________________
દાદા ભગવાન ?
૨૧
તે મનેય લાગ્યું કે હવે પાંસરો થઈ ગયો હું. કોઈએ પાંસરો કરવો ના પડે મને.
પ્રશ્નકર્તા : કેવી રીતે પાંસરા થઈ ગયા, દાદા ?
દાદાશ્રી : લોકોએ મારી-ઠોકીને, ઊંધું-ચત્તું કરીને, આમ-તેમ સકંજામાં લઈને પણ પાંસરો કરી નાખ્યો.
પ્રશ્નકર્તા : એ આગલા અવતારોમાંથી ચોખ્ખું થતું ગયેલું ને ? દાદાશ્રી : કેટલાય અવતારથી આ પાંસરા થતા આવેલા, ત્યારે આ અવતારમાં પૂરો પાંસરો થયો.
ભાષા શીખવા કરતાં ભગવાતમાં રસ !
અંગ્રેજીના માસ્તરને કહી દીધેલું. મોટાભાઈ એમના ફ્રેન્ડ થતા હતા. મેં એમને કહ્યું કે તમારે જે કહેવું હોય તે કહેજો, તમારે ત્યાં ફસાયો છું. પંદર વર્ષથી આ ભણ ભણ કરું છું, હજી મેટ્રિક નથી થવાતું. એકડિયામાં બેઠો ત્યારથી પંદર વર્ષથી મેટ્રિક થવાતું નથી. આ દશ વર્ષમાં હું ભગવાન ખોળી કાઢત. મારાં વર્ષો ખોટાં ખોયાં ! વગરકામનું એબી-સી-ડી શીખવાડે ! કોઈકની ભાષા, ફોરેનની ભાષા શીખવા માટે મેટ્રિક સુધી ભણવું જોઈએ ? આ કઈ જાતનું ચક્કરપણું છે ! ફોરેનની ભાષા શીખવા માટે માણસનું અહીં આયુષ્ય અરધું જતું રહે !
લઘુતમ શીખતાં જડયા ભગવાત !
અનંત અવતારથી એનું એ જ ભણે છે ને પાછું આવરાય છે. અજ્ઞાનને ભણવાનું ના હોય. અજ્ઞાન તો સહજ ભાવે આવડે. જ્ઞાનને ભણવાનું. મારે આવરણ ઓછું, તે તેરમે વરસે ભાન થયેલું. નાનપણમાં ગુજરાતી સ્કૂલમાં એક માસ્તરે મને કહ્યું, ‘આ તમે લઘુતમ શીખો.’ ત્યારે મેં કહ્યું, ‘લઘુતમ એટલે શું કહેવા માગો છો ? લઘુતમ શી રીતે થાય ?’
૨૨
દાદા ભગવાન ? ત્યારે કહે છે, ‘આ બધી ૨કમો જે આપી છે, એમાં નાનામાં નાની ૨કમ, અવિભાજ્ય ૨કમ, જેને ફરી ભાગી ના શકાય એવી રકમ, એ શોધી કાઢવાની છે.’ ત્યારે હું તે વખતમાં નાની ઉંમરમાં, પણ માણસોને શું કહેતો હતો ? ‘આ રકમો સારી નથી.’ શબ્દ તો એવો બોલતો હતો. તે મને આ વાત માફક આવી. એટલે મને એમ લાગ્યું કે આ ‘૨કમો’ની અંદર પછી એવું જ છે ને ? એટલે ભગવાન બધામાં અવિભાજ્યરૂપે રહેલા છે. તે મેં તેના પરથી તરત જ ભગવાન શોધી કાઢેલા. આ બધી રકમો જ છે ને ! એમાં ભગવાન અવિભાજ્યરૂપે રહેલા છે !
આત્મા સિવાય ત શીખ્યા કાંઈ !
નાનપણમાં હું સાયકલ ફેરવું, તે બાવન રૂપિયામાં ‘રેલે’ સાયકલ આવતી હતી. તે સાયકલ ફેરવતો હતો. સાયકલમાં પંકચર પડે એટલે બધાં સૌ-સૌને ઘેર રિપેર કરે. હું તો ઉદાર એટલે એક સાયકલવાળો હતો, ત્યાં આગળ એને કહ્યું કે, ભઈ, આ પંકચર રિપેર કરજે.’ તો આ બધા મને કહે કે, ‘આ રિપેર કેમ તમે બહાર કરાવો છો ? આમાં શું કરવાનું છે ?’ મેં કહ્યું કે, ‘ભઈ, હું બધું શીખવા માટે આવ્યો નથી. આ દુનિયામાં બધી ચીજો છે, એ બધી શીખવા માટે હું આવ્યો નથી. હું તો આત્મા શીખવા માટે આવ્યો છું. અને જો આ બીજું બધું શીખવા રહું તો પેલું આત્માનું એટલું કાચું પડી જાય.’ એટલે હું કશું શીખ્યો જ નહીં. સાયકલ ચલાવવાની આવડતી હતી, તેય કેવી કે સીધું નહીં આવડેલું. પાછલે પૈડે રહીને પાછળની ધરી ઉપર પગ મૂકીને ચઢું તે ! આવડ્યું નહીં કશું. અને શીખવાનો પ્રયત્નેય કરેલો નહીં. આ તો જરૂરિયાત પૂરતું શીખેલો. બાકી શીખવાની જરૂર જ નહીં.
તે દુઃખદાયી થયું ઘડિયાળ !
કશામાં ધ્યાન જ નહોતો આપતો. કશું નવું કંઈ શીખવાનું નહીં કરેલું. આ શીખે તો મારે એટલું પેલામાં રહી જાયને ! એટલે નવું