________________
ચમત્કાર
ચમત્કાર
પેસે તો સાપ હતા, એવું એના રસ્તામાં હોય નહીં. કારણ કે સહેજ જો સાપ એને અડે તો સાપ દઝાય. એટલે આમ સાપ ઉપરાછાપરી ચઢી જાય. અંધારામાં ય આગળ આગળથી ઉપરાછાપરી ચઢી જાય. એવો તો એનો તાપ લાગે. હવે એવું લોક જો કદી દેખેને, તો શું કહેશે ? કે ઓહોહો, કેવી સિદ્ધિ છે ! આ તો એનું શીલ છે. અજ્ઞાની હોય તો ય શીલ ઉત્પન્ન થાય છે પણ સંપૂર્ણ શીલ ઉત્પન્ન ના થાય, અહંકાર ખરોને ?
સંતોની સિદ્ધિ, સંસારાર્થે ! પ્રશ્નકર્તા : અમુક સંતો તો વરસાદ પાડતા હતા. તો એ સિદ્ધિ ખરી કે નહીં ?
દાદાશ્રી : છતાં આ વરસાદ તો આપણી સરકાર કશુંક ‘કેમિકલ’ છાંટે છેને, તો યે નથી પડતો ? પડે છે ! અને ખરી સિદ્ધિઓવાળા તો આવું વરસાદ પડે નહીં. પણ આવી સિદ્ધિ અજ્ઞાનીને ઉત્પન્ન થાય છે, પણ લાલચના માર્યા પછી એને વાપરી નાખે છે. અહીં આગળ, વડોદરામાં વરસાદ નહોતો પડતો. તે કોઈ મહારાજ આવેલા. એ કહે છે, ‘હું વરસાદ પાડું.” એટલે આ તો એક બનેલી વાત કહું છું. બનેલી એટલે મેં જાતે જોયેલી નહીં પણ મેં જેની પાસે સાંભળી, તેણે જેની પાસેથી સાંભળી હતી, એ પ્રત્યક્ષ બે-ત્રણ પેઢીથી જોયેલી આવેલી આ વાત છે.
એક સાલ વડોદરામાં દુકાળ પડેલો. તે રાજાને એક જણે જઈને કહ્યું કે, “એક મહારાજ આવ્યા છે. એ તો આમ વરસાદ પાડે એવાં છે.’ ત્યારે રાજા કહે, “ના બને એવું, કેમ કરીને માણસ વરસાદ પાડી શકે ?” ત્યારે પેલો કહે, “ના, એ મહારાજ એવાં છે કે વરસાદ પાડે છે !' એટલે પછી નગરના મોટા મોટા શેઠિયા હતા, તે ભેગા થયા અને ગામના પટેલો બધા ભેગા થયા ને આવીને બધા નગરશેઠોને વાત કરી. નગરશેઠો રાજાને કહે છે કે, ‘હા, સાહેબ, પેલા મહારાજને બોલાવો. નહીં તો દુકાળમાં તો આ પબ્લિક મરી જશે.” ત્યારે રાજા કહે, ‘હા, તો આવવા દો, એ મહારાજને ! એટલે પછી બધા પેલા મહારાજ પાસે પહોંચ્યા. ત્યારે પેલા મહારાજે ય શું કહે છે ? “ઐસે બારીસ નહીં હો જાયેગા. હમકુ ગાદી પર બીઠાવ.” તે રાજા પોતે બીજે બેઠા અને પેલા મહારાજને ગાદી પર બેસાડ્યા. લાલચ છે ને
! રાજાને ય લાલચ પેસે ત્યારે શું ? બધું ય સોંપે ! હવે આ મહારાજ એક બાજુ ગાદી પર પેશાબ કરે ને બહાર વરસાદ ધોધમાર પડે. એટલે ઉત્પન્ન થયેલી સિદ્ધિઓને આ લોકો વાપરી નાખે છે ! એટલે આ સિદ્ધિઓ તે બધી અજ્ઞાનીઓની વપરાઈ જવાની. એ કમાય પણ ખરા ને વપરાઈ પણ જાય બિચારાને. “જ્ઞાની’ સિદ્ધિઓ વાપરે નહીં. ભગવાન પણ સિદ્ધિઓ ન વાપરે. નહીં તો મહાવીર ભગવાને એક જ સિદ્ધિ વાપરી હોતને, તો દુનિયા ઊંચીનીચી થઈ જાત.
તીર્થકરોની સિદ્ધિઓ, મોક્ષાર્થે ! ભગવાન મહાવીરના બે શિષ્યોને ગોશાળાએ તેજોવેશ્યા છોડીને ભસ્મીભૂત કરી નાખ્યા. ત્યારે બીજા શિષ્યોએ ભગવાનને કહ્યું, વિનંતિ કરી કે, ‘ભગવાન આપ તીર્થકર ભગવાન થઈને, જો અમારું રક્ષણ ન કરી શકો તો દુનિયા ઉપર પછી રક્ષણ જ કોણ આપશે ?” ત્યારે શું રક્ષણ આપી શકે એવા નહોતા ભગવાન મહાવીર ? આ બધા સિદ્ધિઓવાળા કરતાં એ કંઈ કાચા હતા ? કેવા ભગવાન, તીર્થંકર ભગવાન !! શું જવાબ આપ્યો જાણો છો તમે ? ભગવાન કહે છે, ‘હું જીવનદાતા નથી, હું મોક્ષદાતા છું. હું કોઈ મરે, તેને જીવવાનું દાન આપનારો નથી, હું મોક્ષનું દાન આપવા આવ્યો છું ” હવે પેલા લોકોને તો એમ જ લાગે કે આવાં ગુરુ કરતાં તો બીજા ગુરુ કર્યા હોત તો સારું ?! પણ મારા જેવાને કેટલો આનંદ થઈ જાય ?! ધન્ય ભાગ્ય ગુરુ આ ! કહેવું પડે !! આમના જ શિષ્ય થવાની જરૂર. તે એમનો જ શિષ્ય થયેલો હતો !! એ જ મહાવીરનો શિષ્ય થયેલો હતો !! કેવા ભગવાન મહાવીર !! ગોશાળાએ છેતર્યા, ઘણા બધાએ છેતર્યા એમને, પણ ભગવાન એકના બે થયા નહીં, સિદ્ધિ વાપરી નહીં !
પછી ગોશાળાએ ભગવાન ઉપર શું કર્યું હતું જાણો છો તમે ? તેજોલેશ્યા છોડી હતી. પેલા બે શિષ્યો ઉપરે ય તેજોલેશ્યા જ છોડી હતી એણે, તે ખલાસ થઈ ગયા એવું ભગવાન પણ ખલાસ થઈ જાત. પણ ભગવાન તો ચરમ શરીરી હોવાથી કંઈ પણ ઘાત ના થાય. ચરમ શરીર તો કાપવાથી કપાય નહીં, પુદ્ગલ પણ એવું સુંદર ! પણ તે છ મહિના સુધી સંડાશમાં નર્યું લોહી તૂટી પડ્યું. છતાં જે પુરુષે સહેજ પણ સિદ્ધિ વાપરી નથી !