________________
દાદા ભગવાન ?
૩૯ મોઢાની પર્સનાલિટી એવી !! હું જોઈને જ કહું, ‘મને તો એમની બીક લાગ્યા કરે !” છતાંય એ મને શું કહે ! ‘તારા જેવો અહંકારી મેં જોયો નથી ! અરે હું તો તમારાથી ભડકું છું. તો ય ખાનગીમાં કહે, તારા જેવો અહંકાર મેં જોયો નથી ! અને ખરેખર એ અહંકાર પછી મને દેખાયો. એ અહંકાર મને કેડતો હતો ત્યારે મને ખબર પડી કે આ તો મોટાભાઈ કહેતા હતા, તે આ અહંકાર જ છે બધો ! ‘મારે બીજું કશું જોઈતું નથી”, એટલે લોભ નામેય નહીં એવો અહંકાર ! એક વાળ પૂરતોય લોભ નહીં. એટલે હવે એ માન કેવું હોય ? જો માન ને લોભની વહેંચણી થઈ ગયેલી હોય તો માન જરા ડાઉન જ થયેલું હોય....
મતમાં માનેલું માત ! એટલે મનમાં એમ જ જાણે કે હું જ છું, આ દુનિયામાં કોઈ છે જ નહીં. જો, પોતાની જાતને શું માની બેઠેલા ! મિલકતમાં કશું નહીં. દસ વીઘા જમીન અને એક ઘર, એ સિવાય બીજું કશું નહીં. અને ચરોતરનો રાજા હોય એવો મનમાં રોફ રહે. કારણ કે આજુબાજુના છ ગામવાળા લોકોએ અમને ચગાવેલા. પૈઠણિયા વર, માગો એટલી પૈઠણ આપે ત્યારે આ વર ત્યાં પૈણવા જાય. એની આ મગજમાં તુમાખીઓ ભરાઈ ગયેલી. અને કંઈ પૂર્વભવનું લાવેલો, તેથી આ ખુમારીઓ બધી હતી.
તેમાંય મારા મોટાભાઈ જબરજસ્ત ખુમારીવાળા હતા. મારા મોટાભાઈને હું “માની’ કહેતો હતો, ત્યારે એ મને માની કહેતા હતા. તોય એક દહાડો મને શું કહે છે ? “તારા જેવો ‘માની’ મેં જોયો નથી.” મેં કહ્યું, ‘શમાં મારું માન જુઓ છો ?” ત્યારે કહે, ‘દરેક બાબતમાં તારું માન હોય છે.”
દાદા ભગવાન ? નહીં ને ! છ અક્ષરથી બોલે. અને પછી ટેવ પડી ગઈ, ‘હેબિટ્યુએટેડ’ થઈ ગયા તેમાં. હવે માન બહુ ભારે એટલે માનનું રક્ષણ કરે ને ! તે પછી ‘અંબાલાલભાઈ”ના છ અક્ષર ના બોલાય અને કો'ક ઉતાવળમાં ‘અંબાલાલ’ બોલી ઊઠે, એ કંઈ ગુનો છે એનો ? છ અક્ષર સામટા એકદમ ઉતાવળમાં તો શી રીતે બોલાય છે ?
પ્રશ્નકર્તા : પણ તમે એવી આશા રાખો ને ?
દાદાશ્રી : અરે, હું પછી તોલ કરું કે “આ મને ‘અંબાલાલ’ કહ્યું પાછું ? શું સમજે છે ? શું ‘અંબાલાલભાઈ” ના બોલાય એનાથી ?” ગામમાં દસ-બાર વીઘાં હોય ને બીજો કશો રોફ નહીં તો ય મનમાં શું માની બેઠા ? અમે છ ગામના અમીન, વાંકડાવાળા ! અહીં તમારે ત્યાં દેસાઈ વાંકડાવાળા હોય છે ને ? તે એય કેંસીવાળા હોય.
હવે સામાએ ‘અંબાલાલભાઈ” ના કહ્યું હોય તો મને આખી રાત ઊંઘ ના આવે, અકળામણ થાય. લે !! એમાં શું મળી જવાનું ? આમાં મોટું કંઈ મીઠું થઈ જવાનું ? કેવો સ્વાર્થ માણસને હોય છે ! એ સ્વાર્થ, તે એમાં કશો સ્વાદ ના હોય. છતાંય માની બેઠેલો છે, તે ય લોકસંજ્ઞાથી. લોકોએ એમાં મોટા બનાવ્યા ને લોકોએ મોટા માન્યા ય ખરા ! અરે, આ લોકોના માનેલાનું શું કરવાનું છે ?
આ ગાયો-ભેંસો આપણા સામું બધી જોઈ રહે, બધી ગાયો આપણા સામું જોઈ રહે અને પછી કાન હલાવતી હોય તો આપણે એમ સમજી જવાનું કે આપણને માન આપે છે આ ? એવું છે આ તો બધું. આપણા મનમાં માનીએ કે આ લોકો બધા માનથી જોઈ રહ્યા છે, મનમાં માનીએ ! એ તો સહુ સહુનાં દુ:ખમાં છે બિચારાં, સહુ સહુની ચિંતામાં છે. એ તમારા સારુ કંઈ પડી રહ્યા છે ? નવરા છે ? સહુ સહુની ચિંતામાં ફર્યા કરે છે !
ગમતો અહંકાર દુ:ખદાયી બન્યો ! ત્યારે આજુબાજુવાળા લોક શું કહે ? બહુ સુખી માણસ ! કંટ્રાક્ટનો
અને તે પછી મેં તપાસ કરી, તો બધી બાબતમાં માન નીકળ્યું મારું અને તે જ કેડતું હતું. અને માનને માટે શું કર્યું ? જે કોઈ હોય, તે કહે કે “અંબાલાલભાઈ, અંબાલાલભાઈ !” હવે “અંબાલાલ’ તો કોઈ કહે જ