________________
દાદા ભગવાન ?
૪૧. ધંધો, પૈસા આવે-જાય. લોકો પર પ્રેમ. લોકોએ પણ પ્રેમદૃષ્ટિ કબૂલ કરી કે ભગવાન જેવા માણસ, બહુ સુખી માણસ ! લોક કહે કે સુખી માણસ ને હું ચિંતા પાર વગરની કરતો હતો. ને પછી એક દહાડો ચિંતા મટતી નહોતી, ઊંઘ જ નહોતી આવતી. પછી બેઠો અને ચિંતાનું પડીકું વાળ્યું. આમ વાળ્યું, તેમ વાળ્યું ને ઉપર વિધિ કરી. મંત્રોથી વિધિ કરી અને પછી બે ઓશીકા વચ્ચે મૂકીને સૂઈ ગયો, તે ઊંઘ ખરેખરી આવી ગઈ. અને પછી સવારમાં પડીકાને વિશ્વામિત્રીમાં પધરાવી આવ્યો. પછી ચિંતા ઓછી થઈ ગઈ. પણ જ્યારે ‘જ્ઞાન’ થયું ત્યારે બધું આખું જગત જોયું-જાણ્યું.
પ્રશ્નકર્તા : પણ “જ્ઞાન” પહેલાં એનીય જાગૃતિ તો હતી ને, કે આ અહંકાર છે એમ ?
દાદાશ્રી : હા, એ જાગૃતિ તો હતી. અહંકાર છે તેય ખબર પડતી હતી, પણ એ ગમતો હતો. પછી બહુ કડ્યો ત્યારે ખબર પડી કે આ તો આપણો મિત્ર હોય, આ તો આપણો દુશ્મન છે, મજા નથી એ કશામાં.
પ્રશ્નકર્તા: એ અહંકાર દુશ્મન ક્યારથી લાગવા માંડ્યો ?
દાદાશ્રી : રાતે ઊંઘ ના આવવા દે ને, એટલે સમજી ગયો કે આ તો કઈ જાતનો અહંકાર ! એટલે તો એક રાતે આમ પડીકું વાળીને સવારે વિશ્વામિત્રી જઈને પધરાવી આવ્યો. શું થાય પણ ?
પ્રશ્નકર્તા : એટલે પડીકામાં શું મૂક્યું ?
દાદાશ્રી : આ બધો અહંકાર ! મેલ પૂળો અહીંથી આ. શેના સારુ તે ? વગર કામના, નહીં લેવા, નહીં દેવા ! લોક કહે ‘પાર વગરના સુખિયા છે અને મારે તો અહીં સુખનો છાંટો ના દેખાતો હોય, મહીં અહંકારની ચિંતા-ઉપાધિઓ થયા કરે ને !
એ અહંકાર છોડ્યો ક્યારે ? પ્રશ્નકર્તા ઃ આ અહંકાર છોડી દેવાનું મન ક્યારથી થયું ? એ
દાદા ભગવાન ? ગાંડો અહંકાર તમે ક્યારથી છોડી દીધો ?
દાદાશ્રી : એ છોડ્યો છૂટે નહીં. અહંકાર છૂટતો હશે ? એ તો આ સુરતના સ્ટેશને જ્ઞાન પ્રગટ થઈ ગયું, તે એની મેળે છૂટી ગયું. બાકી છોડ્યો છૂટે નહીં. છોડનાર કોણ ? અહંકારના રાજમાં છોડનાર કોણ ? આખો રાજા જ અહંકાર, એને છોડે કોણ ?
તે દિતથી “હું” જુદા જ સ્વરૂપમાં ! પ્રશ્નકર્તા ઃ આપને જે જ્ઞાન લાધ્યું એ પ્રસંગનું આપ જરા વર્ણન કરોને ! એ વખતે આપને કેવી લાગણીઓ હતી ?
દાદાશ્રી : લાગણીઓનો કોઈપણ જાતનો ચેન્જ હતો નહીં મારામાં. હું તો સોનગઢ-વ્યારા કરીને છે, આ બાજુ તાપ્તિ રેલ્વે લાઈને, ત્યાં મારો બિઝનેસ હતો. તે ત્યાં આગળ હું ગયેલો. ત્યાંથી આવતી વખતે સુરત સ્ટેશને આવ્યો હતો. હવે મારી જોડે એક ભઈ કાયમ રહેતા. તે ત્યારે હું વહેલું જમી લેતો હતો, સૂર્યનારાયણ અસ્ત થયા પહેલાં. એટલે ટ્રેનમાં મેં જમી લીધું હતું અને અહીં આગળ સુરત સ્ટેશને છ વાગે ઉતર્યા. તે પેલા ભાઈ, જમેલાં વાસણ હતાં તે ધોવા લઈ ગયા અને હું બાંકડા પર એકલો બેસી રહ્યો. મને તે ઘડીએ આ જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું કે વર્લ્ડ શું છે ને કેવી રીતે ચાલે છે ? કોણ ચલાવે છે ને આ બધું કેવી રીતે ચાલે છે ? એનો બધો હિસાબ જોઈ લીધો. એટલે તે દિવસે મારો ઈગોઈઝમ ને બધું ખલાસ થઈ ગયું. પછી હું જુદા જ સ્વરૂપમાં રહેવા માંડ્યો, વિધાઉટ ઈગોઈઝમ ને વિધાઉટ મમતા ! પટેલ તે રીતે જ હતા, પણ ‘હું જુદું સ્વરૂપ થઈ ગયેલો !! પછી નિરંતર સમાધિ સિવાય મેં જોયું નથી, એક સેકન્ડ પણ !
સુરત સ્ટેશને શું દેખાયું ? પ્રશ્નકર્તા : દાદા, તમને જ્ઞાન થયું સુરતના સ્ટેશને, કેવો અનુભવ થયો હતો ?