________________
દાદા ભગવાન ?
[૪૩
દાદાશ્રી : બ્રહ્માંડ દેખાયું બધું આ ! આ જગત શી રીતે ચાલે છે ? કોણ ચલાવે છે ? બધું દેખાયું. ઈશ્વર શું છે ? હું કોણ છું ? આ કોણ છે ? આ બધું શેના આધારે ભેગું થાય છે? એ બધું દેખાયું. પછી સમજમાં આવી ગયું અને પરમાનંદ થયો. પછી ફોડ પડી ગયોને બધો ! શાસ્ત્રોમાં પૂરું લખેલું ના હોય. શાસ્ત્રોમાં તો વર્ણન જ્યાં સુધી શબ્દ હોય ત્યાં સુધી લખેલું હોય અને શબ્દની આગળ તો, જગત બહુ આગળ છે.
ભીડમાં એકાંત તે પ્રગટ્યા ભગવાન ! પ્રશ્નકર્તા : સુરતના સ્ટેશને જે અનુભૂતિ થઈ, જે એકદમ ડિરેક્ટ પ્રકાશ આવ્યો, એ એની મેળે ઓચિંતો જ ?
દાદાશ્રી : હા, ઓચિંતો જ, એની મેળે જ ઊભો થઈ ગયો. સુરતના સ્ટેશને એક બાંકડા પર બેઠા હતાને, ભીડ એટલી બધી હતી. પણ આ ઓચિંતું જ ઊભું થઈ ગયું.
પ્રશ્નકર્તા : ત્યાર પછી ?
દાદાશ્રી : પછી બધું પૂરું જ દેખાયું, ત્યાર પછી બધો ફેરફાર જ થઈ ગયો.
પ્રશ્નકર્તા: પણ એ વખતે દુનિયાના બધા માણસો તો એના એ જ હોય ને ?
દાદાશ્રી : હા, પણ પછી તો માણસોનાં પેકિંગ દેખાવા માંડ્યાં ને પેકિંગની મહીં માલ છે તે પણ દેખાવા માંડ્યો. વેરાઈટિઝ ઓફ પેકિંગ અને માલ એક જ પ્રકારનો ! એટલે તરત જ બધું જગત જ જુદું દેખાયું ત્યાં !
પ્રશ્નકર્તા : જ્ઞાન થયા પછી વ્યવહારનું કામ થતું હતું ? દાદાશ્રી : સુંદર થતું હતું. પહેલા તો અહંકાર વ્યવહારને બગાડતો
૪૪
દાદા ભગવાન ? પ્રશ્નકર્તા : પદમાં જે ‘ભીડનું એકાંત ને કોલાહલમાં શુક્લધ્યાન’ લખ્યું છે, એનું થોડું વિવરણ કહ્યું હોય તો ?
દાદાશ્રી : “ભીડનું એકાંત’ એ શું કહે છે કે એકાંતમાં એકાંત રહી શકે નહીં માણસને, કારણ કે મન છે ને ? એટલે ભીડ હોય ત્યારે એકાંત ! પછી ‘કોલાહલમાં શુક્લધ્યાન” ઉત્પન્ન થયું. આજુબાજુ ઓહોહો ! કોલાહલ, ભીડ બધું ચાલ્યા કરે અને હું મારા શુક્લધ્યાનમાં હતો. એટલે બધું જગત આખુંય મને જ્ઞાનમાં દેખાયું, જેમ છે તેમ દેખાયું !
પ્રશ્નકર્તા : એ જાતની અવસ્થા કેટલો વખત ટકી ?
દાદાશ્રી : એક જ કલાક ! એક કલાકમાં તો બધું એક્કેક્ટ જ આવી ગયું. પછી છે તે બધો જ ફેરફાર થયેલો દેખાયો. અહંકાર તો મૂળમાંથી જતો રહ્યો. ક્રોધ-માન-માયા-લોભ, નબળાઈ બધી જ જતી રહી. મેં આવી તો આશાય નહીં રાખેલી.
લોક મને પૂછે છે કે, ‘તમને આ જ્ઞાન કેવી રીતે થયું?” મેં કહ્યું, ‘તમે નકલ કરવા માગશો તો આ નકલ થાય એવી નથી. ધીસ ઈઝ બટ નેચરલ. જો નકલ કરવા જેવી હોત તો હું કહેત કે ભઈ, હું આ રસ્તે ગયો, આમ ગયો, આમ ગયો, તે મને આ પ્રાપ્ત થયું અને જે રસ્તે હું ગયો હતોને, તે રસ્તે તો આવું મોટું ઈનામ મળે એવું તો હતું જ નહીં. હું તો કંઈ સાધારણ ફાઈવ પરસેન્ટની આશા રાખતો હતો. એ ફાઈવ પરસેન્ટ નહીં, એનાય વન પરસેન્ટની આશા રાખતો હતો કે આપણી મહેનત બળ આપે તો આમાંથી આપણને એકાદ પરસેન્ટ મળી જાય.”
તારીખતી પણ તમત્તા નહીં ! પ્રશ્નકર્તા : દાદા, આપને જ્ઞાન થયું એ કઈ તારીખ હતી ?
દાદાશ્રી : એ સાલ તો અઠ્ઠાવનની હતી. પણ તારીખની, આપણને શું ખબર કે આની નોંધ કરવાની જરૂર પડશે ! અને કોઈ નોંધ માંગશે
હાફી
હતો