________________
ગુરુ-શિષ્ય
કહેવાય ? જીવતા મળે તો. નહીં તો ચિત્રપટ તો આ બધાં છે જ ને ! કૃષ્ણ ભગવાન જીવતા મળે તો કામના. નહીં તો ચિત્રપટ તો લોકોએ વેચેલું ને આપણે મઢાવેલું ! અમને આ ભવમાં ડીસાઈડેડ ગુરુ નથી થયા, કે આ જ ગુરુ છે. બાકી જે પ્રત્યક્ષ હોય ને એ પ્રત્યક્ષનું ધારણ કરે અને છ મહિનાબાર મહિના એ બેમાં ગુરુ-શિષ્યનો સંબંધ બંધાયો હોય, એને ગુરુ કહેવાય. અમારે એવો કંઈ સંબંધ બંધાયો નથી, પ્રત્યક્ષ કોઈ મળ્યા નથી.
૨૩
કૃપાળુદેવ ઉપર ભાવ વધારે હતો. પણ એ પ્રત્યક્ષ નહોતા એટલે ગુરુ તરીકે સ્વીકાર ના કરું. હું ગુરુ તરીકે સ્વીકાર કોને કહું ? કે પ્રત્યક્ષ મને કહે, પ્રત્યક્ષ આદેશ આપે, ઉપદેશ આપે એને હું ગુરુ કહું. કૃપાળુદેવ જો એક પાંચ જ મિનિટ મળ્યા હોત મને, તો એમને મેં મારા ગુરુપદે સ્થાપન કરી દીધા હોત, એવું સમજાયેલું મને ! મેં ગુરુપદે કોઈનેય સ્થાપન કર્યા ન્હોતા. બીજા સંતોનાં દર્શન કર્યા હતા. પણ તે ગુરુપદે તો મારું અંતર ઠરે તો હું ગુરુ કરું, નહીં તો ગુરુ કરું નહીં. સંતો સાચા હતા, એ વાત ચોક્કસ. પણ આપણું દીલ ઠરવું જોઈએ ને !
ઉપકાર, પૂર્વેતા ગુરુઓતો !
હવે, મારે આ ભવમાં ગુરુ નથી, એનો અર્થ એવો નથી કે ગુરુ ક્યારેય નહોતા.
પ્રશ્નકર્તા : તો ગયા ભવમાં તમારે ગુરુ હતા ?
દાદાશ્રી : ગુરુ વગર તો માણસ આગળ આવે જ નહીં. દરેક ગુરુ, ગુરુ વગર તો આગળ આવ્યા જ નથી હોતા. મારું કહેવાનું કે ગુરુ વગર
તો કોઈ હતો જ નહીં.
પ્રશ્નકર્તા : ગયા અવતારે કોણ હતા આપના ગુરુ ?
દાદાશ્રી : એ બહુ સારા ગુરુ હશે. પણ અત્યારે શું ખબર પડે આપણને !
પ્રશ્નકર્તા : શ્રીમદ્ રાજચંદ્રને પણ ગુરુ તો હતા જ ને ?
ગુરુ-શિષ્ય
દાદાશ્રી : એમને આ ભવમાં ગુરુ મળ્યા નથી. એમણે એટલું લખ્યું છે કે જો અમને સદ્ગુરુ મળ્યા હોત તો એમની પાછળ પાછળ ચાલ્યા જાત ! પણ એમનું જ્ઞાન સાચું છે. એમને છેલ્લી દશામાં જે જ્ઞાન ઉત્પન્ન થયું, તે આત્મજ્ઞાન ઉત્પન્ન થયું.
પ્રશ્નકર્તા : આપને પણ જે જ્ઞાન થયું એ ગુરુ વગર જ થયું ને ?!
દાદાશ્રી : એ પાછલો હિસાબ બધો કંઈક લઈને આવેલા. પાછળ ગુરુઓ મળેલા, જ્ઞાનીઓ મળેલા, તેમાંથી સામાન લઈને આવેલા અને કશાંક વાંકે અટકી ગયું હોય. એટલે આ અવતારમાં ગુરુ ના થયા, પણ ગયા અવતારના ગુરુ તો હશે ને ?! ગયા અવતારમાં ગુરુ ભેગા થયા હશે ને આ અવતારમાં જ્ઞાન પ્રગટ થઈ ગયું !
૨૪
પણ મને આ ભવમાં ખાતરી નહોતી કે આવું મોટું જ્ઞાન ઉત્પન્ન થશે. છતાં એ સુરતના સ્ટેશને એકદમ ભભૂકયું. ત્યારે મને ખાતરી થઈ કે આ તો અજાયબ વિજ્ઞાન છે ! આ લોકોનું કંઈ પુણ્ય જાગ્યું હશે. નિમિત્ત તો કોઈને બનાવવો પડે ને ?! હવે લોકોએ જાણ્યું કે આમને જ્ઞાન એમ ને એમ પ્રગટ થયું. પણ ના, આગલા અવતારમાં ગુરુ કરેલા, તેનું ફળ આવ્યું છે આ. એટલે ગુરુ વગર તો કશું વળે એવું નથી. ગુરુ પરંપરા ચાલુ જ રહેવાની.
મહત્તા જ જીવંત ગુરુતી !
પ્રશ્નકર્તા : ગુરુ હયાત ના હોય તો પણ પોતાના શિષ્યને માર્ગદર્શન આપે કે નહીં ?
દાદાશ્રી : પ્રત્યક્ષ હોય તો જ કામના. પરોક્ષ તો કામના જ નહીં. સદેહે હાજર ના હોય એવા પરોક્ષ ગુરુ કશું ય હેલ્પ કરે નહીં. છતાં પરોક્ષ કઈ રીતે હેલ્પ કરે ? જે ગુરુ આપણને ભેગા થયા હોય ને દશ-પંદર વર્ષ આપણને લાભ આપ્યો હોય, આપણે એમની સેવા કરી હોય ને દશ-પંદર વર્ષ એકતા થઈ હોય, ને પછી ઓફ થઈ ગયા હોય તો કંઈક લાભ કરે. બાકી કશોય લાભ કરે નહીં, માથાફોડ કરે તો ય !
પ્રશ્નકર્તા : તો જે ગુરુ આપણે જોયા ના હોય, તે કશું હેલ્પ કરે