________________
૩૮
દાદા ભગવાન ?
કારણ કે એક માણસ મને કહે કે રાવણનું રાજ શાથી જતું રહ્યું ? ત્યારે મેં કહ્યું કે, “શાથી ગયું, મને સમજણ પાડને ?” ત્યારે કહે છે કે જો એક વાણિયો રાખતો હોતને સેક્રેટરી-એનો દિવાન, તો રાજ ના જાત ! મેં કહ્યું, કે ‘શી રીતે ના જાત ?” ત્યારે કહે છે, સીતાની વાત નારદે કરી કે સીતા બહુ રૂપાળી છે, આમ છે ને તેમ છે. તે ઘડીએ રાવણના મનમાં પાણી ચઢી ગયું કે ગમે તે રસ્તે સીતા પ્રાપ્ત કરવી છે. તે વખતે જો વણિક એનો દિવાન હોત તો એમ કહે કે, “સાહેબ, થોડી વખત ટકોને, મેં બીજી બહુ સરસ જોઈ છે, એવી સરસ સ્ત્રી જોઈ છે.” એટલે રાવણને અણી ચૂકાવત અને અણી ચૂક્યો સો વર્ષ જીવે. તે આ વાત પેલા માણસે મને કહેલી. મેં કહ્યું, વાત તો ડહાપણની છે આપણને અણી ચકાવવા માટે જોઈએને ! એટલે આ વણિકોની જોડે, બે બાજુ વણિક હોયને, તેની જોડે રહેવાનું થયું, આ ચાલીશ વર્ષથી ! - અમે ઘરમાં કહી દીધેલું કે આપણે ત્યાં જે કોઈ લેવા આવે તો તે આપવું. પાછું આપી જાય તો લેવું, પણ માગવું તો ક્યારેય નહીં. એક ફેરો આપ્યું હોય, બીજી વખત ફરી આપવું પડે, ત્રીજી વખત આપવું પડે, સો વખત આપવું પડે, તોય પાછું માગવું નહીં. આપી જાય તો લેવું. પણ એ વણિકોનો વ્યવહાર એવો સુંદર કે વણિકોને ત્યાં આ હલવાનું આખું ચકતું મોકલાવી આપીએ અને આવતા વખતે અરધો ટુકડો કે પા ટુકડો મોકલાવીએ તોય બૂમ નહીં, બરાડા નહીં. અને એકાદ વખત કંઈ ના મોકલીએ તોય બૂમ-બરાડો નહીં. તે એમની જોડે પોષાય. આપણને બૂમબરાડાવાળા જોડે શી રીતે પોષાય ?
તે પછી મેં એક મહેતાજીને નોકરીએ રાખ્યા હતા. એક ભાઈ મને કહેવા આવ્યા કે તમને વણિક બહુ પસંદ છે, તો આ વણિકને નોકરીમાં રાખશો ? તે મેં કહ્યું, આવી જા કારખાનામાં, આટલા બધા માણસો છે અને તું પાછો વણિક છો તો સારું છે. એટલે વણિકને મારી જોડે રાખતો કાયમ.
દાદા ભગવાન ? એ બધુંય માત માટે જ ! - રોજ ચચ્ચાર ગાડીઓ ઘર આગળ પડી રહે. મામાની પોળ, સંસ્કારી પોળ. આજથી પિસ્તાળીસ વર્ષ પર ક્યાં બંગલામાં લોકો રહેતા હતા ? મામાની પોળ બહુ ઉત્તમ ગણાતી હતી. તે દહાડે અમે ત્યાં મામાની પોળમાં રહેતા હતા અને પંદર રૂપિયાનું ભાડું. તે દહાડે લોકો સાત રૂપિયાના ભાડામાં પડી રહે. આમ મોટા કંટ્રાક્ટર કહેવાય. હવે ત્યાં મામાની પોળમાં પેલા બંગલામાં રહેવાવાળા આવે મોટરો લઈને. કારણ કે ઉપાધિમાં સપડાયેલા હોય, તે અહીંયાં આવે. તે ઊંધું-છતું કરીને આવ્યા હોય ને, તો ય એમને ‘પાછલે બારણે’ રહીને કાઢી મેલું. ‘પાછલું બારણું દેખાડું કે અહીં રહીને નીકળી જાવ. હવે ગુનો એણે કર્યો અને ‘પાછલે બારણે’ છોડાવી આપું છું. એટલે ગુનો મારા માથે લીધો. શેના સારુ ? પેલું માન ખાવા સારુ ! ‘પાછલે બારણે’ કાઢી મેલવું એ ગુનો નથી ? આમ અક્કલથી દેખાડ્યું હતું પાછું, તે પેલા બચી જાય. એટલે પેલા અમને માનથી રાખે, પણ ગુનો અમને ચોટે. પછી સમજાયું કે બેભાનપણામાં આ બધા ગુના થાય, માન ખાવા માટે. પછી માન પકડાયું. જો ચિંતા થાય માનની !
પ્રશ્નકર્તા : આપે માન પકડ્યું, પછી માનને કઈ રીતે માર્યું ?
દાદાશ્રી : માન મરે નહીં. માનને આ આમ ઉપશમ કર્યું. બાકી, માન મરે નહીં. કારણ કે મારનારો પોતે, કોને મારે ? પોતે પોતાને માટે કેવી રીતે ? તમને સમજણ પડી ને ? એટલે ઉપશમ કર્યું ને જેમ તેમ દહાડા કાઢેલા.
એ અહંકાર કૈડતો દિન-રાત ! અમારે બુદ્ધિ જરાક વધારે પડતી કૂદાકૂદ કરે અને અહંકારેય બહુ કૂદાકૂદ કરે. મારા મોટાભાઈ એટલા બધા અહંકારી હતા, આમ માણસે ય એવા હતા કે પર્સનાલિટીવાળા. એમને દેખતાં જ સો માણસ તો આઘુંપાછું થઈ જાય. ખાલી આમ આંખની પર્સનાલિટી જ એવી ! આંખ,