ ચાવીઓ થોડીક રહેવા દે.
તેથી ગુરુઓનો મત એવો હોય છે કે આપણે દસ ટકા આપણી પાસે અનામત રાખવું અને પછી બાકીનું આપવું. એમની પાસે સેવન્ટી પરસેન્ટ હોય, એમાંથી દસ ટકા અનામત રાખે. જ્યારે મારી પાસે પંચાણું ટકા છે, તે બધું આપી દઉં છું. તમને સયું તો સયું, નહીં તો જુલાબ થઈ જશે. પણ તે કંઈ ફાયદો થશે તો ખરો ને !
એટલે અત્યારે ગુરુઓ એવા પેસી ગયા છે કે મહીં દાબડીમાં રહેવા દઈને પછી બીજું આપે. એટલે શિષ્ય જાણે કે ‘હજુ આપણને મળતું નથી, ધીમે ધીમે મળશે.” તે ગુરુ ધીમે ધીમે આપે. પણ આપી દે ને અહીંથી, એટલે આનું રાગે પડી જાય. કોઈ આપે જ નહીં ને ! લાલચુ લોકો આપતા