________________
ઘેલછામાં ભગવાનને શું ના કહે ? એ ય સ્વીકાર્ય છે એમના માટે. પણ આજે આપણે ભણેલા, ગણેલા સમજદાર લોકોએ એટલું તો વિચારવું કે આ ચમત્કારાનો સહારો લઈને અંતે આપણને મળ્યું શું? કૃષ્ણ, રામ કે મહાવીરે કોઈ ચમત્કારો કર્યા નથી અને એ તરફ લોકોને ભમાવ્યા પણ નથી. તેઓ પોતાનું આદર્શ જીવન જીવી ગયા. જે આજે લોકોને કથાનુયોગ તરીકે કામ લાગે છે ને બીજી બાજુ અધ્યાત્મની એચિવમેન્ટ કરી ગયા કે જે લોકોને જ્ઞાન પ્રાપ્તિની રાહ ચીધ છે. ટૂંકમાં આત્મા જાણી મોક્ષે જ જવાની જ્ઞાનવાણી પ્રતિબોધે છે.
ચમત્કાર કોણ ખોળે ? ખોળવાની જરૂર કોને ? જેને આ સંસારની ભૌતિક સુખોની ઝંખના છે, પછી તે સ્થૂળ સ્વરૂપે કે સૂક્ષ્મ સ્વરૂપની હોઈ શકે. અને જેને ભૌતિક સુખથી પર એવા આત્મસુખ પામવાની ઝંખના માત્ર છે અને આત્મસુખથી પર કરનારાં ચમત્કારોની શી જરૂર ? અધ્યાત્મ જગતમાં ય જ્યાં અંતિમ લક્ષને આંબવાનું છે અને તે છે “હું કોણ છું' ની પીછાણ કરવાની, આત્મા તત્ત્વની પીછાણી કરી નિરંતર આત્મસુખમાં રાચવાનું છે, ત્યાં આ અનાત્મ વિભાગના લોભાવનારા ચમત્કારોમાં અટવાવાને ક્યાં સ્થાન છે ?
મૂળ પુરુષોની મૂળ વાત તો બાજુએ રહી પણ એમની કથાઓ સાંભળ્યા કરી, ગાયા કરી ને એમાંથી જીવનમાં કંઈ ઊતાયું નહીં અને જ્ઞાન ભાગને તો દાબી જ દીધું ભોંયમાં ! આ મૂળ પુરુષોની મૂળ વાતને પ્રકાશમાં લાવી ચમત્કાર સબંધીની અજ્ઞાન માન્યાતાઓને પૂજ્યશ્રીએ ખંખેરી નાખી છે. ચમત્કાર વિશેની સાચી સમજણ દાદાશ્રીએ ખૂબ કડક વાણીમાં રજુ કરી છે. વાચક વર્ગને તેની પાછળનો આશય સમજવા વિનંતી.
- ડૉ. નીરુબહેન અમીન