________________
૨૪
દાદા ભગવાન ? શીખવાનું નહીં.
નાનપણમાં એક સેકન્ડહેન્ડ ઘડિયાળ પંદર રૂપિયાનું લાવ્યો હતો. તે આમ પહેરીને સૂઈ ગયો. તે અહીં આ કાનમાં દુઃખ્યું પછી. એટલે મેં કહ્યું કે આ તો ઊલટું દુ:ખદાયી થયું. માટે ફરી નથી પહેર્યું !
ચાવી દેવામાં નથી વેડફો ટાઈમ ! ઘડિયાળને ચાવી આપવી એ મુશ્કેલી, એટલે પછી સાત દહાડાની ચાવીનું ઘડિયાળ લાવ્યા. અમારા ભાગીદાર કહે છે કે આ સાત દહાડાની ચાવીવાળું ઘડિયાળ છે, તે લાવીએ. પણ એક ઓળખાણવાળા આવ્યા, કહે કે, “બહુ સરસ ઘડિયાળ છે.” તે મેં કહ્યું કે, ‘તમે લઈ જાવ, મારે ચાવી આપવાની મુશ્કેલી છે ને !' તે પછી હીરાબા વઢવા માંડ્યા કે, ‘તમે તો બધું જે ને તે આપી જ દો છો. હવે હું ઘડિયાળ વગર શું જોઈશ ?” એટલે ઘડિયાળની ચાવી મેં ફેરવી નથી કોઈ દહાડોય ! અત્યારે અમારા ભાણાભાઈ પંદર વર્ષથી ઘડિયાળની ચાવી ફેરવે છે. અને મારે તો કેલેન્ડર જોવાનું જ ના હોય ! અને મારે શું કરવાનું કેલેન્ડરને ? કોણ ફાડે એને ? કેલેન્ડરનું પેલું કાગળિયું મેં ફાડ્યું નથી. આવી નવરાશ, મને આવો ટાઈમ જ ના હોય ને ! ઘડિયાળની ચાવી ફેરવું તો મારી ચાવી ક્યારે ફરે ? એટલે મેં ટાઈમ કોઈ વસ્તુમાં આપ્યો જ નથી.
રેડિયાને મેડનેસ કહી ! ભઈબંધે કહ્યું કે રેડિયો લાવો. મેં કહ્યું કે અલ્યા, રેડિયો ? અને તે હું સાંભળું ? તો મારા ટાઈમનું શું થાય ? આ .... માણસની પાસે સાંભળતા જ કંટાળો આવે છે, તો આ રેડિયો ના હોય અમારી પાસે ! એ મેડનેસ છે બધી !!
ફોતની ખલેલ પણ વળગાડી નહીં ! મને કહે છે કે, ‘આપણે ફોન લઈએ ?” કહ્યું, “ના, એ વળગણ
દાદા ભગવાન ? પાછું ક્યાં વળગાડીએ ?” આપણે નિરાંતે સૂઈ ગયા હોય તો ઘંટડી વાગે એ ઉપાધિ ક્યાં વહોરીએ ? જેને ટાઢ વાતી હશે, તે આપણે ત્યાં અહીં આવશે. ટાઢ નહીં વાતી હોય તો અહીં આવવાનો નથી. અને આપણને કંઈ ટાઢ વાતી નથી. લોકો તો શોખની ખાતર રાખવાવાળા કે આપણો વટ વધે ! તે વટવાળા વટદાર લોકો માટે ઠીક છે. બાકી, આપણે વટદાર હોય. આપણે મામૂલી આદમી, નિરાંતે સુઈ રહેનારા, આખી રાત પોતાની સ્વતંત્રતાથી સૂવે ! એટલે એ ટેલિફોન કોણ રાખે ? ઘંટડી પાછી ખખડી કે ઉપાધિ ! હું તો બીજે દહાડે બહાર ફેંકી દઉં. ઘંટડી સહેજ ખખડી કે હું જાણું કે આ તો ઊંઘમાં ખલેલ કરી. વખતે માકણ-મચ્છર ખલેલ કરે. તે તો ફરજિયાત છે. પણ આ તો મરજિયાત ખલેલ, એ કેમ પોષાય ?
અમે પહેલાં ગાડી રાખતા હતા. ત્યારે ડ્રાઈવર કહે, “સાહેબ, ફલાણા પાટે તૂટી ગયા છે.’ હું તો નામેય ના જાણું. પછી મને થયું, આ તો ફસામણ છે ! ફસામણ તો વાઈફ જોડે થઈ તે થઈ ગઈ ને એની જોડે છોકરાં થયાં. તે એ એક બજાર ઊભું કરવું હોય તો કરાય પણ આ ફસામણનાં બે-ચાર બજાર હોય નહીં. આવાં પછી કેટલાં બજાર માથે લઈને ફર્યા કરીએ ?
આ તો બધી કોમનસેન્સની વાતો કહેવાય ! પેલો ડ્રાઈવર આમ પેટ્રોલ ગાડીમાંથી કાઢી લે ને પછી કહેશે કે, કાકા, પેટ્રોલ નાખવાનું છે ? હવે કાકા જાણે નહીં. આ શી પીડા ? તે પછી અમે ગાડી રાખતા નહોતા ! પાછા સંજોગવશાત્ એવું કહીએય ખરા કે ગાડી લાવો !
ત્યાં ત દીઠું સુખ ! પ્રશ્નકર્તા: દાદા, આ અમારે બધું જોઈએ છે કે તમારે ના હોય, એનું કારણ શું ?
- દાદાશ્રી : એ તો તમે લોકોનું શીખીને કરો. હું લોકોનું શીખ્યો નથી. હું પહેલેથી લોક વિરુદ્ધ ચાલનારો માણસ. લોક જે ચાલે નેક રસ્તો