________________
દાદા ભગવાન ?
દાદા ભગવાન ?
૩૫ કશી રાહ જોઈ નથી. ગાડી આજ સાડા ત્રણ કલાક ‘લેટ' છે, એટલે આપણે જેમ તેમ ટાઈમ પસાર ના કરીએ અને આપણે ઉપયોગપૂર્વક રહેવાનું.
આમ ગોઠવી કાઉન્ટર પુલીઓ ! હવે રાહ જોવાની ને પાછાં જબરજસ્ત ‘રિવોલ્યુશન’ !
આ મજૂરોને મિનિટે પચાસ રિવોલ્યુશન હોય, જ્યારે મને મિનિટે એક લાખ રિવોલ્યુશન હોય. એટલે મજૂરોમાં ને મારામાં ફેર કેટલો ? એને પચાસ રિવોલ્યુશન એટલે તમે એને વાત કહો, તો એ વાત પહોંચતાં બહુ વાર લાગે. તમે સાદી વાત, સાદી વ્યવહારની વાત કહો તો એને સમજણ ના પડે. એટલે પછી તમે બીજી રીતે સમજાવો, ત્યારે એને પહોંચે એ. હવે મારાં રિવોલ્યુશન બહુ એટલે મારી વાત આ ઊંચી નાતવાળાને સમજતાં બહુ વાર લાગતી હતી. આપણે સમજાવીએ ને એ સમજે નહીં. એટલે હું શું કહું કે ‘નાલાયક છે, અક્કલ વગરનો છે.” તે પછી મહીં પાવર બહુ વધી જાય. એય હું કહું છું ને સમજતો નથી ? કેવો મૂરખ માણસ છે ?” આમ કહીને બધું એની પર ગુસ્સો કર્યા કરું. પછી મને સમજાયું કે આ રિવોલ્યુશન્સ છે અને એ સામાને પહોંચતું નથી. હવે આપણે સામાનો ગુનો કહીએ તે આપણો ગુનો છે. એટલે પછી મેં પુલીઓ દેવા માંડી.
- કારણ કે પંદરસો રિવોલ્યુશનનો પંપ હોય અને ત્રણ હજારનું ઈજીન હોય તો પંપ તોડી નાખે. તે એના માટે પુલી નાખવી પડે, કાઉન્ટર પુલી. આ ત્રણ હજારનું ભલે હોય અને પેલું પંદરસેનું ભલે હોય, પણ વચ્ચે પેલી પુલીઓ નાખવી પડે કે જેથી કરીને પેલાને પંદરસું મળી રહે. આપની સમજમાં આવે છે ને, કાઉન્ટર પુલી ? એવું પછી મેં લોકોની જોડે વાત કરતાં કાઉન્ટર પુલી રાખવા માંડી. એટલે પછી મારે ગુસ્સે થવાનું બંધ થઈ ગયું. વાત એને સમજાય એવી રીતે કાઉન્ટર પુલી નાખવાની !
[3] અહંકાર-માત સામે ગૃતિ !
રહેવાનું સ્થાત, પણ વિચારણાપૂર્વક ! વણિકનો માલ થોડો ક્ષત્રિયમાં નાખીએ અને ક્ષત્રિયનો માલ થોડો વણિકમાં નાખીએ અને પછી જે મિલ્ચર થાય એ બહુ સરસ થાય. ખટમીઠી ત્યારે થાયને, ને ત્યારે શ્રીખંડ સરસ થાય. એટલે અમે તો પહેલેથી જ શું કરેલું ? પહેલાં તો અમે પટેલોની પોળમાં રહેતા હતા. અમારા મોટાભાઈ પટેલો જોડે વ્યવહાર રાખતા. તે મને એ વ્યવહાર પોષાતો નહીં. નાનો હતો પણ પટેલોની જોડે રહેવાનું પોષાયું નહીં મને. શાથી ના પોષાયું કે આમ ઉંમર તો બાવીસ વર્ષની, પણ અહીં મુંબઈ અમથો ફરવા આવું ને પાછા જઈએ ત્યારે હલવો લઈ જઈએ. આમ સસ્તો, તે લઈ જઈએ. તે અમારાં ભાભી પાડોશી બધાંને આપે. એવું એક બે વખત લઈ ગયેલો. ને એક વખત ભૂલી ગયો. તે બધા પાડોશીઓ જેને તે મળેને કહે કે “આ ફેરો હલવો ના લાવ્યા ?” મને થયું કે, “આ પીડા નહોતી ને ક્યાંથી આવી ? પહેલાં આવી પીડા નહોતી. કોઈ ના લાવ્યા એવું તેવું અપમાન કરતું નહોતું. આ લાવ્યા તે જ આપણે ભુલ કરી. એક વખત લાવ્યા, બે વખત લાવ્યા ને ત્રીજી વખત ના લાવ્યા એટલે વેશ થઈ પડ્યો. લ્યો, આ ન લાવ્યા. તે હવે આપણે ફસાયા. એટલે આ લોકો જોડે વ્યવહાર કરવા જેવો નથી.”
બાકી એ ક્ષત્રિય, આમનો વ્યવહાર બધો કેવો હોય ? એ કહેશે કે માથું જરૂર હોય તો અમારું માથું લઈ લેજો પણ તમારું અમને આપજો. માથું જ આપવા-લેવાની તૈયારીઓ. આમના સોદા કેવા ? મોટા જ. સટ્ટાના બહુ મોટા બિઝનેસ, માથા જ લે-મેલ કરવાનાં. એટલે આપણે આ માથું આપવાનું-લેવાનું પોષાય નહીં. આપણને કોઈનું માથું જોઈતું યુ નથી અને એ પાછો આપણું માથું લેવા આવે. એવા સોદામાં આપણે પડવું જ નથી. એટલે નક્કી કર્યું કે વણિકોની જોડે રહો.